મંગળવાર, 12 જુલાઈ, 2022
Life after marriage
તાજેતરમાં લગ્ન વિષયક સમસ્યાઓમાં ઉપરા ઉપરી બે ત્રણ કોર્ટ કેસ ખુબ દુઃખદ આવ્યાં.એમાં Main પ્રોબ્લેમ એ છે કે લગભગ *25 થી 27 વર્ષની ઉંમરે પરણીને આવેલી દીકરીને* ખીચડી થી માંડી ને કંઈ જ બનાવતા કે *કામ કરતાં આવડતું નથી અથવા તે જૂઠું બોલે છે કે તેની દાનત નથી.* એમાંથી જે હોય તે પણ સાસરિયાં માટે સમસ્યા સરખી જ રહે છે.દીકરી ડોકટર, એન્જિનિયર કે જે હોય તે પણ પેટ તો દરેક ને હોય જ છે.અને *રસોયણ, ઝોમેટો, sweegy કે ટિફિનમાં આખી જિંદગી જીવી ન જ શકાય.* સાસરિયા પણ વહુ લાવતા હોય તો તેમની કઈક તો અપેક્ષા હોય જ.અને 27 વર્ષની ઉંમરે તેઓ પાઠશાળાનાં અણઘડ બાળકને તો ન જ લાવતા હોય અને દરેક માણસ દરેક કામ શીખીને જન્મ્યું નથી હોતું પણ શીખવાની અને શીખવાડવાની પણ એક ઉંમર હોય, અને ઘણા કેસમાં તો શીખવાડી શકે તેવું કોઈ સાસરામાં ન પણ હોય.એની પણ વ્યવસ્થા થાય, *પણ શીખવાની કે કરવાની દાનત અને તૈયારી તો અનિવાર્ય જ છે ને??*પણ આ તો પિયરમાં કંઈ હોય કે ન હોય પણ સાસરે આવે એટલે 100% ટીવી સિરિયલોની વહુઓની જ રહેણી કરણીની હવામાં જ હોય છે.રસોયા, નોકર, નોકર થી થોડો અપગ્રેડ પતિ, પાર્લર, પિક્ચર, પિકનિક, ટૂર, બહુ તો નોકરી કે પછી અભ્યાસનું બહાનું ! અને એ કંઈ પૂરું ન થાય કે વાંધો વિરોધ થાય તો કોર્ટ ની ધમકી.....આ પરિસ્થતિમાં હવે દીકરાઓને પરણાવવાની પણ ખુબ જ બીક લાગે છે અને *દીકરીનો કે પોતાનો વાંક કબુલવાને બદલે દીકરીઓના પિયરીયાની દાદાગીરી અને દખલગીરી એટલી વધી ગઈ છે કે તેણે સામાજિક વ્યવસ્થાનો સત્યા નાશ કર્યો છે.....* પોતાની 27 વર્ષની દીકરી સાવ અણઘડ અને વેતા વગરની છે તેમાં પોતાની જ જવાબદારી છે તેવી કોઈ શરમ કે ગુન્હાહિત કબૂલાત, કે હજી તેને કંઈ જ શીખવવાને બદલે *સાસરામાં કંઈ કહેવા કે શીખવવાનો પ્રયત્ન કરવામા આવે તો તેને સાસુ કે નણંદ નું ભાઈ ભાભીના જીવનમાં ઇન્ટર ફિયરન્સ* થતું હોવાનો વાહિયાત અને મૂર્ખ હોબાળો કરવામાં આવે છે...જેને દેશી ભાષામાં *લાજવાને બદલે ગાજવું* કહેવાય. દરેક રજાઓ કે વેકેશનમાં આ છોકરી ઓને અને તેના માં બાપને હીલ સ્ટેશન જવા જોઇશે, પછી ભલે બાળક ન હોય કે ભણતું ન હોય અને તેને વેકેશન સાથે કોઈ લેવાદેવા ન હોય, પતિ પ્રાઇવેટમાં નોકરી વ્યવસાય કરતા હોય, રજા, પૈસા વગેરે mannage થાય તેમ ન હોય, ઘરમાં વૃધ્ધો હોય તે નો પ્રોબ્લેમ થાય તેમ હોય, અમુક થી નાના બાળકને લઈ ફરવું આ વાતાવરણમાં સલાહ ભર્યું ન હોય, પણ જવું એટલે જવું. *અને માં બાપ પણ સાચી સલાહ આપવાને બદલે ઉત્તેજન આપે* અને પોતાની સાથે એકલી પરણેલી દીકરીને પણ ટૂરમાં લઇ જવાની બેહૂદી વાત કરે. અને દીકરાની વહુ માટે આનાથી તદ્દન વિપરીત અપેક્ષા અને વર્તન હોય.*આ બધી લાગણીઓના અતિરેક લગ્ન જીવનની ઘોર ખોદી નાખી છે.* અને તેમાં કાયદાઓ અને કોર્ટોએ મીઠું ભભરાવવાનું કામ કર્યુ છે. આવા dispute માં 70% થી વધુ વાંક સ્ત્રીઓ અને એનાં પિયરીયાનો છે અને તેમાં છેલ્લા દાયકામાં તો પરિસ્થિતિ ખુબ જ વકરી ગયેલ છે.*મોટા ભાગના ઘર કુટુંબોમાં હવે વહુઓને સારી જ રીતે રાખવામાં આવે છે પરંતુ તેનો ગેરલાભ ઉઠાવવા માં આવે છે.* હવે, ખાસ કરીને, વાનગી ક્લાસ ચલાવતી બહેનોએ ચાઈનીસ, પંજાબી ને બદલે ખીચડી, રોટલી, દાળ-ભાત, શાક ના ક્લાસ ચલાવવાની જરૂર છે જે ઘરમાં શીખવવામાં આવતું નથી.અને કોર્ટો એ આ બધી જ બાબતો લક્ષ્યમાં લેવાની જરૂર છે. *પ્રી વેડિંગ શૂટિંગ થી દસમા ભાગનું ધ્યાન પણ પ્રિ વેડિંગ ટ્રેનીંગ કે કુકિંગ માં આપવામાં આવે તો ઘણા ઘર ભાંગતા બચી જાય.* અપવાદ રૂપ કેસમાં ખરેખર દુઃખ ત્રાસ આપતા હશે પણ *90% કેસમાં હવે ત્રાસ આપનારા બદલાઈ ગયાં છે.* અને આવી માથે ચડાવેલી અણઘડ દીકરીઓ પછી પિયરમાં ભાઈ ભાભી માટે પ્રોબ્લેમ ઊભા કરે છે અને *માં બાપની હયાતી પછી સમાજ માટે પણ પ્રોબ્લેમ રૂપ બને છે.* *કોર્ટ* માત્ર ભરણ પોષણ, restitution, separetion કે ડિવોર્સ અપાવી શકે છે, તે *ઘર, કુટુંબ, પતિ, બાળક, સલામતી, હોદ્દો કે અનુશાસન અને રાંધણ કળા અપાવી શકતી નથી* , એ તો શીખશો તો જ પામશો.*સારૂ લાગે તો સામાજીક સુધાર માટે વધુ લોકો સુધી આગળ આ સંદેશ પહોંચાડવા સહભાગી બનશો!!!*નોંધ: દિકરીઓ નાં વાલીઓ એ આમાંથી બોધપાઠ લઈને, સામાજિક સ્તર માં સુધારો લાવવાની દિશામાં જરૂરી પગલાં ભરવા વિનંતી છે જે તેમનાં સંતાનો નાં અને સમાજના હિત માટે આવશ્યક છે.. 🙏🙏
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો