મારા દર્દી તથા સગાવ્હાલાઓને ખાસ વિનંતી:
1]. બતાવવા આવો ત્યારે જુના રિપોર્ટ્સ કે ફાઈલ અને જે દવા લેતા હો તે સાથે અચૂક લાવવી.
2]. બીજા ડોક્ટરની દવા લીધી હોય તો તે ડોક્ટર વિષે સારું કે ખરાબ બોલવું નહીં કે તેના માટે ઓપિનિયન આપવો નહીં.
3].હોસ્પિટલમાં આવો ત્યારે તમારા આવવાનું પ્રયોજન જણાવી તમને ડોક્ટર કેબિનમાં ન બોલાવે ત્યાં સુધી શાંતી થી વેઇટિંગ રૂમમાં બેસવું
4]. ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમમાં જતા પહેલા મોબાઈલ બંધ કરવો કે સાઇલન્ટ મોડમાં રાખવો. ડોક્ટરની સામે બેસી બીજાનો કોલ એટેન્ડ કરવો એ ડોક્ટરનું અપમાન છે
5]. તમોને લખી આપેલ દવા બને તો આજુબાજુના મેડીકલમાંથી લઈને ડોક્ટરને બતાવીને પછી જ ચાલુ કરવી. મેડીકલમાં બેઠલ દરેક વ્યક્તિ ક્વોલિફાઈડ નથી હોતી અને ઘણીવાર ભળતી દવા લેવાથી નુકસાન થઈ શકે છે.
6].ડોક્ટરનો મોબાઈલ નંબર ઇમરજન્સી માટે હોય છે એટલે નાની બાબતમાં ડોક્ટરને ફોન ન કરવો. જરૂર પડે તો હોસ્પિટલના લેન્ડ લાઈન નંબર ઉપર વાત કરી સ્ટાફ પાસેથી સામાન્ય માહિતી મેળવી લેવી.
7]. તમોને દવાથી ફાયદો ન થાય કે કોઈ નવી તકલીફ થાય તો દવા સાથે ડોક્ટરને મળવું. દરેકને બધા જ પ્રકારની દવા માફક આવે એ જરૂરી નથી. બધા દવાથી તો 100 ટક્કા સજા થઈ જ જાય તે પણ શક્ય નથી.ડોક્ટર પાસે સાચા નિદાન અને પ્રમાણિક સલાહનો આગ્રહ રાખો. સારવાર બાદનું રિઝલ્ટ ઘણા બધા ફેકટરને આધારિત હોય છે.
8]. અગાઉ મેં તમારી જિંદગી બચાવી હશે તો તેમાં તમારાને મારા બન્નેના નસીબ જોર કરતા હશે કે પ્રભુની કૃપા હશે. મારુ કામ તમારા દર્દનું નિદાન કરી સારવાર કરવાનું છે, રિઝલ્ટ હમેશા આપણી ફેવરમાં આવે એ હમેશ શક્ય ન પણ બને. ભગવાન cure કરે છે, હું સારવાર કરું છું.
9]. મારી સારવાર કે દવાથી ફાયદો ન થાય તો અન્ય તબીબની અચૂક સલાહ લેવી. ઘણીવાર બીજાનો અભિપ્રાય લેવાથી ફાયદો પણ થાય.
10]. સોશ્યલ ફન્કશન કે પાર્ટીમાં મળવાનું થાય ત્યારે ફન્કશન ને લગતી કે અન્ય જનરલ વાતો કરવી. દરેક જગ્યાએ ડોક્ટર ભેગો થાય એટલે તમારી તકલીફનું ડિસ્કશન કરવું નહીં. સારવાર અને રોગ વિશેની માહિતી ડોક્ટરને મળો ત્યારે બરાબર જાણી લેવી.
11]. ડોક્ટરને કન્સલ્ટ કરવા આવો ત્યારે તમારી તકલીફને મુદ્દાસર લખીને લાવવી.
12]. દરેક વ્યક્તિને તાસીર અલગ અલગ હોય છે અને એક સરખી દવા થી દરેક દરદી જુદી જુદી રીતે રિએક્ટ કરે છે. માટે નેટ ઉપર વાંચેલી માહિતી તમોને 100 ટક્કા ફિટ થાય એ જરૂરી નથી. Remember one size cannot fit to all.
13). કોઈ વ્યક્તિ સર્વ ગુણ સંપન નથી હોતી. દર્દી છે તો ડોક્ટર છે. શ્રદ્ધા કે વિશ્વાસ રોગને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. માટે ટ્રસ્ટ યોર ડોક્ટર. Nobody is perfect in the world and Doctor is not exception. There may be error of judgment.
14]. દવાનું રીએકશન ગમે તેને આવી શકે. તમોને કોઈ દવાનું રીએકશન આવતું હોય તેની જાણ ડોક્ટરને કરવી ખુબ જ જરૂરી છે. દુનિયાનો કોઈ ડોક્ટર તમોને નુકસાન કરવા માટે સારવાર કરતો નથી. તમોને થતું નુકસાન તમારી તાસીર અને દવા સામે થયેલ એડવરઝ કે સાઈડ ઈફેક્ટના કારણે થયું હોય. આપણા શરીરમાં રહેલ પ્રોબ્લેમ અને એનું સહેલાઈથી સોલ્યુસન કેમ નીકળે તેવું વિચારવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો