મંગળવાર, 13 નવેમ્બર, 2018

Diwali Tour - Funny side

લાભપાંચમ પછીનો ઠેર ઠેર હોટ ટોપીક....

લાભપાંચમ પછી સોસાયટી/એપાર્ટમેન્ટ/શેરી/ફળિયાની વાતચીતના કેટલાક અંશો.

• બોસ એક્સેલન્ટ શું વેઘર હતું સિમલા કુલુ મનાલીમાં અમે તો નક્કી કરી દીધું છે કશે મેળ નહી ખાય તો સિમલા જઇને પડી રહેવાનું.
• ભાભી અમે કેટલું કહેલું તમને પણ તમે લોકો તૈયાર નહી થયા બાકી મુન્નાર એટલે મુન્નાર. ખરેખર કેરાલા ઇઝ આઉટસ્ટેન્ડીંગ.
• કોઇ દિવસ આવી ટુરોમાં ના જવાય. હું તો તમારા ભાઇને પહેલેથી જ કહેતી હતી મારુ માને તો ને. સવારથી બસ દોડાવે જ રાખે. જરા પણ આરામ નહી કરવા દે.
• હેવ યુ સીન મોરીશીયસ? વાવ વોટ અ લવલી પલેઝન્ટ પ્લેસ.
• યુએસ અને યુરોપ તો અમે ત્રણ વર્ષ પહેલા જ પતાવી દીધેલું. આ વખતે અમે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ પતાવ્યું.
• પેલા ૩૦૩ નંબરવાળા રાજેશભાઇ તો વાત એવી કરે જાણે એ લોકો શ્રીલંકાનો એક એક ખૂણો જોઇ આવ્યા હોય. આમ પણ એને હોંશિયારી મારવા બહુ જોઇએ.
• કોઇ એજન્ટ બેજન્ટ નહી. અમારા ટીકુએ આખી અમારી ટૂરનું બુકીંગ જાતે જ ઇન્ટરનેટ પરથી કરેલું. હજુ તો 11th માં છે પણ એને આવો બધો બહુ શોખ.
• યાર પેલી આપણી કીટીવાળી મીસીસ બજાજ અરે યાર તમે બહાર ફરવા નીકળ્યા છો કે ફોટા પડાવવા. બસ ૧૦-૧૦ મિનિટે વાંકાચૂકા મોઢા કરીને સેલ્ફી પાડશે અને એફબી/વોટ્સપ પર પોસ્ટ કરે રાખે. આખુ ફેમીલી એવું જ છે.
• તમારે નોર્થ ઇન્ડિયામાં કશે પણ જવુ હોય ને બોસ આપણને કહેજો. કોઇ ટુર બુરવાળાને પકડવાના નહી. શંકર કરીને દિલ્હીનો ટેકસીવાળો છે. આપણો ખાસ થઇ ગયો છે. તમને બધુ ગોઠવી આપશે. તમે બોસ આપણને યાદ કરશો. અડધા ખરચામાં કામ પતશે.
• પેલી કેતકી તો ખરી છે યાર. એમાં શું થયું કે બધા જેન્ટસ બેંગકોકમાં મસાજ કરાવવા ગયા. એમાં એના હસબન્ડ જોડે જે ઝગડો કર્યો છે. માય ગોડ આખી ટ્રીપમાં ઝગડા જ ઝગડા.
• તેલમાં ગયું બહાર ફરવાનું. કહેવાય રીલેક્ષ થવા ગયા હતા. પણ થાકીને લોટ થઇ જવાય. ઘરે આવીને પાછો આ ધોબીઘાટ કરવાનો.
• એ લોકો સાથે હવે બીજીવાર ન જવાય. આખી ગેંગ હાવ પીધલી. સાંજના સાત વાગ્યા નથી અને બોટલ ખોલીને બેસી જાય. બૈરા છોકરાઓએ ખાધું કે નહી કંઇ પડી નહી મળે.
• અરે યાર પેલી લીનાનો હસબન્ડ! માય ગોડ ટુ મચ કંજૂસ. તમે યાર બહાર નીકળ્યા પછી રુપિયા ગણ ગણ કરો. લીનાને અને છોકરાઓને કંઇ પણ જોઈતું હોય તો કંઇ બોલે જ નહી.
• બોલો આખી અમારી ટુરમાં અમે એન્જોય નથી કર્યું એટલું અમારા ત્રણ વર્ષના ચીન્ટુએ એન્જોય કર્યું છે. બોલો આટલા અમથાને પણ બધી ખબર પડે.
• આ સતીષકુમારના એક પણ કામના ઠેકાણા નહી. આખી ટુરનું એણે માથે લીધેલું ખબર નહી સસ્તામાં ને સસ્તામાં કેવો ટુરવાળો શોધેલો. ન હોટલના રહેવાના ઠેકાણા ન ખાવા પીવાના ઠેકાણા. મારે તો પછી પેલા ટુર મેનેજરવાળા જોડે જામી જ ગયેલી. આપણો તો સ્વભાવ તમને ખબર છે.
• અમે તો હવે નક્કી કર્યું છે કોઇ આવે કે નહી આવે દર દિવાળી વેકેશનમાં ઇન્ડિયાની ટુર અને સમર વેકેશનમાં ફોરેન ટુર. કમાઈએ છે કોના માટે હેં!!!!

ટિપ્પણીઓ નથી: