__જીવન વિશે ની એક વાત દિલ ને ચટકો લગાવી જાય છે...__
આપણે બધા જ જીવનભર કઈ ને કઈ "પછી" કરવા માટે રાખતા હોઈએ છીએ...
👕 નવા કપડા - "કોઈ ખાસ દિવસે પહેરીશ..."
🌸 મોંઘુ પરફ્યુમ - "ક્યાંક સારી જગ્યા એ જઈશ ત્યારે લગાવીશ..."
☕ સુંદર કપ - "મહેમાન આવશે ત્યારે કાઢીશ..."
🛏️ નવી ચાદર - "જૂની હજુ સારી છે, આ પછી વાપરીશ..."
🍽️ ભાવતી વાનગી - "આજે નહીં, કોઈ ખાસ દિવસે ખાઈશ..."
📞 કોઈ નજીક ની વ્યક્તિ ને ફોન - "કાલે નિરાંતે વાત કરીશ..."
❤️ મન નો પ્રેમ - "યોગ્ય સમય આવશે ત્યારે કહીશ..."
અને પછી...
એક દિવસ અચાનક ખ્યાલ આવે છે...
કપડા શરીરે ટાઈટ થઈ ગયા છે...
પરફ્યુમ ની બોટલ એમ જ છે, પણ સુગંધ ઉડી ગઈ છે...
કપ તૂટી ગયો છે...
ચાદર ઉંદર એ કોતરી નાખી છે...
અને જેને ફોન કરવો હતો...
તેમની સાથે વાત કરવા માટે "કાલ" બચ્યું જ નથી...! 😔
ત્યારે સમજાય છે...
આપણે વસ્તુઓ સાચવી,
પણ ક્ષણો ના જીવ્યા.
આપણે પૈસા બચાવ્યા,
પણ આનંદ ના બચાવ્યો.
આપણે ભવિષ્ય ની તૈયારી કરતા રહ્યા,
પણ વર્તમાન જીવવાનું જ ભૂલી ગયા.
💔 જીવન ની સૌથી મોટી મજા એ છે...
આપણે કાલ માટે એટલું બધું બચાવીએ છીએ,
કે ક્યારેક કાલ આવે ત્યાં સુધીમાં આજ જતું રહ્યું હોય છે.
એટલા માટે...
👕 નવા કપડા હોય તો આજે જ પહેરો.
☕ સુંદર કપ હોય તો આજે જ તેમાં ચા પીઓ.
🌸 ગમતું પરફ્યુમ હોય તો આજે જ લગાવો.
🍽️ ભાવતી વાનગી હોય તો આજે જ ખાઓ.
📞 કોઈ ની યાદ આવતી હોય તો આજે જ ફોન કરો.
❤️ કોઈ ને પ્રેમ કરતા હો તો આજે જ કહો.
😊 હસવું હોય તો મન ભરી ને હસો.
🌿 ફરવું હોય તો સમય કાઢો.
🙏 કોઈ ની માફી માંગવી હોય તો આજે જ માંગો.
કારણ કે...
જીવન ને "Pause" બટન હોતું નથી...
અને "કાલ" એ તારીખ કોઈના માટે રાખી મૂકેલી હોતી નથી.
કદાચ કાલે આપણી પાસે સમય હશે...
પણ કોઈ વ્યક્તિ નહીં હોય.
કદાચ માણસો હશે...
પણ પરિસ્થિતિ નહીં હોય.
કદાચ પૈસા હશે...
પણ તબિયત નહીં હોય.
કદાચ બધું જ હશે...
પણ મન ભરી ને જીવવાની તાકાત નહીં હોય.
એટલા માટે નાના નાના આનંદો ને આગળ ના ઠેલો.
🌸 આજ નો દિવસ ખાસ બનાવવા માટે કોઈ મોટા કારણ ની જરૂર નથી.
એક કપ ચા પૂરતી છે... ☕
આપણા માણસો સાથે બે શબ્દ પૂરતા છે... ❤️
મન ભરી ને હસવું પૂરતું છે... 😊
અને સૌથી મહત્વ નું -
આપણે જીવતા છીએ, એ જ સૌથી મોટું કારણ છે! 🙏
કાલ ના સપના જરૂર જુઓ,
પણ આજ નો આનંદ કાલ પર ના છોડો.
કારણ કે...
🌿 જીવન કેટલું છે, એ આપણા હાથ માં નથી...
પણ બાકી નું જીવન કેટલું સુંદર જીવવું, એ નક્કી આપણા હાથ માં છે.
❤️ વસ્તુઓ સાચવી રાખવાથી તે જૂની થઈ જાય છે,
પણ ક્ષણો જીવવાથી યાદો જીવનભર તાજી રહે છે.
એટલા માટે...
રાહ ના જુઓ...
યોગ્ય સમય ના શોધો...
ખાસ દિવસ ની રાહ ના જુઓ...
🌷 આજે જ જીવો...
🌷 આજે જ હસો...
🌷 આજે જ પ્રેમ કરો...
🌷 આજે જ તમારા માણસો ને નજીક લો...
કારણ કે...
✨ *"કાલ" એ ફક્ત એક શબ્દ છે,*
*પણ "આજ"*
*એ જ સાચું જીવન છે!*
❤️ *જીવન જીવવા નું હોય છે,*
*ફક્ત વિતાવવા નું નથી હોતું...!*
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો