મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2020

Senior citizen and facts of life

*Whatsapp માં આવેલા ઇંગલિશ આર્ટીકલનું ગુજરાતી કરેલ છે. આ સરસ લેખ, ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે જ નહીં, પરંતુ બધાં જ માટે છે.*

વૃદ્ધાવસ્થા એ એક વાસ્તવિકતા છે, જેને આપણે બધાંએ જ સ્વીકારવાની અને એ માટે તૈયાર થવાની જરૂર છે.

*'The Sky Gets Dark, Slowly'* નામની Zhou Daxin લિખિત નવલકથા માં વૃદ્ધાવસ્થાની સંવેદનશીલ વાતો અને વૃદ્ધોના જટિલ, ભાવનાત્મક જગત નું વર્ણન છે.

તેમાં તે લખે છે કે, “ઘણાં વૃધ્ધોને લાગે છે કે તેઓ બધું જ જાણે છે, પરંતુ વૃદ્ધાવસ્થા વિષે તેઓ હકીકતમાં બાળકો જેટલાં જ અજ્ઞાની છે.

ઘણાં વૃદ્ધો હકીકતમાં, જ્યારે વૃદ્ધ થવાની વાત આવે ત્યારે તેઓની આગળ જે પરિસ્થિતિ આવે તેના માટે બિલકુલ જ તૈયાર નથી હોતા.

તમારી 60 વર્ષની વય પછી, અને મૃત્યુની ઘડી આવે ત્યાં સુધી,
કેટલીક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેથી તમે જે આવવાનું છે તેના માટે તૈયાર રહો અને તમે ગભરાવ નહીં.

૧.
તમારી આજુ- બાજુના લોકો ઘટવાનું ચાલુ થશે. તમારા માતા-પિતા અને દાદા-દાદીની પેઢીના લોકો મોટા ભાગે ઘટી રહ્યાં હશે, જ્યારે તમારા ઘણાં હમઉમ્ર માટે પોતાને સંભાળવાનું વધુને વધુ મુશ્કેલ બનશે, અને
યુવા પેઢીના બધાં લોકો તેમના પોતાના જીવનમાં વ્યસ્ત રહેશે.

તમારી પત્ની અથવા પતિ પણ તમારા ધાર્યા કરતાં વહેલાં મૃત્યુ પામી શકે છે, અને પછી જે થશે તે ખાલીપણું હશે .

તમારે એકલાં કેવી રીતે રહેવું અને એકાંતનો આનંદ કેમ માણવો તે શીખવું પડશે.

૨.
સમાજનું તમારા તરફનું ધ્યાન ઘટતું જશે. તમારી અગાઉની કારકીર્દી ગમે તેટલી ગૌરવપૂર્ણ હતી અથવા તમે કેટલા પ્રખ્યાત હતા તે મહત્વનું નહિ રહે,

ઉંમર તમને હંમેશાં વૃદ્ધ કે વૃદ્ધા માં પરિવર્તિત કરશે.

સ્પોટલાઇટ હવે તમારા પર ચમકશે નહીં અને તમારે
એક ખૂણામાં શાંતિથી રહેવાનું શીખવું પડશે,

તમારા માટેના બીજાના મંતવ્યોને સ્વીકારી લેવા જોઈશે અને તમારે
ઈર્ષ્યા અને બડબડવાની ઇચ્છાને દૂર કરવી જોઈશે.

૩.
આગળનો રસ્તો વિઘ્નોવાળો અને અનિશ્ચિન્તતાથી ભરેલો હશે. અસ્થિભંગ, હૃદયને લગતાં રોગ, મગજની કૃશતા, ઘૂંટણનો ઘસારો, કેન્સર વિગેરે સંભવિત બીમારી છે, જે તમને કોઈ પણ સમયે આવી શકે છે, અને તમે તેને રોકી શકશો નહીં.

તમારે માંદગી અને બિમારીઓ સાથે જીવવું પડશે, તેમને સાથી તરીકે જોવા પડશે.

તમારા શરીરમાં કોઈ તકલીફ વગરના સ્થિર, શાંત દિવસો આવે એવી કલ્પના પણ કરશો નહિ.

સકારાત્મક માનસિકતા જાળવી રાખી અને યોગ્ય, પર્યાપ્ત કસરત કરવી એ ખુબ જ જરૂરી છે, અને આ નિયમિત ચાલુ રહે તે માટે ખુબ જ મનોબળની પણ જરૂર પડશે.

૪.
પથારી વશ જીવન એટલે બાળપણમાં પરત થવા જેવું જીવન આવી શકે છે. માતાએ આ જન્મ આપી અને પથારી પર સુવાડ્યા , અને હવે અનેક વળાંકવાળી સફર અને સંઘર્ષમય જીવન પછી, તમે તમારી પ્રારંભિક સ્થિતિ એટલે કે
-પથારી - અને અન્ય લોકો દ્વારા સંભાળ રાખવાની સ્થિતિમાં પાછાં ફરો છો.

ફરક માત્ર એટલો જ છે કે, ત્યારે આપણી માતાએ આપણી સંભાળ રાખી હતી,
જ્યારે હવે રવાના થવાની તૈયારી કરીશું, ત્યારે આપણી સંભાળ રાખવાવાળા સગા હાજર ન પણ હોય.

કદાચ આપના સગા હોય, પણ તેમની સંભાળ તમારી માતાની નજીક ક્યારેય નહીં આવે.

બની શકે કે નર્સિંગ સ્ટાફ તમારી સંભાળ લે;
જે ભાગ્યે જ તમારી સાથે લાગણીથી જોડાયેલા હશે.

શાંતિથી પડ્યા રહેજો અને એમનું કામ મુશ્કેલ ન કરશો.

એમનો આભાર માનવાનું ભૂલશો નહિ.

૫.
દુનિયામાં ઘણાં બધાં ધુતારા છે તે બધાં જાણે છે કે વૃદ્ધો પાસે ઘણી બધી બચત હોય છે, અને તેઓ તમારી સાથે છેતરપિંડી કરવાની રીત જાણતાં હશે: આ માટે તેઓ ફોન કોલ્સ, ટેક્સ્ટ સંદેશાઓ, મેઇલ, ફૂડ અને પ્રોડક્ટ ના નમૂનાઓ, દીર્ધાયુષ્ય માટે ના કીમિયા દ્વારા તમારા પૈસા પડાવવા કોશિશ કરશે.

સાવચેત રહો,

તમારા પૈસા તમારી પાસે રાખો.

તમારા પૈસા સમજદારીપૂર્વક ખર્ચ કરો.

અંધારું થાય તે પહેલાં, જીવનની અંતિમ યાત્રા ધીરે ધીરે ડીમ થતી જશે;

સ્વાભાવિક રીતે, તમે જે માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યાં છો તે મુશ્કેલ બનશે, અને આગળ વધવું વધુ મુશ્કેલ રહેશે.

60 વર્ષના થયા પછી, જીવન જે છે તેને વળગી રહેવું,

આપણે જે કરી શકીએ તેમાં જીવનનો આનંદ માણવો,

અને સમાજની મુશ્કેલીઓ અથવા તમારા બાળકો અને પૌત્ર-પૌત્રોની બાબતો પોતાના માથે ન લેવી.

નમ્ર રહો, તમારી પોતાની વયને લીધે ચડિયાતા હોવાની કોશિશ ન કરો -

આ બધું તમને અને બીજાને નુકસાન જ કરશે.
જેમ જેમ આપણે વૃદ્ધ થતાં જઈએ છીએ, તેમ આપણે સમજવું જોઈએ કે આદર શું છે અને તેનું શું મહત્વ છે.

તમારા જીવનના આ પછીના દિવસોમાં,
તમારે બધી લાગણીઓના બંધનોને છોડી દેવા અને માનસિક રૂપે તમારી જાતને તૈયાર કરવી પડશે .

આપણાં બધાંને લાગુ પડતું એક ખૂબ સુંદર, લખાણ મમળાવીએ !

હમણાં જ દિવસ શરૂ થયો અને સાંજના છ વાગી ગયા!

હમણાં જ સોમવાર ગયો અને શુક્રવાર આવી ગયો!

....અને મહિનો લગભગ પૂરો થઈ ગયો....

અને વર્ષ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે.

અને પહેલાંથી જ આપણાં જીવનના 50 અથવા 60 અથવા 70 વર્ષ પસાર થઈ ગયા છે.

... અને જાણ્યું કે -

આપણે માતાપિતા, અને મિત્રો ગુમાવ્યા છે,

અને આપણને ખ્યાલ આવે છે કે પાછા જવા માટે ખૂબ મોડું થયું છે!

તો ચાલો, આપણે જે સમય બચ્યો છે, તેનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીએ.

ચાલો,‌ આપણે ગમતી પ્રવૃત્તિઓ શોધવાનું બંધ ન કરીએ.

ચાલો, આપણાં જીવનમાં રંગ ભરીએ.

ચાલો, જીવનની નાની નાની વસ્તુઓ પર સ્મિત કરીએ, જે આપણાં હૃદયને શાતા આપે છે.

ખુબ મોડું થઇ ગયું છે છતાં,

આપણે બાકી રહેલો સમય સારી રીતે માણવો જ જોઈએ.

ચાલો "પછી" ને દૂર કરવાનો પ્રયાસ કરીએ.

હું તે પછી કરીશ ...

હું પછી કહીશ ...

હું તે પછી તેના વિશે વિચાર કરીશ ...

આપણે 'પછી' માટે બધું છોડીએ છીએ, જાણે "પછી" આપણું જ રહેવાનું હોય.

કારણ કે આપણે સમજી શકતાં નથી કે:

પછી, કોફી ઠંડી થઇ જશે...

પછી, પ્રાયોરિટી બદલાઈ જશે ...

પછી, એનો મોહ નહિ રહે ...

પછી, આરોગ્ય કથળશે ...

પછી, બાળકો મોટા થશે ...

પછી, માતાપિતા વૃદ્ધ થાય છે ...

પછી, વચનો ભૂલી જવાય છે ...

પછી, દિવસ રાત થઇ જાય છે ...

પછી, જીવન સમાપ્ત થઈ જાય છે ...

અને તે પછી,
લાગે છે કે,

ઘણું મોડું થઇ ગયું ....

તેથી ...
'પછી' માટે કાંઈ છોડશો નહીં ...

કારણ કે,
હંમેશા પછીની પ્રતીક્ષામાં,
આપણે શ્રેષ્ઠ ક્ષણો ગુમાવી દઈએ છીએ,

શ્રેષ્ઠ અનુભવો,
ગાઢ મિત્રો,
શ્રેષ્ઠ કુટુંબ ...

જે દિવસ છે તે આજે જ છે.

જે ક્ષણ છે તે આ જ ક્ષણ છે.

*હવે તે ઉંમર નથી કે જે આપણે તરત કરવાનું છે, તે આવતી કાલ સુધી મુલતવી રાખીએ.*

👍 *મને આટીૅકલ 😃 ખુબ ગમ્યો મને મારા મિત્રો માટે અનુવાદ કરવાનો વિચાર કર્યો કદાચ તેમાં ભુલ હોય તો માફ કરજો... પણ આપણે વિચાર 😁કરવા જેવો છે...*
               🙏

ટિપ્પણીઓ નથી: