મંગળવાર, 16 ઑક્ટોબર, 2018

Navratri, real significance

Real Significance of Navratri
નવરાત્રિ એ કોઈ નવ માતાજીનાં રૂપ નથી પણ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે.

1. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર

2. બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા

3. ચંદ્રઘટા = ચંદ્રકળાની જેમ માસિક ધર્મ પાળતી યુવતી

4. કુષ્માંડા = કુષ્માંડ (ગર્ભ) ધારણ કરતી ગર્ભવતી

5. સ્કંદમાતા = સ્કંદ (કાર્તિકેયનું એક નામ, ઠેકડો મારનાર) ની મા સ્વરૂપે માતૃત્વ નિભાવનાર

6. કાત્યાયની = સદા પરિવાર માટે કાંઈક ને કંઈક ઇચ્છતી રહેનાર ગૃહિણી (કાતિ એટલે ઇચ્છુક, આયની એટલે રહેનાર...)

7. કાલરાત્રિ = કાળનો માર ખાઈને જીવનની રાત્રી સમાન વૃદ્ધાવસ્થામાં જીવતી સ્ત્રી

8. મહાગૌરી = મરણપથારીએ શ્વેત કફન ઓઢી પરમધામમાં સદ્દગતિની પ્રાપ્ત થયેલી ગૌરી

9. સિદ્ધિ દાત્રી = મોક્ષ/ મુક્તિ / સિદ્ધિને પ્રાપ્ત કરી ચૂકેલી સૌનું કલ્યાણ કરનારી પરમાત્મા

આથી તમે નવરાત્રિમાં નવ માતાજીની પૂજા કરો કે ન કરો પણ સમાજમાં રહેલી દરેક સ્ત્રીને એક બહેન, એક દીકરી કે એક માતા સ્વરુપે માનીને એની તરફ આદર અને સત્કારની ભાવના કેળવો એ જ સાચા અર્થમાં નવદુર્ગાની ઉપાસના છે.

ટિપ્પણીઓ નથી: