રવિવાર, 11 ઑક્ટોબર, 2020

11 good points of life

*♦️સુંદર ૧૧ વાતો સમજવા જેવી 👌*

*👉 "ભગવાન" ક્યારેય "ભાગ્ય" નથી લખતાં, "જીવન" ના દરેક "ડગલાં" પર આપણો "વિચાર," આપણો "વ્યવહાર" આપણું "કર્મ" જ આપણુ "ભાગ્ય" લખે છે.*
*👉પહેલાં ના "લોકો" "લોટ" જેવા હતા, "લાગણી" નું "પાણી" નાંખીએ તો "ભેગા" થઈ ને બંધાઈ જતાં,*  
*આજે* 
*"લોકો" "રેતી" જેવાં છે, ગમે તેટલું "લાગણી" નું "પાણી" નાખો તો પણ "છૂટા ને છૂટા".*
*👉"નીતિ" સાચી હશે તો "નસીબ" ક્યારે પણ "ખરાબ" નહીં થાય, "બીજો માણસ" આપણાં માં "વિશ્વાસ" મૂકે એ જ "આપણા" જીવનની સૌથી મોટી સફળતા છે*.
*👉"દુ:ખ ભોગવનાર " વ્યક્તિ આગળ જઈને કદાચ "સુખી" થઈ શકે છે, પરંતુ "દુઃખ આપનાર" વ્યક્તિ આગળ જઈને કયારેય "સુખી" થતો નથી.*
*👉"માણસાઈ" "દિલ" માં હોય છે, "હેસિયત" માં નહીં,*
*"ઉપરવાળો માત્ર "કર્મો" જ જુએ છે, "વસિયત" નહીં*.
*👉તમે ગમે તેટલા "શતરંજ ના મોટા ખેલાડી" હો, પરંતુ "સરળ વ્યક્તિ" સાથે કરેલ "કપટ" તમારી "બરબાદી" ના તમામ રસ્તા ખોલી નાખે છે*
*👉"પ્રાણ" ગયા પછી "શરીર" "સ્મશાન" માં બળે છે. અને "સંબંધો" માંથી "પ્રેમ" ગયા પછી "માણસ" "મનોમન" બળે છે.*
*👉"જીવન" માં "સ્વાર્થ" પુરો થઈ ગયા પછી,* 
*અને* 
*"શરીર" માંથી "શ્વાસ" છુટી ગયાં પછી "કોઈ કોઈ" ની "રાહ" જોતું નથી.*
*👉જે જોઈએ તે "મેળવી" ને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે,* 
*પણ જે મળ્યું હોય એમાં "હસતો" "ચહેરો" રાખી ને જીવવું એ સુખી માણસ ની નિશાની છે*.
*👉"ઈશ્વર" જ્યારે "આપે" છે ત્યારે "સારું આપે" છે, "નથી આપતા" ત્યારે વધું "સારું મેળવવા" નો "રસ્તો" આપે છે, પણ જ્યારે" રાહ જોવડાવે" છે ત્યારે તો સૌથી "ઉત્તમ ફળ" જ આપે છે.*
*👉"આ ચરણ" તો માત્ર "જિનાલય" સુધી જ લઈ જઈ શકે*
*પરંતુ,* 
*"આચરણ" તો "પરમાત્મા" સુધી લઈ જઈ શકે.*

🙏🙏🙏🙏🙏

ટિપ્પણીઓ નથી: