નિવૃત્તિ-બોધ
આ નિવૃત્તિ પછીની મારી પહેલી દિવાળી હતી. વરિષ્ઠ હોદ્દા પર ગાળેલા ત્રણ દાયકા વિષે વિચારવાનું શરુ કર્યું - લગભગ દિવાળીના એક અઠવાડિયા પહેલાથી જ લોકો તમામ પ્રકારની ભેટો લઈને આવવા માંડતા, અને જો બધી ભેટ એક જગ્યાએ મુકીયે તો રૂમ ગિફ્ટ શોપ જેવો લાગતો. ડ્રાયફ્રુટનો જથ્થોતો એટલો મોટો હોતો કે સગા-સંબંધીઓ અને મિત્રોમાં વહેંચ્યા પછી પણ ઘણું વધતું.
આ વખતે, પરિસ્થિતિ તદ્દન અલગ હતી. બપોરના 2 વાગ્યા હતા, પણ અમને દિવાળીની શુભેચ્છા આપવા કોઈ આવ્યું ન હતું. નસીબના આ અચાનક પલટાથી હું એક્દુમ હતાશા અનુભવતો હતો અને મારી વિચારોને વાળવા માટે મેં એક અખબારની આધ્યાત્મિક કોલમ વાંચવાનું શરૂ કર્યું. સદનસીબે, મને એક રસપ્રદ દંતકથા મળી. તે એક ગધેડા વિશે હતી કે જે મહાપુજા માટે તેની પીઠ પર દેવતાઓની મૂર્તિઓ લઈ જતો હતો. જે જે રસ્તામાં એ પસાર થતો, ત્યાં ત્યાં લોકો મૂર્તિઓ ને નમન કરતા અને એને સત્કારપૂર્વક જોવા ઘણી ભીડ ભેગી થતી.
ગધેડો વિચારવા લાગ્યો કે ગામલોકો તેને નમન કરે છે અને આ નવા મળેલા આદરથી એ ખુબ રોમાંચિત થઇ ગયો. પૂજા સ્થળ પર મૂર્તિઓ ઉતાર્યા પછી, ગધેડાના માલિકે તેના પર શાકભાજી લાદી અને તેઓ પાછા ફરવા લાગ્યા. આ વખતે ગધેડા તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. ગધેડો ખુબ નિરાશ થઇ ગયો અને એણે ગ્રામજનોનું ધ્યાન દોરવા માટે ભોંકવાનું શરૂ કર્યું. એના આ અવાજથી ચિડાઈને ઘણા લોકોએ તો ગરીબ પ્રાણીને મારવાનું શરૂ કર્યું, જે આટલી ક્રૂર સારવારથી એક્દુમ હેબતાઈ ગયો.
એકાએક મને જ્ઞાન થયું. ખરેખર, હું પણ આ ગધેડા જેવો જ હતો. આ બધી ભેટો અને આદર મારા માટે નહોતા પરંતુ મારા હોદ્દા માટે હતા. મેં મારી પત્નીને કહ્યું: 'મારા પ્રિય, હું ખરેખર ગધેડો હતો. હવે જ્યારે સત્ય સમજાઈ જ ગયું છે, લોકો ની રાહ જોવાને બદલે, ચાલ આપણે દિવાળીની ઉજવણી કરીયે.'
ત્યાં તો છેલ્લો ફટકો એના તીક્ષ્ણ જવાબ પેટે આવ્યો: 'હું *આટલા વર્ષોથી કહેતી કે તમે ગધેડા જેવા છો, ત્યારે નહોતા માનતા* પણ આજે અખબારની એક વાર્તા વાંચતાજ તમે તે તરત જ સ્વીકારી લીધું!
ભરતેન્દુ સૂદ
ઘ ટ્રિબ્યુન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો