મંગળવાર, 13 ઑગસ્ટ, 2019

10 things frequently heard during childhood


                       
નાનપણમાં કેટ-કેટલીય વાર સાંભળેલી દસ
વાતો:😉😉
.
.
.😁😁
.
1. જો..જો..! કીડી મરી ગઈ..!!

(સાલું, વાગ્યું હોય આપણને, અને મરી જાય
કીડી ..? કમાલ છે..)

2. મોટો થઈશ ને.. એટલે લાવી આપીશ..!

(જાણે કેમ કે, પ્રોપર્ટીમાંથી કોઈ ભાગ
માગી લીધો હોય..)

3. આવું ના બોલાય, પાપ લાગે..!

(આવું આવું જ કહીને કાયમ ડરાવે રાખ્યા
હતા.)

4. સુઈ જા, નહીં તો બાવો આવશે..!

(હા.. જાણે બધા બાવા નવરા જ બેઠા
હોય ને ..!)

5. આ ગંદુ છે. ચલ, આપણે બીજું રમકડું લઇ લેશું..!

(જેવું ખબર પડે, કે આ મોંઘું છે, કે તરત તે ગંદુ
બની જાય...!)

6. રડવાનું બંધ કર, તો ચોકલેટ મળશે..!

(ને પછી કાયમ, ચોકલેટ ખાવાની તો
કાયમ 'ના' જ પાડતા...!)

7. જલ્દી ખાઈ લે નહીં તો પેલી બેબી
ખાઈ જશે...!

(પેટ ભલેને ફાટી જતું હોય, તો પણ પેલી
બેબીના ડરને લીધે, ત્યારે ને ત્યારે ખાવું
પડતું..!)

8. બા..બા જવું છે ને,.? તો જીદ નહીં કર..!

(બા..બા જવાની આશામાં ને આશામાં
છોકરું થાકીને સુઈ જાય, પણ તેમનો તો મુડ
જ ના બનતો ...!)

9. તું તો ડાહ્યો દીકરો છે ને મારો..?

(હા... તો શું એમ કહીને બધા કામ કરાવી
લેવાના...? )

અને સહુથી જક્કાસ તો આ...!
10. એ...ઈ...! કાગો લઇ ગ્યો, જો....!

(મા-કસમ, એક મચ્છર પણ આસપાસ ઉડતો
ના હોય, એ વખતે..!!)
.😜☺😊
.
.😝😜😘😜
.
.😝😚😜😜😘
તમે પણ જો આ #🤹‍♂ બાળ મનોરંજન  શિકાર બન્યા હો,
તો જરૂરથી શેઅર કરજો..!😛😝😝😜😃

ટિપ્પણીઓ નથી: