ગુરુવાર, 14 જુલાઈ, 2022

Krishna

પૂછ્યું કૃષ્ણ એ મનેમંદ મુસ્કાન સાથે,બોલને શું વાત છે.આજે કેમ ઉદાસ છે ?મે કહ્યુ મારા જીવન માં સંઘર્ષ કેમ.?ઉદ્દેશ્ય શું મારા જીવન નો.?મારી સામે જોઈહસી પડ્યા મુરલીધરબોલ્યા.જાણે છે તું ?હું જન્મ્યો એ પહેલા જમને મૃત્યુ આપવા તૈયાર હતામારા જ મામા.હું જન્મ્યો જેલ માંજીવન આખું સંઘર્ષ માંદરેક ડગલે પડકારજન્મતા જ મા થીથયો અલગ.બાર વર્ષે ગોકુળ થી અલગજેણે પ્રેમ આપ્યોએ મા .. યશોદા.જેને પ્રેમ આપ્યોએ રાધા ...ગોપી ઓ અને ગોવાળોને પણ છોડ્યા.મથુરા છોડ્યું અનેદ્વારકા પણ વસાવ્યું.જીવન માં આટલો સંઘર્ષતો પણ કોઈનેયજન્મકુંડળી નથી બતાવી.ના કોઈ ઉપવાસ કર્યાના ખુલ્લા પગેચાલવાની બાધા યે માનીના ઘરની બહારલીંબુ મરચા બાંધ્યા.મેં તો યજ્ઞ કર્યોફક્ત અને ફક્ત કર્મ નો.યુદ્ધના મેદાનમાં જયારે અર્જુનેધનુષ્ય બાણ નીચે નાંખ્યા.ના અર્જુનના જન્માક્ષર જોયા,ના કોઈ મુહૂર્ત જોયું,ના તો કોઈ દોરોકે તાવીજ આપ્યા.બસ એને એટલું જ કહ્યું.આ તારું યુદ્ધ છેતારે જ કરવાનું છે.હું માત્ર તારો સારથીકર્મ માત્ર તું કરમાર્ગ હું બતાવીશ.મારુ સુદર્શન ચક્ર ચલાવીસંહાર કરી શકત આખીકૌરવ સેનાનો.પણતારું ધનુષ્ય તું ઉપાડ.તારા તીર તું ચલાવ.હું આવી ને ઉભો રહીશકોઈ ને કોઈ સ્વરૂપમાંતારા પડખે તારી સાથેતારો સારથી બની ને.દુનિયાની તકલીફોમાં તું જાતે લડ.હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ.તુ સારા કર્મ કર.તારી તકલીફો ને હું હળવી કરીશ.બસ હું આવું ત્યારેઓળખજે મને તું.મારી ગીતા નો સંક્ષિપ્ત સાર.નથી જોઈતા તારા કોઈ ઉપવાસ,કોઈ માનતા કે નથી બાધા જોઈતી.માત્ર *શુદ્ધ કર્મ* કર. ખુલ્લાં *મનથી જીવન* ને આવકાર.પ્રત્યેક ક્ષણ ને *ભરપૂર માણ.**હું આવતો રહીશ,**બસ... ઓળખજે મને તું ...*જયશ્રી કૃષ્ણ 🌹🙏🌹.

ટિપ્પણીઓ નથી: