બુધવાર, 4 નવેમ્બર, 2020

Doctor's life

*ડોક્ટર બન્યા એટલે.. ગયા કામથી !!!*
ડોક્ટર વિષે આપણા મનમાં અનેક અભિપ્રાયો અને પૂર્વગ્રહો બાંધી લઈએ છીએ આપણે, અને ડોક્ટરોને એવી રીતે જોઈએ છીએ જાણે એ કોઈ પરગ્રહથી આવેલું પ્રાણી હોય.. આ દુનિયા પર ભૂલું પડી ગયું હોય એમ જ બધા માને..
.
*:: ડોક્ટર યુવાન પણ હોય છે ::*
એક તો તમારા નામની આગળ ડોક્ટર લગાડો એટલે આપોઆપ લોકો તમે હોવ એના કરતાં વધુ ‘ઉંમરલાયક’ સમજવા માંડે. એટલું જ નહીં પણ સાથે સાથે તમારા જેવડા અને તમારાથી મોટા લોકો પણ તમને અતિશય માન આપે અને તમારી સાથેનું વર્તન એક ઘરેડમાં બંધી લે..
.
*:: ડોક્ટર માત્ર ક્લિનીકમાં ડોક્ટર હોય ::*
ડોક્ટર ગમે ત્યાં હોય.. ક્લિનીકમાં, બસ-ટ્રેનમાં, માર્કેટ-મોલમાં, કે કોઈના લગ્ન કે અન્ય કોઈ પાર્ટીમાં એકવાર આસપાસના લોકોને ખબર પડી કે તમે ડોક્ટર છો એટલે અચાનક બધા લોકો ‘દર્દી’ની ભૂમિકામાં આવી જાય અને સ્થળ-કાળનું ભાન ભૂલીને પોતાના દુઃખ દર્દ વર્ણવવાનું ચાલુ કરી દે...
.
*:: બધા ડોક્ટર પૈસાદાર ન પણ હોય ::*
ડોક્ટર જો શોપિંગમાં ગયો એટલે દુકાનદાર એમ જ વિચાર કરે કે જાણે તમે ‘કુરબાનીના બકરા’ હોવ.. 
ક્યાંક ભાવતાલ કરવાનો પ્રયત્ન કરો એટલે તરત જ જવાબ મળે ‘અરે સાહેબ, તમારે તો ભગવાનની કૃપા છે. એક ઇન્જેક્શન આપશો ને એટલે ૧૦૦ ની નોટ પાકી! તમે ભાવ કરશો તો અમારા જેવા નાના માણસોના છોકરા ભૂખ્યા રે'શે..
.
*:: ડોક્ટર સામાન્ય માણસ પણ હોય ::*
તમે કોઈ હોટેલમાં કે લારી પર મિત્રો સાથે ‘ચા’ પીતા કે કચોરી ખાતા દેખાઈ ગયા એટલે પત્યું. લે ડોક્ટર તમે અહીં આયા? તમે તો બધાને ના પડતા હોવ. ને તમે બહારનું ખાવ છો? 
.
*:: ડોક્ટર કવિતા વાંચે-સાંભળે-લખે ::*
વાહ ડોક્ટર, જબરા છુપા રૂસ્તમ છો તમે તો આશિકાના મિજાજ રાખો છો...
.
*:: ડોક્ટર બીમાર પડે ત્યારે ::*
સૌથી ખતરનાક તો ત્યારે બને જયારે તમે ડોક્ટર હોવ ને તમે પોતે બીમાર પડો એટલે પત્યું.. 
બીજા ડોક્ટરની સલાહ લો તે અને બીજા સગા- મિત્રો પણ એકવાર તો તમારી નસ ખેંચી જ લે કે ‘લે ડોક્ટર થઈને તમે તબિયતનું ધ્યાન નથી રાખતા?!!’
જાણે એ પોતે તો એની બાપ જિંદગીમાં કોઈ’દી બીમાર જ નહિ પડ્યો હોય એવી રીતે વર્તે.. 
.
*:: ડોક્ટર પોતાના ઘરના સામાન્ય કામ પણ ન કરી શકે?::*
ડોક્ટરને પણ પોતાનું ઘર - પરિવાર હોય છે. પોતાને ત્યાં વોશબેસિન કે ગેસની પાઈપ ફાટી ગઈ હોય કે ગ્રાઈન્ડર બગડી જાય અને બજારમાં લેવા- રિપેર કરાવવા જાય તો લોકો હાંસી ઉડાવે જો આવા માટે એનો સ્ટાફ ન મોકલી શકે? પોતાનું સ્કૂટર કે ગાડી બગડી ગઈ હોય અને ગેરેજમાં જાય તો પણ લોકો તબીબને હાસ્યાસ્પદ બનાવી તે ચીકણો માણસ છે, આવા કામ માટે જાતે આવે છે કોઈ ઉપર વિશ્વાસ નથી! એમ બોલતા હોય છે.
(ગ્રુપના તબીબ મિત્રોને સમર્પિત)

ટિપ્પણીઓ નથી: