લાડકવાયી દીકરી
એક ગર્ભવતી મહિલાએ તેના પતિને પુછયુ કે તે શેની અપેક્ષા રાખે છે? દીકરી કે દીકરો
પતિ કહે છે જો પુત્ર થશે તો તેને હુ ગણિત શીખવીશ, આપણે સાથે રમવા જઇશુ, હુ તેને ઘણું બધુ શીખવીશ
પત્ની: હા, હા, પણ દીકરી આવી તો?
પતિ: જો દીકરી આવી તો મારે તેને કશુ શીખવવું નહી પડે કારણ કે તે માત્ર એકલી હશે જે મને બધુ શીખવશે. ફરીથી એકવાર, કપડા કેવી રીતે પહેરવા, કેવી રીતે જમવું, શુ બોલવું કે શુ ના બોલવું, ટુંકમા તે મારી બીજી માતા બની રહેશે. મને તેનો હીરો ગણશે ભલે મારામાં કશુ હોય કે ના હોય. તે દરેક બાબતને સમજી લેશે જેમા મારો ઇનકાર હશે.
તેના પતિ સાથે હંમેશા મારી સરખામણી કરશે. તે ગમે તેટલી મોટી થઇ જાય તેમ છતા તેની અપેક્ષા એવી રહેશે કે હુ તેને નાની ઢિંગલીની જેમ રાખું.
**મારા માટે આખી દુનિયા સાથે લડી લેશે. અને જો કોઇએ મારી લાગણીને ઘવાય તેવું વર્તન કર્યું તો તેને જીવનભર માફ નહી કરે*
પત્ની: મતલબ તમારી પુત્રી એ તમામ બાબતોમાં હોશિયાર હશે તે તમારો પુત્ર નહી કરે
પતિ: ના, ના મારો એવો અર્થ નથી. કદાચ તે પણ તમામ ચીજો કરશે જે દીકરી કરશે પરંતુ તે પહેલા દરેકને શીખશે, જ્યારે દીકરીઓ આની સાથે જન્મ લેતી હોય છે. પુત્રી ના પિતા હોવું એ કોઇ પણ માટે ગૌરવ અને ગર્વની વાત છે.
પત્ની: પરંતુ તે આપણી સાથે હંમેશા નહી રહી શકે.
પતિ: હા, પરંતુ આપણે તેના હદયમા હંમેશા રહીશું. કોઇ ફરક નથી પડતો કે જ્યારે તે આપણી સાથે નહી હોય, તે આપણી સાથે જ રહેશે, આપણા હદયમા.
પુત્રીંઓ ખરેખર પરીઓ હોય છે, જે બિનશરતી પ્રેમ અને સંભાળ સાથે જન્મતી હોય છે.
તમામ પુત્રીઓના પિતાને અર્પણ 🙏🙏🙏🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો