*#baapwalibaat*
રોટી,કપડા અને મકાન માટે સતત ભાગતા રહેતા,ટાઈમસર ઈન્સ્યોરન્સ અને મેડીકલેઈમ ભરતા,સમયસર સ્કૂલમાં ફી ભરનાર અને પોતાના બાળકો માટે સુંદર ફોટોગ્રાફર બની હજારો ફોટા પાડનાર દરેક બાપે હવેથી થોડો સમય કેમેરાની પાછળથી આગળ આવવું પડશે...! કમાયેલી રોટી પરિવાર સાથે બેસીને ખાવા સમય કાઢવો પડશે..! 'ઓન સ્ક્રીન' કરતા 'ઓફ સ્ક્રીન ટાઈમ' વધારવો પડશે...! નહિ તો આપણા સંતાનોની મેમરી માં પણ આપણા મોબાઈલ ની મેમરીની જેમ એમના જ ફોટોગ્રાફ હશે બાપ સાથેનો ફોટોગ્રાફ કે લાગણી નહિ હોય..! ( બાળકોનો 80% માનસિક વિકાસ જન્મથી પહેલા 3 વર્ષમાં થઈ જાય છે આ સમય દરમિયાન 70% થી વધુ પિતા પોતાના બાળક સાથે ક્વોલિટી ટાઈમ નથી ગાળી શકતા... : યુનિસેફ) #baapwalibaat #superdad #fathersday
રવિવાર, 17 જૂન, 2018
First three years of life
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો