મંગળવાર, 20 ઑગસ્ટ, 2019

Gujarati short and sweet

ગુજરાતી સાહિત્યની રચનાઓ ... વાંચવી ગમશે ...
બે કે ત્રણ લીટી ઘણું કહી જાય છે ...
👍👍

*થોડા two લાઇનર્સ*

સ્વપ્ન એટલે…
તારા વગર,
તને મળવું …

"એક નફરત છે,"
જે લોકો
"એક પળમાં સમજી" જાય છે,

અને

"એક પ્રેમ છે,"
જેને "સમજવામાં વર્ષો"
નીકળી જાય છે.

ક્યાંક તડકો દેખાય તો કહેજોને...

રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી

ગેરસમજોને સૂકવવી છે...

સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો...

સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો.  

શિયાળો એટલે
સતત કોઇની "હુંફ" ઇચ્છતી
એક પાગલ ઋતુ !

મળીએ ત્યારે,
આંખમાં હરખ
                    
અને

અલગ પડતી વેળાએ  
આંખમાં થોડી ઝાકળ..

અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી

અને

અમુક રાતે
તમે સુવા નથી માંગતા.

વેદના અને આનંદ વચ્ચે
આ ફેર છે.

ક્યાંક અઢળક પણ ઓછું પડે,

અને

ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે....

સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે...

ચાલો, વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ...

પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,

એકને હૃદય જોઈએ
તો બીજાને ધબકારા..

મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો,

પણ ખાલી દિલ તુટ્યું હતું

એટલે ક્લેઈમ પાસ ન થયો ..!

ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય  ?

પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો.

❤❤

ટિપ્પણીઓ નથી: