તમારા ડોક્ટરને ઓળખો! (Dr v s c).
રીડર ડાયજેસ્ટની જુલાઈ 17ની ઈંગ્લીશ આવૃત્તિમાં ડો અભય શુક્લ અને ડો અરુણ ગદ્રે દ્વારા એક આર્ટીલક પબ્લિશડ થયેલ હતો. ડાયેજેસ્ટના અંકમાં પ્રકાશિત થયેલ " હાઉ ટુ રેક્ગનાઇઝ એ ટ્ર્સ્ટવર્ધી ડોક્ટર" માં ડો શુક્લ અને ગદ્રેએ પોતના અનુભવો અને દર્દીઓને પડતી હાડમારીનું આલેખન કરેલ. તેમના કહેવા પ્રમાણે,' ધ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એસિમેટ્રી બિટ્વીન એ ડોક્ટર એન્ડ પેશન્ટ ઇસ 'એસિમેટ્રી ઓફ નૉલેજ'. યસ ધેય આર રાઈટ. દવા અને દર્દ બાબત મોટાભાગના લોકોમાં અજ્ઞાનતા જોવા મળે છે.
સારા નિષ્ણાત, એથિકલ કે ટ્ર્સ્ટવર્ધી ડોક્ટર ને ઓળખવા શું કરવું?
1. એથિકલ અને સમજદાર ડોક્ટર કોઈ દિવસ તમોને બીવડાવશે નહીં.
ઘણીવાર નિદાન કે સારવારમાં મેડિકલ પ્રોફેશન દ્વારા એક જાતનો ફિયર કે પેનિક ઉભું કરવામાં આવે છે. આનંદ પિક્ચરનો બહુ ચર્ચિત ડાઈલોગ છે,"ડર નહીં પેદા કરૂંગા તો દવા કેઈસે બેચૂંગા " .
2. કોઈપણ વ્યક્તિ સર્વગુણ સમ્પન નથી હોતી.
કોઈ ડોક્ટર કહે કે 'મને બધું આવડે જ છે અને અને હું 'માસ્ટર ઓફ ઓલ' છું તો ધ્યાન રાખવું. એથિકલ ડોક્ટર કોઈ દિવસ એમ નહીં કહે કે 'આઈ નો એવરીથીંગ' ઘણીવાર ડોક્ટરને પણ ખબર નથી હોતી કે આ તકલીફનું કારણ શું છે કે સારવારથી કેવું રિઝલ્ટ આવશે. 'યસ હી વીલ ટેલ', મને આવું લાગે છે અને પ્રયત્ન કરું છું. બધા ડોક્ટરોને બધું આવડે એ જરૂરી નથી અને બધા દર્દીઓ સજા થઈ જાય એ પણ શક્ય નથી. આજકાલ મેડિકલ સાયન્સમાં રોજ નવું નવું ડેવલપ થતું જાય છે. બધા ડોકટરો માટે બધી સ્પેશિયાલિટી નું નવું ડેવલપમેન્ટ જાણવું હમેશા શક્ય નથી હોતું.
3. બિન જરૂરી તપાસ કે ઇન્વેસ્ટિગેશન.
ઘણા દર્દીઓ ને કોસ્ટ્લી અને ઘણા બધા ટેસ્ટ ન કરવો ત્યાં સુધી મજા નથી આવતી. આવા દર્દીઓ માને છે કે વધુ રિપોટ્ર્સ કરવાથી પાકું નિદાન થાય. સાચું અને ટ્ર્સ્ટવર્ધી ડોક્ટર દર્દીની આવી ડિમાન્ડ સાથે સહમત થતો નથી અને તેને જરૂર લાગે તેટલા જ રિપોટ્ર્સ કરવાની સલાહ આપે છે.
4.આપણો ડોક્ટર ડેરિંગ વાળો હોય તો કેવું?
યસ, બધાને ઇમર્જન્સીમાં લાઈફ સેવિંગ સારવાર જોઈ છે. હમેશા યાદ રહે તમારો ડોક્ટર અડધી રાતે ઇમર્જન્સીમાં તમોને ટ્રીટ કરે કે આવી તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરી આપે તો આવા ડોક્ટરનો ભરોસો કરો અને તેની સાથે જોડાયેલા રહો. અણી ચુક્યો સો વર્ષ જીવે એમ ડોકટરો આવી સારવાર આપી ઘણાની જિંદગી બચાવી લેતા હોય છે અને બાદ માં દર્દીઓ વર્ષો સુધી જીવતા હોય છે.
5. એડવાન્સ ઈન મેડિકલ સાયન્સ.
દુનિયા કુદકેને ભૂસકે એડવાન્સ થતી જાય છે. લોકો નેટ સર્ફ કરી પોતાની કે પોતાના લવ વન ની તકલીફો વિશેની માહિતી ગુગલ ઉપરથી મેળવતા હોય છે. આવી ઇન્ફોર્મેશન હમેશા કમલીટ કે સાચી નથી હોતી. 'વન સાઈઝ કેન નોટ ફિટ ટુ ઓલ'. મતલબ કે એક સરખો રોગ જુદી જુદી વ્યક્તિમાં જુદા જુદા રૂપે દેખાતો હોય છે. આવા રોગોની નેટ પર લખેલી સારવાર બધાને માફક આવતી નથી કે ફાયદો થતો નથી. આપણું શરીર એક કોમ્લેક્સ સ્ટ્રક્ચર છે. (Dr V S Chandarana).
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો