.
ll *સંસ્કારી યુવાનો અને યુવતીઓએ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી :-*
*( પણ જે લોકોમાં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે ) :-*
⁉
આજનો યુવાન બુઢ્ઢો છે .
બુદ્ધિનો બુઠ્ઠો છે ..
*માનવામાં નથી આવતું :?*
સવારે મોડું ઉઠવાનું..!
ઉઠતા વેંત જ હાથમા માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની ...
ન દાંત સાફ કરવા ..
ન નહાવા જવું ..
ન માતા પિતા સાથે વાત કરવી ..
અને આખો સમય મનમાં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ ...
પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે .
તું તો નથી જ ...
તું તો ડોબો જ છે .
નથી તને દેશ- દુનિયાની ખબર ,
કે નથી પારિવારીક સમ્બંધોની ખબર ,
તું શાનો સ્માર્ટ છે બકા ?
*અલ્યા મૂરખા ,*
કાનમાં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને તું માત્ર કાનથી નહિ ,
દિમાગથી પણ તું બેરો થઇ ગયો છે ...
અલ્યા આખો દાડો મોબાઈલમાં ડાચું નાખી શું જોયા કરે છે .
તારા મા બાપ સામે તો જો કોઈ વાર!
બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવામાં ખર્ચી નાખી ...
*અલ્યા ડફોળ ,*
તારો બાપ જાત ઘસતો અને તને હસતો જોઈ રાજી થતો ..
તારી મા:! જેણે જુવાનીમાં કદીયે કોઈ મોજ શોખ નથી કર્યા ,
કારણ એને તારા માટે રમકડા ખરીદવા હતા ...
*લાટ સાહેબ ,*
21×3=63 થાય તે કહેવા તારે મોબાઈલનું કેલ્ક્યુલેટર વાપરવું પડે છે ...
તું જેને પછાત સમજે છે ,
તે તારા મા બાપ સમય આવ્યે મોબાઈલ અને કોમ્પ્યુટર શીખવા પડે તો એ પણ શીખી લેશે ...
*ઘેલસાંગરા,*
કસ્તુરબાને તું ગાંધીજીના બા સમજે છે અને ઈન્દીરા ગાંધીને ગાંધીજીના દીકરી છતાંય તને કોઈ વડીલ સલાહ આપે તો તારી કમાન છટકે છે ...
*પણ બકા ,*
મેથી અને કોથમીર કોને કહેવાય:?
એ તું સાત વાર શાક લેવા જાય તો પણ શીખી નહિ શકે ..
*મકોડી પહેલવાન ,*
બે માઈલ ચાલવામાં તને આળસ આવતું હતું અને પોકમોન ગો રમવામાં આખું ગામ મોબાઈલમાં મોં ઘાલીને ઘુમ્યે જાય છે ...
*અક્કલના બારદાન ,*
માતૃભાષામાં "ઘ" અને "ધ" લખવાનો તફાવત તને ખબર નથી ..
"ઘર ને બદલે "ધર"
અને
"ધજા" ને બદલે "ઘજા" લખે છે ,
અને માં-બાપને અંગ્રેજી આવડતું નથી તેની ફરિયાદ કરે છે ...
*અલ્યા ગુગલીયા ,*
"પાટલા સાસુ" કોને કહેવાય તેવું ગૂગલને પૂછવા કરતા કોઈ વડીલને પૂછ બધા સબંધ વાચક નામ તને તુરંતમાં સમજાવશે ...
*તારા મા બાપનો ફોન ભલે સ્માર્ટ નહિ હોય ,*
*પણ માબાપ પોતે ખૂબજ સ્માર્ટ છે ..*
*અને તારો ફોન સ્માર્ટ છે ,*
*પણ તું સ્માર્ટ નથી ...*
*એટલે બકા ,*
તોફાન કરવા રે’વા દે; અને છાનો માનો મા બાપ કહે એમ કર ...
*વાતવાતમાં માબાપને ઉતારી પાડવાથી તું ઉંચો નહિ આવે ભઈલા ...*
ઘરમાં જે સગવડો મળે છે એના માટે મા બાપનો આભાર માન ..
કારણ કે તને તારી લાયકાતથી વધારે તેઓ સુખ આપે છે ...
*અલ્યા ડફોળ ,*
જરા સ્માર્ટ ફોન માંથી ડાચું બહાર કાઢ ,
અને જો તારા મા બાપ દિવસ રાત તારા માટે કેટલું લોહીનું પાણી કરે છે ..
તને જનમ આપ્યાની સજા પળે પળે તું એમને આપે છે ...
*બકા ,*
કોઈ પણ મા બાપને કારમી સજા કરવી હોય તો ,
એક જ રીત છે મા બાપની ઈચ્છા વિરુદ્ધ જવુ ...
*ભઈલા ,*
મા બાપ તને સુખી જોવા કદાચ તારી મુર્ખ વાતોને પણ માની જશે ,
પણ એની આંતરડી અંદરથી બળતી રહે ...
*'જન્મદાતા' , 'અન્નદાતા' , 'જીવનદાતા' ને દુભાવનાર કોઈ દિ ઠરતો નથી ...*
*બકા જા ,*
અને તારા સ્માર્ટ ફોનને બાજુમાં મૂકી થોડો વખત મા બાપ સાથે વાતો કર...
કારણ કે કાલ કોણે જોઈ છે ?? ll
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો