શનિવાર, 2 નવેમ્બર, 2019

Child education

દસમાંથી દસ નથી લાવતું
મારુ બાળક...
પહેલા-બીજા નંબરની
દોડમાં નથી જોડાયું
મારુ બાળક...
રમે છે, સપના જુએ છે,
જીદ કરે છે,
અને કહી નાખે છે વાતો..
ક્યારેક તો સમજદારીની
પણ...
અને હા,
તે વાંચે છે પણ એટલુ જ,
જેટલી જરૂર છે.
હુ નથી જતી જોવા
તેની ઉત્તરવહી,
એ માટે નહી કે
મને ફરિયાદ છે તેના માટે,
પણ કદાચ એ માટે.. કે..
ખૂબ જ દર્દનાક લાગે છે
શાળા મને..
અને કાંપી જાઉ છું
શાળાના દાદરા ઉતરતી
વખતે....

હાથમાં
કાગળના ટુકડા લઈને,
સાથે કોઈ બાળકને
ઢસેડતા-ગુનેગારની જેમ,
તેના માર્કસ પૂછતા
કોઈ મમ્મી-પપ્પાને,
કેટલા આવ્યા મેથ્સમાં..?
અને કેટલા સાયંસમાં..?
સાંભળી-સાંભળીને
લાગે છે...,
ત્રણ નંબર કપાઈ ગયા જે,
એ જ હતુ સર્વસ્વ...???🤔
મને નથી જોવો ગમતો
એ બાળકોના ક્લાસરૂમમાં
સ્મશાન જેવો સન્નાટો...
ઉત્તરવહીના ઢગલાં
પાછળ બેસેલી ટીચર,
ચિઢાતા માતા-પિતા,
પરસ્પર નાઈન અને નાઈન
એન્ડ અ હાફ જેવી
ગળાકાપ સ્પર્ધાની વાતો
કરતા પાગલ માતાપિતા,

બાળપણની પરિભાષા
મોઢા પર ઉકેરતા,
માસૂમ ચેહરા પર
ટપકતા આંસુઓ...,
સોરી મમ્મી, સોરી મમ્મી..
હવે પછી.. હવે પછી...
કહીને ધ્રૂજતા બાળકો,
મને નથી જોવી ગમતી
એ નિર્જીવ કોપીઓ,
કોપીમાં આંખો ઘૂસાડીને
નંબર ગણતા માતા-પિતા,

મને તો ગમે છે જોવું
બસ..
ચકલીઓ પાછળ દોડતું
બાળપણ...
દીવાલ પર  વાંકીચૂંકી
લાઈન ખેંચીને
પોતાનુ મન ઉકેરતું
બાળપણ...

ગલીઓમાં કૂતરાના
નાના-નાના બચ્ચા પર
ન્યોછાવર થઈ જતું
બાળપણ..
માળામાં નાના બચ્ચાનાં
મોઢામાં દાણો નાખતી
ચકલી પાસેથી,
પ્રેમ શીખતું બાળપણ....

ટિપ્પણીઓ નથી: