*હું કોણ ?*
*બંગલા બનાવ્યા,*
*ફાર્મ હાઉસ ખડક્યા,*
*ફ્લેટ મા રોક્યા , અત્યારે ચાર દિવાલ વચ્ચે પૂરાયો છું,*
*સાયકલ થી શરુઆત કરી,*
*મોપેડ લીધું ,*
*બાઈક લીધી*
*ગાડીઓ ખરીદી,*
*અત્યારે રૂમે રૂમ પગપાળા સફર ખેડુ છું,*
*કુદરત હસીને બોલી,*
*કોણ છે ભાઈ તું..?*
*મે કહ્યું " હું ",*
*રાજ્યો જોયા,દેશ જોયો,વિદેશ ફર્યો,*
*અત્યારે ડ્રોઈંગ રૂમ થી કીચનની સફર ખેડુ છું..!*
*દેશ-વિદેશ ની સંસ્કૃતિઓ વાંચી,અત્યારે પરિવાર ને વાચું છું..!*
*કુદરત હસીને બોલી,*
*કોણ છે ભાઈ તું..?*
*મે કહ્યું " હું ",*
*બર્થડે,સગાઇ,લગ્નમાં ધુમાડાબંધ જમાડ્યા,*
*અત્યારે શાકભાજી મા કરકસર કરું છું,*
*ગાય,કુતરા માટે જે વધારાની રોટલી બનતી, એટલું જ જમું છું ,*
*કુદરત હસીને બોલી,*
*કોણ છે ભાઈ તુ..?*
*મે કહ્યું " હું ",*
*સોના,ચાંદી,હીરા,મોતીના સેટ બધું લોકર મા છે...*
*સૂટ,શેરવાની,બ્લેઝર બધું કબાટમાં છે , અત્યારે ફક્ત ઝભ્ભા લેંઘામાં ટેસથી ટહેલું છું !*
*કુદરત હસીને બોલી,*
*કોણ છે ભાઈ તુ..?*
*મે કહ્યું " હું ",*
*ઈંગ્લીશ,ફ્રેન્ચ,રશિયન,જ શીખ્યો અત્યારે સમાચારો ગુજરાતીમાં વાંચું છું..!*
*કુદરત હસીને બોલી,*
*કોણ છે ભાઈ તુ..?*
*મે કહ્યું " હું ",*
*નોકરી ધંધા માટે પ્રવાસો તો અઢળક કર્યા,અત્યારે એના ફાયદા ગેરફાયદા વિષે વિચારું છું..!*
*ધંધો વિકસાવ્યો,વહાણ ભરીને સગાવહાલાં છે,*
*સંબંઘો વધાર્યા, મીત્રો બનાવ્યા,અત્યારે પાડોશી સાથે સબંધ સૌથી સારા લાગે છે..!*
*ભણતર મા નિયમો તો હજારો શીખ્યો, અત્યારે કોઠાસૂઝ કામે લગાડું છું!*
*જિંદગીભરની રઝડપાટ અને દુન્યવી ઘોંઘાટ પછી,*
*હાથમાં માળાના મણકા ફેરવતા પહેલીવાર આત્માનો અવાજ સંભળાયો.*
*હવે બહુ થયું, જાગ મુસાફિર ઘરે પાછા ફરવા ની તૈયારી કર.*
*કુદરત હસીને બોલી,*
*કોણ છે ભાઈ તુ..?*
*મે કહ્યું “*
*“હે કુદરત !*
*તારો જ અંશ છું !*
*હવામાં ઉડતો હતો , આવી ગયો છું જમીન પર !*
*માફ કર આ માનવજાત ને,આપી દે એક મોકો જીવતર સુધારવાનો !*
*માનવ બની ને જીવવાનો..!*
*સંસ્કૃતી સાથે જીવવાનો..!*
*પરિવાર સાથે જીવવાનો..!*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો