સોમવાર, 27 મે, 2019

How to save ourselves in fire accident

સૂરતના ટ્યૂશન ક્લાસિસ અગ્નિકાંડ ની દૂઃખદ ઘટના બાદ લોકોમા પણ “ફાયર ઍસ્કેપ” બાબતે જાગૄતિ જરૂરી છે.

ઘર, હૉટેલ, મૉલ જેવી બિલ્ડીંગની આગમા ઘેરાઇ જાઓ ત્યારે નીચેની તકેદારી રાખો.

(૧) સળગતી આગમા ઘેરાઇ જાઓ ત્યારે સૌથી પહેલી અને સૌથી અગત્યની બાબત એ છે કે રઘવાયા (પેનિક / panic) ના થઇ જાઓ બલ્કી તરત દિમાગ ચલાવીને બચવાના પ્રયાસો વિશે વિચારી લો. રઘવાયા થવાથી તમારા કાર્યક્ષમ નિર્ણયોના બદલે તમે અવળો નિર્ણય લઇ બેશો એની પૂરી શક્યતા છે.

(૨) તરત જ નજીકના નિકાસ દ્વાર સુધી પહોંચો. નિકાસ દ્વાર પર જ જો આગ લાગી હોય તો તેનાથી દૂરના દરવાજા-બારીનો ઑપ્શન વિચારી લો.

(૩) પાણીની સગવડ ઉપલબ્ધ હોય તો સમગ્ર કપડા પલાળીને ભીના થઇ જાઓ જેથી આગમાં જલવાની શક્યતા ને ઘટાડી શકાય. ભીના રૂમાલ/દુપટ્ટાને મોઢા આગળ વિંટાળી લો જેથી માથું સલામત રહી શકે અને ભીના રૂમાલ દ્વારા શ્વાસ લેવાથી ધુમાડો શ્વાસમા આવી જવાની ઘટનાથી બચી શકો.

(૪) આગની દુર્ઘટના વખતે લોકો આગ થી નહીં પણ ધુમાડાથી બેહોશ થઇને વધુ મરે છે. તેથી રૂમમા ફેલાયેલા ધુમાડાથી બચવા જમીન સરસા પડી જાઓ. ધુમાડો હંમેશા રૂમમા ઉપર તરફ ઘેરાયેલો હોય છે. ફ્લોર લેવલે તમને જરા વધુ શ્વાસ લેવાની શક્યતા મળશે. મગરની જેમ ક્રાઉલીંગ કરતા જઇને નિકાસ દ્વાર તરફ જાઓ.

(૫) ઘર મા / હોટલ મા હો તો બાથરૂમ તરફ જાઓ. શાવર અને ઍક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. બાથટબ હોય તો તેને પાણીથી પુરૂ ભરી દો જે તમને આગની જ્વાળાથી બચાવશે.

(૬) અગ્નિશામન સાધનો/ ફાયર એક્સ્ટીંગ્વીશર વાપરતા ના આવડતું હોયતો તેનાથી આગ ઓલવવાના પ્રયત્નમા સમય ના બગાડો, પણ જલ્દી તે આગવાળી જગ્યા છોડી દો.

(૭) લિફ્ટ નહીં પણ સીડીનો ઉપયોગ કરો એ તો સૌથી વધુ કોમન સૂચના છે પરંતું યાદ રાખો કે ચાલુ આગમાં જેમ બને તેમ નીચેના ફ્લૉર પર જાઓ. ગ્રાઉન્ડ ફ્લૉર તરફ જવાથી બચવાના ચાન્સ વધુ રહે છે કારણકે ઉપરના માળ તરફ જવાથી તો આગની જ્વાળાઓ અને ધુમાડો વધુ ને વધુ ઉપર ના માળે ફેલાશે.

(૮) દરવાજો/બારી ખોલતા પહેલા ચોક્કસ થાઓ કે તેની પાછળ આગ લાગી નથી, અને પાછળ ધુમાડો નથી. કદાચ એવું બને કે દરવાજો /બારી ખોલતાવેંત આગની લપકતી જ્વાળા અથવા ધુમાડો અંદર ધસી આવે. આવા સંજોગોમા ધુમાડો અંદર ના પ્રસરે તે માટે દરવાજા ની નીચેની ફાટમા પગલૂંછણીયું, કપડાં કે ન્યુઝપેપર ભરાવીને ફાટ પૂરી દો.

(૯) પાટિયા, દોરડા, કપડાં, ચાદર, પડદા, દુપટ્ટા જેવા જે હાથ લાગે તે સાધનોથી લટકીને નીચેના માળ/સલામત જગ્યા તરફ જવાની કોશિશ કરો. બિલ્ડીંગમા ફીટ કરેલી પાણી/ગટર ની પાઇપલાઇન પકડીને સાવચેતીથી સલામત સ્થળે સરકવાની કોશિશ કરો.

(૧૦) કોઇ રસ્તો નથી બચ્યો અને તમારે જો અમુક ઉંચાઇએથી કુદવું જ પડે તેમ છે તો પ્રમાણમા ખૂલ્લી જગ્યા જોઇને એવી રીતે ઉભી દિશામા કૂદો કે તમારા પગ જમીન પર પહેલા આવે. જમીન ને સ્પર્શ થતા વેંત તરત ઘુંટણ થી પગ bend કરી દો એના થી ઘુંટણ માં ઈજા ઓછી થાય છે અને ગૂંલાટી મારીને રોલ થઇ જવાની માનસિક તૈયારી રાખીને કુદવું. તમારું પોતાનું વજન વત્તા ઉંચાઇથી મારેલો કુદકો આખરે તમારા શરીર નું તેજ મોમેન્ટમ બનાવે છે. જમીન પર પડતાવેંત ગુંલાટી મારી દેવાથી મોમેન્ટમા ભેગી થયેલી સમગ્ર ઉર્જા બિખેરાઇ જાય છે અને શરીર ને વધુ મોટા પ્રમાણમા અસ્થિભંગ થવાથી બચાવે છે.

ફાયર એસ્કેપના આ નિયમો વાંચી ને યાદ કરી રાખો. ફેમિલી સાથે ચર્ચા કરો ને બધા પોઇન્ટ યાદ કરી રાખો.

ચેતતો નર સદા સુખી !

આભાર

ટિપ્પણીઓ નથી: