ગુરુવાર, 8 ઑગસ્ટ, 2019

NMC people's view

*ડોક્ટર  બનવા નીટ (NEET) આપી રહેલા  બાળકોના વાલીઓ જોગ*
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

શું તમારા બાળકને ડોક્ટર થવું છે? શું તે માટે એ પરીક્ષાની તૈયારી કરી રહ્યું છે?

ચાલો આજે તમને એક એવા ફેરફાર વિશે કહીએ કે જે કદાચ તમને ખબર નહીં હોય.

તમે જાણો છો એ પ્રમાણે કોઈપણ બાળક ને અગર ડૉક્ટર થવું હોય તો એક પરીક્ષા આપવી પડે જેને નીટ (NEET) કહેવામાં આવે છે અને જેની તૈયારી માટે બાળકે અને કુટુંબે ખૂબ મહેનત કરવી પડે છે આ માટે સમય અને પૈસા પાણી માફક વેડફવા પડે છે

અમુક કુટુંબના બાળકો તો આ માટે શાળા બદલે છે અરે ગામ પણ બદલે છે અને અમદાવાદ કે એવા કોઈ મોટા શહેરમાં ખાસ હોસ્ટેલ કે ફ્લેટમાં રહીને ભણે છે!

*ધારો કે બધી મહેનત પછી તમારા બાળકે નીટ પાસ કરી લીધી હવે શું?*

જો તેને *બહુ જ સારા માર્કસ* આવ્યા હશે અને એનો રેન્ક ગુજરાતના પહેલા 500 માં હશે તો એને સરકારી સીટ મળી જશે પણ જો એનો *રેન્ક પાછળ* હશે તો તમારે એના માટે અર્ધસરકારી અથવા તો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન માટે તજવીજ કરવી પડશે.

અત્યાર સુધી પ્રાઈવેટ મેડિકલ કોલેજ ની ૮૫ ટકા સીટ ની ફી નું નિયમન સરકાર કરતી હતી. પણ હવે સરકારે *નેશનલ મેડિકલ કમિશન બીલ* નામનો એક નવો કાયદો પસાર કર્યો છે અને એ કાયદાની અસરથી પ્રાઇવેટ કોલેજોને પોતાની 50% સીટ ની ધારે એટલી fees લેવાની છૂટ આપી છે!

એટલું જ નહીં બાકી ૫૦ ટકા સીટ ઉપર સરકાર માત્ર ગાઇડલાઇન આપશે જે કોલેજ માટે બંધન કર્તા નહીં હોય !

આનો સીધો સીધો મતલબ એ થયો કે અત્યારે જે પંદર ટકા મેનેજમેન્ટ  સીટ ના જે ભાવ છે એટલા ભાવ ૫૦ ટકા સીટ ના થઈ જશે !

_મેનેજમેન્ટ સીટ શું છે અને કેટલા ભાવમાં વેચાય છે એની જો તમને ખબર ના હોય તો કોઈ જાણકારને પૂછી જોજો એનો ભાવ સાંભળીને તમને જરૂરથી ચક્કર આવી જશે !_

એટલે કે નવું બિલ આવવાને કારણે પ્રાઇવેટ કોલેજોને પોતાની *સીટની પૈસાથી હરાજી* કરવાની છૂટ મળી જશે !

હજી સાંભળો, આ તો પાશેરામાં પહેલી પૂણી છે !

સરકારના નવા કાયદા મુજબ હવે નીટ માં પાસ થવા માટે ૫૦ ટકા માર્ક ની જરૂર નથી. એના બદલે હવે જે પ્રથમ 50 ટકા બાળકો હશે તેમને પાસ લખવામાં આવશે (૫૦% નહીં પણ ૫૦ પરસેંટાઈલ પર પાસ!)

આ વાતની સાદી સમજ લઈએ તો એ છે કે *આના કારણે એક સીટ માટે પહેલા જેટલા ઉમેદવારો હતા તેના કરતા વધુ ઉમેદવારો ઉપલબ્ધ થશે !* અને આ ઉમેદવારોમાંથી જે ઉમેદવાર પ્રાઇવેટ કોલેજને એમબીબીએસની સીટ માટે વધુમાં વધુ રૂપિયા આપશે તેમને સીટ મળે તેવી વ્યવસ્થા પ્રાઈવેટ કોલેજવાળા ગોઠવી શકશે !

_એટલે કે સારું મેરિટ હોવા છતાં પણ પૈસાના અભાવે તમારું બાળક મેડીકલની થી વંચિત રહી શકે છે અને તેનાથી ઓછું મેરિટ ધરાવતા પણ વધુ પૈસાવાળા ઉમેદવારને સીટ મળી શકે છે !_

હજી ખમો ! હજી સાંભળો ! મૂળ મુશ્કેલી તો હવે શરૂ થાય છે.

અત્યાર સુધી *મેડિકલ કોલેજ ખોલવા માટે* મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરી જરૂરી હતી.

મેડિકલ કોલેજ પાસે શું શું વ્યવસ્થા છે કેવું ભણતર છે અને કેટલા શિક્ષકો પ્રોફેસરો અને સાધનો છે એનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું. જ્યારે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આ બાબતે ખાતરી થતી ત્યારે જ મેડિકલ કોલેજને માન્યતા આપવામાં આવતી.

જોકે સૌ જાણે છે એ પ્રમાણે આ કામમાં ગજબ ભ્રષ્ટાચાર થયો હતો.

હવે નવા બિલ પ્રમાણે આ પ્રક્રિયામાં ધરમૂળથી ફેરફાર કરાયો છે.

સૌપ્રથમ તો મેડિકલ કોલેજ ખોલવા માટે રાજ્ય સરકારની મંજૂરી જોઈશે.

રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ જે તે સંસ્થા nmc કાઉન્સિલના ત્રણ સભ્યોને પોતાની કોલેજ વિશે જાણ કરશે. કાઉન્સિલને જાણ થયા પછી તેનું જાત નિરીક્ષણ કરવામાં આવશે નહીં પણ કાઉન્સિલ કોલેજના વ્યવસ્થાપકોએ આપેલા ભરોસાનુ અધ્યયન કરશે. જો આ ત્રણ વ્યક્તિઓની સમિતિ ને બધું બરાબર લાગશે તો કોલેજને માન્યતા આપવામાં આવશે. (પાછળથી જો કૉલેજે આપેલી માહિતીમાં કંઈ ભૂલ જણાશે તો કોલેજ મેનેજમેન્ટને કાઉન્સિલ રૂપિયા એક (૧) લાખનો દંડ કરી શકશે ! (હા, માત્ર ૧ લાખ !!)

કોઈ કારણસર જો nmc કાઉન્સિલ મેડિકલ કોલેજને માન્યતા નહીં આપે તો માન્યતા આપવાની આખરી સત્તા કેન્દ્ર સરકારની રહેશે.

આટલું વાંચ્યા પછી તમને એ તો ખબર પડી જ ગઈ હશે કે કેવી રીતે આવા નિયમોને કારણે ભારતભરમાં ઠેર-ઠેર અપૂરતી સુવિધા વાળી મેડિકલ કોલેજો ખૂલી જશે.

એ પણ ખબર પડી ગઈ હશે કે યેનકેન પ્રકારેણ પોતાની કોલેજની માન્યતા લેવા માટે લોકો કેટલી હદ સુધી ભ્રષ્ટાચાર કરશે.

આવી પ્રાઈવેટ કોલેજમાં જ્યારે તમારું બાળક ભણવા જશે ત્યારે આ બધી જ વસુલાત તેની ફીસ માંથી કરવામાં આવશે..!!

આ બધી વાતનું ટૂંકસાર એટલો જ થયો કે નવું બિલ આવવાને કારણે જે બાળકો ડોક્ટર બનવા માગે છે તેમનું ભવિષ્ય વેચી દેવામાં આવ્યું છે !!

*દોસ્તો, બીજા કોઈ કરે કે ન કરે પણ ડૉક્ટર બનવા માગતા બાળકના વાલી તરીકે આપણે તો આ બિલનો વિરોધ કરવો જ રહ્યો!*

અને હા, હાલમાં જ કાશ્મીર માં જે બદલાવ આવ્યો છે એના કારણે મીડિયામાં આ વાત તમને સાંભળવા નહીં મળે (તમે ગુગલ કરીને દરેક વાતની ખરાઈ કરી શકો છો !)

એટલે જ  જો તમારા બાળકના ભવિષ્યની તમને ચિંતા હોય તો જરૂરથી આ મેસેજ ફરી પાછો ધ્યાનપૂર્વક વાંચી જાવ અને જરૂરથી બીજા વાલી અને શિક્ષકોને આ મેસેજ ફોરવ ર્ડ કરો..!

શિક્ષિત ભારત સમર્થ ભારત !!

જય હિન્દ !

🇮🇳🇮🇳🇮🇳

ટિપ્પણીઓ નથી: