બુધવાર, 6 ઑક્ટોબર, 2021
Son is son
!! *મારો દીકરો ઘરનો ગૃહસ્થંભ* !!આજકાલ " *મારી દીકરી મારુ અભિમાન* " ખાસ્સુ ચાલ્યુ છે, એના સંદર્ભે થોડી વાત .. આપણા *સમાજમા* અત્યારે એવુ વાતાવરણ ઉભુ થયુ છે અથવા કરવામા આવ્યુ છે કે,જે *પૂણ્યશાળી* હોય એના ઘરમા જ *દિકરી* હોય, તો શું *દિકરો* હોય એ *પાપી* ??આમ કહીને આપણે *દિકરાને* અન્યાય કરીએ છીએ, *ઉતારી પાડીએ* છીએ.......જ્યારે *હકિકત* એ છે કે અમુક અપવાદને બાદ કરતા સામાજિક બધીજ *જવાબદારી* એક *દિકરો* જ ઉઠાવે છે...સામાન્ય રીતે એવુ કહેવાય છે કે જેટલી *લાગણી દિકરીને* હોય તેટલી *દિકરાને* ન હોય, પરંતુ........એ તો પ્રકૃતિએ *પુરુષનુ* ઘડતર જ એવુ કર્યુ છે..વાત રહી *માં-બાપને* વૃદ્ધાશ્રમમાં મોકલવાની.. શું *પરણ્યા* પહેલાં કોઈ દીકરાએ પોતાના *માં બાપને* તરછોડીને *વૃદ્ધાશ્રમમાં* મૂક્યા હોય એવુું સાંભળ્યું છે ?... ના..કેમકે એની પાછળ પણ *દીકરાની પત્ની* નો જ હાથ હોય છે..( _કે જે કોઈક પિતાની લાડલી , મહાન, સ્વર્ગની પરી, અને વ્હાલનો દરિયો એવી દીકરી જ હોય છે ખરું ને_!)બીજી એક *મહત્ત્વની વાત* કે, જેટલુ આપણે *દીકરી જમાઈ* સાથે એડજસ્ટ કરીએ છીએ તેટલુ *દીકરા વહુ* માટે કરીએ છીએ ??*એક વાર કરી તો જુઓ*... *દીકરી* લગ્ન પછી *સાસરે* જતી રહેશે!પણ...*દીકરો* આખુ જીવન *સંઘર્ષ* કરી *મા બાપની* સેવા કરે છે...તથા..તેના *પરીવાર* માટે રાત દિવસ *મહેનત* કરી પોતાનું આખુ જીવન *મા બાપ* તથા પરીવાર માટે *સમર્પણ* કરે છે... *દીકરો એટલે શું* ???*દીકરો* એટલે પાંગરેલી *કૂંપણ*...*દીકરો* એટલે પહાડ જેવી *છાતી* પાછળ ધબકતું *કોમળ હૈયુ*...*દીકરો* એટલે *ટહુકાને* ઝંખતુ વૃક્ષ...*દીકરો* એટલે *તલવારની મૂઠ* પર કોતરેલું *ફુલ* 🌸...*દીકરો* એટલે માં બાપ સહિત પૂરા *પરિવાર* ને પોતાના ખભે લઈ જતો *ભીમસેન*....આ *ડીઝીટલ* યુગમાં દીકરીનું રુદન What's app, face book, ની દિવાલને ભિંજવતું હોય છે,પણ *દીકરાનું રુદન* એનાં ઓશિકાની કોરને પણ પલાળતુ નથી!!!કહેવાય છે કે *દીકરીને ચાહતા* રહો *સમજવાની* જરુર નથી.......હું કહુ છું *દીકરાને* બસ *સમજી લો*...આપોઆપ *ચાહવા* લાગશો....!! *મારો દીકરો* *મારું અભિમાન*
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો