āŠ—ુāŠ°ુāŠĩાāŠ°, 14 āŠœૂāŠĻ, 2018

OK. I am doing. Take care

🧖🏻‍♀ *જીવન સંગીની* 🧖🏻‍♀                      

પત્ની અચાનક રાતના સમયે  મૃત્યુ પામે છે. ઘરમાં રો-કકળ થાય  છે.

પત્નીના અંતિમ દશઁન ચાલી રહ્યા હતા તે સમયે એનો આત્મા જતા જતા પોતાના પતિને જે કાંઈ કહે  છે તેનું આ વર્ણન છે. :

🙋🏻‍♀ "ચાલો હું જાઉં છું,
હવે ફરી કદી યે મળાશે નહીં. લખેલા લેખ વિધિએ એ ટાળ્યા   તો ટળાશે નહીં.
*ચાલો હું જાઉં છું....!*
                                
👰ચોરી ના ચાર ફેરા જે 'દિ   આપણે સાથે ફરેલા...
જીવીશુ ને મરીશુ સંગ એવા કૉલ દીધેલા.
અચાનક જાવું પડશે એકલા  મુજને ખબર નહીં.
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀ મૂકીને દેહ મારો આંગણામાં હવે હું જાઉં છું...                    
ઘણું દુઃખ થાય છે પણ હું થઈને મજબૂર જાઉં છું,
નથી મન માનતુ જવાને,
છતાં કોઈ નું કંઈ ચાલશે નહીં..
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀ અતિ કલ્પાંત કરે છે જુઓને છોકરો ને એની વહૂ...
નથી જોયું જવાતુ છતાં ના દઈ  શકતી દિલાસો હુ એમને..
રડે છે છોરા નો છોરો કરે છે બા.. બા...
એને તો શાંત પાડો કોઈ જરા.
*ચાલો હું જાઉં છું...!*           

🧖🏻‍♀ સવારે સાસરેથી જુઓ આપણી દિકરી આવશે જ્યારે,
જોઇને દેહ મારો ભારે રુદન કરશે ત્યારે....

સંભાળી એને શાંત પાડજો,
રોતા તમે પણ નહીં,
તમે તમને પણ સંભાળજો.
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀ જેનું નામ તેનો નાશ, નિયંતાએ નકકી કર્યુ છે બધું..            

જગતમાં જે કોઈ આવ્યુ છે..
તે અહીંથી સિધાવ્યુ છે.

ધીરે ધીરે ભૂલી જજો મને,
બહુ યાદ કરતા નહીં.
*ચાલો હું જાઉં છું...!*               

🧖🏻‍♀ નથી મારુ કહ્યુ તમે માન્યું કદી જીવનમાં,

છોડી સ્વભાવ જિદ્દી તમે હવે   નમ્ર બનજો વર્તનમાં...

મૂકીને એકલા જાતાં મને ચિંતા ઘણીય થાય છે...
*ચાલો હું જાઉં છું..!*   

🧖🏻‍♀ તમોને બીપી ને ડાયાબિટીસ ની મોટી છે બિમારી,

ન ખાતા ગળપણ કે નમક ભૂલથી, નહીંતર તકલીફ થશે બહુ ભારી...

સવારે ઊઠીને જો જો દવા લેવાનુ ભૂલતા નહીં..
*ચાલો હું જાઉં છું..!*          

🧖🏻‍♀ કરે છોરો ને વહૂ છણકો તો જો જો સામો જવાબ આપતા નહીં,

ચૂપચાપ સાંભળી લેજો બધુંય
ગુસ્સો જરાય કરતા નહીં.

સદા તમે હસતા રહેજો..
ઉદાસ જરાય થાશો નહીં,
*ચાલો હું જાઉં છું..!*

👶🏻છોરા ના છોરા ને, ખોળે લઈને..
તેની સંગાથે રમજો ઘણું,

તમારા મિત્રોની સાથે બેસી..
સમય ને વ્યતીત કરજો બહુ.

આવુ હું યાદ તો પણ મનથી  જરાયે ઢીલા પડશો નહીં
*ચાલો હું જાઉં છું...!*

🧖🏻‍♀ સવાર ને સાંજે તમે નિયમિત  ચાલવા જજો,

અગર વહૂ ભૂલી જાય તો દૂધ સામેથી માંગી પી લેજો.

વર્તાશે ગેરહાજરી મારી
છતાંયે મૂંઝાશો નહી...
*ચાલો હું જાઉં છું...!*

પગ દે નહીં જો સાથ તો..
લાકડી લેવાનું ભૂલજો નહીં,

ધીરે ધીરે ડગ માંડજો..
જુવો ક્યાં પડજો નહીં.

પડશો પથારીમાં તો સેવા કરવી  કોઈને  ગમશે નહીં.
*ચાલો હું જાઉં છું...!*

🧖🏻‍♀ રાત્રે સૂતા પહેલા પાણીનો
લોટો માગી લેજો,

તરસ લાગે ત્યારે પોતે પાણી પી  લેજો.
રાત્રે ઉઠવું પડે તો જો જો..
અંધારે અથડાતા નહીં.
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀પરણ્યા પછી સાથે ઘણું રહ્યા આપણે પ્રેમથી,
બનાવી લીલી વાડી તેમાં
ફૂલડા ખીલ્યા વહાલ થી.

એ ફૂલડાની ફોરમ હવે મુજથી  લેવાશે નહીં.
*ચાલો હું જાઉં છું...!*

🧖🏻‍♀ "ઊઠો હવે સવાર થઈ "
-એવું કોઈ હવે કહેશે નહીં,
જાતે ઊઠી જજો
રાહ કોઈની જોશો નહીં...
*ચાલો હું જાઉં છું...!*

🧖🏻‍♀અને હા એક વાત તમારાથી છુપાવી છે મને માફ કરશો,

તમારી જાણ વિના બાજુની પોસ્ટઓફીસ મા 14 લાખ જમા છે એની નોંધ લેશો,

મારી દાદી ની શીખામણ હતી..

દિકરી એક એક પાઇ ભેગી કરી ઓશીકા ના ખુણે રાખતી જાજે.

તેમાથી પાચ પાચ લાખ દિકરી, વહુ ને આપજો..

ચાર લાખ તમારા ખાતામા નાખજો

અને હા તમે વાપરજો ને
છોરાના છોરા સારું ભાગ પણ લેજો.
*ચાલો હું જાઉં છું..!*

🧖🏻‍♀પ્રભુ ભક્તિ અને પૂજા કરવાનુ  ચૂકતા નહીં,

હવે ફરી કદીયે મળાશે નહીં,
ભુલ થઈ હોય મારી તો મન માં રાખશો નહીં,

લખેલા લેખ વિધિએ એ ટાળયા  તો ટળાતા નથી..

*"ચાલો હું જાઉં છું,*
*ચાલો  હુ જાઉં છું.....!*

🌿💐🌿💐🌿💐🌿💐🌿💐🌿

āŠŸિāŠŠ્āŠŠāŠĢીāŠ“ āŠĻāŠĨી: