શનિવાર, 25 નવેમ્બર, 2023

Parents

👌👌👌👌👌👌👌
સ્મિતાબેન પટેલ રાજકોટ 

ગમે તે જ્ઞાતિ હોય કે
ગમે તે ધર્મના લોકો હોય પણ
આ મેસેઝ ખાસ વાંચજો...
વિચારજો અને અનુસરવાનો
પ્રયત્ન કરજો...

મને ગમ્યો એટલે તમને મોકલ્યો છે
જો તમને ગમ્યો હોય તો
આગળ મોકલજો...
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

*પરિવારનો દરેક યુવાન*
*ફરજિયાત આખું વાંચે* 

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ભારતમાં ૧૦.૩૮ કરોડ બુજુર્ગો છે...

આપણા દેશની મહાન સંસ્ક્રૃતિના ગાન
ભલે આપણે ગાઈયે પણ
વડીલોની સાચવણ અને
માન સન્માનમાં આપણે બીજા દેશો કરતાં
ઘણાં *'પાછળ* છીએ ...

આજે પણ તમો જોતાં હશો કે...

👉૮૦% બુઢ્ઢા માબાપ ને
જમવા અલગ બેસાડાય છે...

👉૨૦% માબાપને સગવડતા હોય તોય
ઘરવાળીના ડરથી  અલગ રખાય છે ...

👉 ૯૦% પુત્રો કામેથી આવીને
સાંજે બાળકોને ચુમી ઉઠે છે તો અમુક તો
ઘરવાળી વર્ષોથી વિખુટી પડી ગઈ હોય તેમ
લબાડવેડા કરી ભેટી પડે છે...

પણ ઘરમાં બા-બાપુજી ને
*'કેમ છો બા ?'* કહેતાં નથી !

👉 ૭૦% મા-બાપો
ઘરડાં થાય ને કંઈ પણ બોલે તો
*"તમને ખબર નો પડે ...!"*
એમ કહીને ચૂપ કરાય છે ...

👉૯૦% ઘરડાં માત-પિતાને
દિકરાઓ તેના પૈસા બાબતે પુછતાં નથી ! 
ભીખની જેમ રુપિયા માંગવા પડે છે...

*જેવું કરશો તેવું જ ભરશો...*

એ મુજબ
મારા સર્વે પ્રમાણે જે લોકો
મા-બાપને એકલાં છોડી મુકે છે કે
માન સન્માન આપતાં નથી તેમનાં
પોતાનાં ઘડપણ વખતે તેનાંથી પણ
વધુ બુરા હાલ થાય જ છે...

અમુક કુટુંબોમાં તો આવુ
પેઢી દર પેઢી ચાલ્યું આવતું જ હોય છે

મા-બાપો કુતરાંની જેમ
બિચારાં થઈ જીવતાં હોય...ને
આવી સાયકલ પેઢી દર પેઢી ચાલું જ હોય

ખરેખર આવા કુટુંબોમાં સંસ્કાર, શિષ્ટતા અને કેળવણીમાં જ ખોટ હોય છે

સમજો ... વિચારો ... યુવાનો ...

૬૦ વર્ષ પતિપત્ની સાથે રહીને જ્યારે
તેમાંથી એકાદ સ્વર્ગે સિધાવે ત્યારે
તેની જિંદગીમાં એકલતા વ્યાપી જાય

ધીરે ધીરે બચપણના ભાઈ બહેનો
ચાલ્યાં જાય...

ઓટા-ચોરાના મિત્રો
એક પછી એક ચાલ્યાં જાય...

૮૦-૯૦ વર્ષે તો તેના તમામ
સાથીદાર, મિત્રો ચાલ્યાં જાય....

જેની સાથે જીવવું છે તે તમામ નવાં ?

ઉંમરને લીધે
શરીર સાથ ના દે...
સંભળાય નહીં... 
ભાષા ના શબ્દો, ટેકનોલોજી, રહેનસહેન, ફેશન
પળપળ બદલાતી હોય ત્યારે
બધાં સાથે સંકલન અશક્ય બની જાય
ત્યારે જીવવું એ જ બોજ બની જાય

માનવ જિંદગીનો સૌથી
ભયાનક અને બિહામણો તબક્કો
ત્યારે બની જાય કે પુત્રો હરામી પાકે...

આવા સમયે
પુત્ર - પુત્રવધૂઓએ પોતાનાં
બાળપણને યાદ કરવું જોઈએ...

જન્મથી જ આપણને
ખાતાં, ચાલતાં, બોલતાં ને
આ દુનિયાના આટાપાટા જેણે
ખંત અને મહેનતથી શીખવ્યા હોય...
તેને જ્યારે જરુર પડે ત્યારે
આટલા બધાં હલકટવેડા ?

વિચારો...

માત-પિતાને તરછોડીને
આ દુનિયામાં કોઈ જ સુખી થયું નથી... 
થવાનું નથી...(થવા પણ ના જોઈએ)

*કુતરાંના મોતે ના મરવું હોય અને*
*ઘડપણમાં સુખેથી જીવવું હોય તો*

*મા-બાપની*
*પોતાનાં ભુલકાં જેટલી જ કાળજી લો*

*"કેમ છો બા ? કેમ છો બાપુજી ?"*

આટલાં શબ્દો જ તેમને
ઘડપણ ભુલાવી પરમ સુખ આપે છે.

જ્યાં લખવું હોઈ ત્યાં લખી લો...

*માતપિતા એ સૌથી મોટા ઈશ્વર છે*
            *તેને ભરપુર પ્રેમ કરો ...*

કચરા જેવા મેસેજ
બધાને બહુ મોકલ્યા

આ સાચું લાગ્યું હોઈ ને
હિમ્મત હોઈ તો
આ ફોરવર્ડ કરો...
સાર્થક કરી બતાવો જેથી કુદરત પણ આપણા જન્મ પર ગર્વ અનુભવે...

*કડવું છે ને સત્ય પણ એટલું જ છે !*
🙏  🙏

મંગળવાર, 21 નવેમ્બર, 2023

Medical professionals are human

ARE YOU A DOCTOR  ?

you Listens so many Myths about our Profession.... 
But 
Facts are totally different. 
Just go through this. 


*1. MYTH - MEDICAL PROFESSION IS A NOBLE PROFESSION*..

FACT- Every PROFESSION, WHETHER OF A TEACHER, SOLDIER, TAILOR OR SHOPKEEPER, IS NOBLE, IF DONE WITH SINCERITY AND INTEGRITY. 

*2. MYTH - A CARELESS DOCTOR CAN KILL ONE**, 

FACT - A CARELESS  DRIVER CAN KILL DOZENS, A CARELESS ENGINEER CAN KILL HUNDREDS..

*3. MYTH - AS IT IS A SERVICE TO HUMANITY, DOCTORS SHOULD NOT RUN AFTER MONEY*.

FACT - MONEY IS AN IMPORTANT MEASURE OF SUCCESS. RUNNING AFTER IT IS NOT GOOD FOR ANYBODY, BUT EARNING MORE MONEY BY DOING MORE WORK IS NOT A MORAL CRIME.
AND ALL WHO ADVISING DOCTORS, THEMSELVES RUNNING AFTER MONEY, AREN'T THEY?

*4. MYTH - DOCTORS MUST BE HUNDRED PERCENT HONEST.*

FACT-  DOCTORS DO NOT COME FROM MARS OR VENUS. IF SUPREME COURT JUDGES OR ARMY GENERALS CAN BE CORRUPT, SO CAN A FEW DOCTORS. AS A CLASS, THEY ARE STILL FAR  BETTER THAN POLITICIANS, BUREAUCRATS, LAWYERS, POLICE OR PSU ENGINEERS.

*5. MYTH - MOST OF THE TIME, DOCTORS DO NOT UNDERSTAND THE DISEASE AND WRITE UNNECESSARY AND COSTLY DRUGS AND ADVISE TESTS AND TREAT ON A TRIAL BASIS.*

FACT- DOCTOR PATIENT RELATIONSHIP IS BASED ON TRUST, IF YOU DO NOT TRUST YOUR DOCTOR, GO TO ANOTHER ONE. MEDICAL SCIENCE IS A LIFE LONG LEARNING PROCESS, AND ALL TREATMENT, TO SOME EXTENT IS BASED ON TRIAL AND ERROR. THE SAME MEDICINE, WHICH WORKS FOR ONE PATIENT MAY NOT WORK ON ANOTHER. 
SECOND, THE RESPONSIBILITY OF PROVIDING QUALITY DRUGS AT AFFORDABLE PRICES LIES NOT WITH THE DOCTOR, BUT WITH THE STATE AUTHORITIES, JUST LIKE PROVIDING FOR BETTER ROADS, UNADULTERATED QUALITY FOOD AND DAIRY PRODUCTS, UNINTERRUPTED POWER AND WATER SUPPLY ETC AND ETC. LIKE CLOTHS, CARS AND MOBILE PHONES, COSTLY DRUGS ARE GENERALLY BETTER THAN CHEAP ONES. HOWEVER, IF THE GOVERNMENT MAKES IT MANDATORY TO WRITE GENERICS, IT SHOULD ENSURE QUALITY AND THE CONSEQUENCE OF POOR/NON  EFFICACY SHOULD NOT BE BLAMED ON DOCTORS.
THIRD, TESTS ARE DONE FOR PATIENT’S OWN SAFETY. JUST LIKE WEARING A HELMET OR SEAT BELT, INVESTIGATIONS INCREASE THE SAFETY. MOST OF THE DOCTORS IN INDIA ARE TRAINED TO WORK ON CLINICAL HUNCH AND COMMON SENSE AND NOT RELY TOO MUCH ON TESTS, AND ADVISE MUCH LESS TESTS THAN WHAT IS ACTUALLY WRITTEN IN THE BOOK OR DONE IN THE DEVELOPED WORLD.

*6. MYTH - TREATMENT COSTS ARE INCREASING IRRATIONALLY*.

FACT-  COMPARED TO WESTERN WORLD, TREATMENT COSTS IN INDIA ARE STILL VERY LOW, AND MANY FOREIGNERS ARE COMING HERE FOR THIS REASON. AND IT WOULD BE WORTHWHILE TO THINK ABOUT ANY OTHER SERVICE OR PRODUCT WITH AS RAPID ADVANCEMENT IN TECHNOLOGY AND EQUIPMENT AS MEDICAL SCIENCE, WHOSE COST IS NOT INCREASING

*7. MYTH - DOCTORS ARE NEXT TO GOD*..

FACT - DOCTORS ARE AS HUMAN AS CAN BE. THEY ALSO GET TIRED, FALL SICK, HAVE FAMILY COMMITMENTS, GET UPSET AND STRESSED SOMETIMES AND CAN SUFFER FROM ALL THE FRAILTIES OF A HUMAN BEING. IF ANYONE WANTED TO BE TREATED BY GOD THEN THEY CAN VISIT THE TEMPLE..
 🙏🏻
pd

રવિવાર, 19 નવેમ્બર, 2023

Medical friends

Medical Friendship is unique like No other…
You will love reading it and relate with each words...

MEDICAL FRIENDSHIP: 👇🏼

Mommy, Is Rishi Uncle your rakhi brother?? My elder one asks me ! 

No sweetie...!

OK Is he your platonic friend  then ??

No sweetheart, he's momma's Medical Friend!!!

So what's a Medical Friend momma ?? 

You might not know this but your papa and Jaya aunty will totally relate to it, since they both are medicos!!!
Let me try to elaborate....

Medical Friendship is for life long. Every where !! 

Since medical College life of 5 years is one of the toughest to navigate, friendships formed during these formative years remain for life.

Dissection Hall friendships are unique and unbreakable. 
Later amongst enormous load of studies, ward duties, living with each other for 5 years in ups and downs forms a bond which no other profession can boast off....!

You learn to go through good and bad phases of your medical life with the support of these friends. They know you through your lowest point!! 

Also the special thing about medical friendship is it, being unisex, means both boys and girls are your equal friends…!!
Medical studies and life does not differentiate between sexes. A male and a female can be a great medical friend !!

And this medical friendship can be tested in later part of life.

Once a batchmate, always a batchmate aka medical friend.

And when you meet them after 25yrs, 50 years, 60 years or so in your silver jubilee, golden Jubilee , Diamond Jubilee etc… you meet them at the same level as you were in college. 

No matter he is a Group Captain in Air Force today, or a big shot Cardiologist or a Nephrologist etc etc. You still use expletives for them and open your hearts and hug them without comparing. You get rejuvinated after meeting them and it is most cathartic for you. But you need to be a medico to realise the depth of this unique relationship!!

ગુરુવાર, 16 નવેમ્બર, 2023

Lesson after retirement

નિવૃત્તિ-બોધ

આ નિવૃત્તિ પછીની  મારી પહેલી દિવાળી હતી. વરિષ્ઠ હોદ્દા પર ગાળેલા ત્રણ દાયકા વિષે વિચારવાનું શરુ કર્યું - લગભગ દિવાળીના એક અઠવાડિયા પહેલાથી જ લોકો તમામ પ્રકારની ભેટો લઈને આવવા માંડતા, અને જો બધી ભેટ એક જગ્યાએ મુકીયે તો રૂમ ગિફ્ટ શોપ જેવો લાગતો. ડ્રાયફ્રુટનો જથ્થોતો એટલો મોટો હોતો કે  સગા-સંબંધીઓ અને મિત્રોમાં વહેંચ્યા પછી પણ ઘણું વધતું. 

આ વખતે, પરિસ્થિતિ તદ્દન અલગ હતી. બપોરના 2 વાગ્યા હતા, પણ અમને દિવાળીની શુભેચ્છા આપવા કોઈ આવ્યું ન હતું. નસીબના આ અચાનક પલટાથી હું એક્દુમ હતાશા  અનુભવતો હતો અને મારી વિચારોને વાળવા માટે  મેં એક અખબારની આધ્યાત્મિક કોલમ વાંચવાનું શરૂ કર્યું. સદનસીબે, મને એક રસપ્રદ દંતકથા મળી. તે એક ગધેડા વિશે હતી કે જે મહાપુજા માટે તેની પીઠ પર દેવતાઓની મૂર્તિઓ લઈ જતો હતો. જે જે રસ્તામાં એ પસાર થતો, ત્યાં ત્યાં લોકો મૂર્તિઓ ને નમન કરતા અને એને સત્કારપૂર્વક જોવા ઘણી ભીડ ભેગી થતી.

ગધેડો વિચારવા લાગ્યો કે ગામલોકો તેને નમન કરે છે અને આ નવા મળેલા આદરથી એ ખુબ રોમાંચિત થઇ ગયો. પૂજા સ્થળ પર મૂર્તિઓ ઉતાર્યા પછી, ગધેડાના માલિકે તેના પર શાકભાજી લાદી અને તેઓ પાછા ફરવા લાગ્યા. આ વખતે ગધેડા તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. ગધેડો ખુબ નિરાશ થઇ ગયો અને એણે ગ્રામજનોનું ધ્યાન દોરવા માટે ભોંકવાનું શરૂ કર્યું. એના આ અવાજથી ચિડાઈને ઘણા લોકોએ તો  ગરીબ પ્રાણીને મારવાનું શરૂ કર્યું, જે આટલી ક્રૂર સારવારથી એક્દુમ હેબતાઈ ગયો.  

એકાએક મને જ્ઞાન થયું. ખરેખર, હું પણ આ ગધેડા જેવો જ હતો. આ બધી ભેટો અને આદર મારા માટે નહોતા પરંતુ મારા હોદ્દા માટે હતા. મેં મારી પત્નીને કહ્યું: 'મારા પ્રિય, હું ખરેખર ગધેડો હતો. હવે જ્યારે સત્ય સમજાઈ જ ગયું છે, લોકો ની રાહ જોવાને બદલે, ચાલ આપણે દિવાળીની ઉજવણી કરીયે.'

ત્યાં તો છેલ્લો ફટકો એના તીક્ષ્ણ જવાબ પેટે આવ્યો: 'હું *આટલા વર્ષોથી કહેતી કે તમે ગધેડા જેવા છો, ત્યારે નહોતા માનતા* પણ આજે અખબારની એક વાર્તા વાંચતાજ તમે તે તરત જ સ્વીકારી લીધું!

ભરતેન્દુ સૂદ
ઘ ટ્રિબ્યુન

રવિવાર, 5 નવેમ્બર, 2023

Life of a doctor. India Vs USA

રણ મા ખીલ્યું ગુલાબ 

લેખ 211     તા 3/11/23 

ડોક્ટર શરદ ઠાકર 

 *इस जहांसे कब कोइ बचकर गया, जो भी आया खा कर पथ्थर गया.* 

”નામ?” મેં સામે ઊભેલા ઊમેદવારને પૂછૂયું: પૂછવા ખાતર જ પૂછૂયું, કારણ કે એનું નામ તો નોકરી માટેની અરજીમાં લખેલું જ હતું. પણ વાતચીતનો પૂલ બાંધવા માટે પરિચયનું બહાનું આવશ્યક હોય છે.

એણે શાંતિથી જવાબ આપ્યો: ”પ્રતાપ.”

”ચિત્તોડથી આવો છો?” મેં મજાક કરી.

”ના.” એ ઇન્ટરવ્યુમાં હસી શકાય એટલું, માપ પ્રમાણેનું હસ્યો: ”વડોદરાથી આવું છું.”

”ડીગ્રી?”

”એમ.બી.બી.એસ.” એણે મારા હવે પછીના સંભવિત સવાલો પણ સૂંઘી લીધા: ”ગયા વરસે એમ.બી.બી.એસ. પાસ કર્યું. પંદર દિવસ પહેલાં ઇન્ટર્નશીપ પૂરી કરી.”

”હવે? શું કરવાનો ઇરાદો છે? નોકરી?”

”જો તમે આપો, તો..!”

”નોકરી ન આપવાનો સવાલ જ નથી. સવાલ તમારા દ્વારા નોકરીનાં સ્વીકારવાનો છે.”

”હું આપના કહેવાનો અર્થ સમજ્યો નહીં.” એના ચહેરા પર પ્રમાણિક કબુલાત હતી. હું જોઇ શકયો કે એ ખરેખર મારા વાકયમાં રહેલો સૂચિતાર્થ સમજી શકયો ન હતો.

”ધીમે ધીમે સમજી જશો.” મેં વાતની દિશા બદલી નાખી: ”કયારથી હાજર થવું ફાવશે?”

”બે દિવસનો સમય આપો તો સારૂં. ઘરે જઇને સામાન લઇ આવું.”

હું આ સાવ નવા, ઉત્સાહી જુવાન ડોકટરને જોઇ રહ્યો. એને બાપડાને ખબર હશે કે એ કેવી હાડમારી ભરેલી નોકરી સ્વીકારવાની હા પાડી રહ્યો છે? મારૂં ચાલત તો અવશ્ય એને ફોડ પાડીને સમજાવી દેત, પણ મારી જીભ થીજેલી હતી અને હોઠ સિવાયેલા હતા. હોસ્પિટલનું ટ્રસ્ટીમંડળ મારી સામે જ બેઠેલું હતું. એમાંથી એક પણ ટ્રસ્ટી ડોકટરી વ્યવસાય સાથે સંકળાયેલા ન હતા, મોટાભાગના વેપારીઓ હતા. પણ હોસ્પિટલ, હાઇસ્કૂલ, કોલેજ, ધર્મશાળા જેવી સખાવતી સંસ્થાઓનો વહીવટ કરી કરીને ધીટ થઇ ચૂકેલા વડીલો હતા. આ હોસ્પિટલનો ઇનચાર્જ ચીફ મેડીકલ ઓફિસર હું હોવાને કારણે નવા ડોકટરનો ઇન્ટરવ્યુ લેવાનું મારા ભાગે આવ્યું હતું. બાકી પગારથી માંડીને અન્ય તમામ બાબતોની લગામ આ વેપારીઓના હાથમાં હતી.

ટ્રસ્ટીઓનાં ડોકાં દૂરથી સૂચક રીતે હલ્યાં અને મેં ઘંટડી મારી. બહાર ઉભેલો પટાવાળો અંદર આવ્યો.

”જી, સર!”

”લાલજી, આ આપણા નવા મેડીકલ ઓફિસર છે. એમને હરીશભાઇ પાસે લઇ જા. અત્યારે જ ઓર્ડર તૈયાર કરાવી દે. બે દિવસ પછી તેઓ હાજર થશે. ત્યાં સુધી એમનું કવાર્ટર સાફસુફી કરાવીને તૈયાર રાખવાનું ના ભૂલીશ. જાઓ, ડોકટર! વિશ યુ ઓલ ધી બેસ્ટ!” મેં મારા નવા, ભાવિ જુનિયર સાથીને એમની પ્રથમ નોકરી માટે શુભેચ્છા આપી.

એ આભાર માનીને ઊભો થયો. લાલજીની પાછળ પાછળ ઓફિસની દિશામાં ઓઝલ થયો.

બે દિવસ પછી એ ફરજ પર હાજર થઇ ગયો. સામાન લઇને સીધો મારા રહેઠાણ પર આવ્યો. મને ફાળવવામાં આવેલું મકાન વિશાળ હતું. પચાસ માણસો બેસી શકે એટલો મોટો ડ્રોઇંગ રૂમ હતો. ત્રણ-ચાર બેડરૂમ્સ હતા. દરેક ખંડમાં આવશ્યક ફર્નિચર પણ સંસ્થા દ્વારા પુરૂં પાડવામાં આવ્યું હતું.

ડો. પ્રતાપ આ બધું જોઇને ખુશ થયો: ”અરે, વાહ! અહીં તો બધી જ સગવડ છે ને કંઇ! હું નાહકનો બધો સામાન ઉપાડી લાવ્યો!”

”એવું નથી, પ્રતાપ!” મેં અવાજમાં બને એટલી સ્વસ્થતા ભેળવીને કહ્યું: ”તારી નિમણુંક મોબાઇલ મેડીકલ ઓફિસર તરીકેની છે. અને હું અહીં ફૂલટાઇમ ગાયનેકોલોજીસ્ટ છું. તું જે કંઇ જોઇ રહ્યો છે એ તમામ સુવિધાઓની અપેક્ષા.. આઇ મીન, તને આપવામાં આવેલું રહેઠાણ..” હું ઇચ્છા હોવા છતાં મારૂં વાકય પુરૂં કરી ન શકયો. વધુ કંઇ કહેવાને બદલે મેં ઘંટડી મારીને વોર્ડ બોયને બોલાવ્યો: ”ડોકટર સાહેબને એમનો.. રૂમ બતાવી દે..!”

દસ મિનિટ પછી પ્રતાપ સામાન મૂકીને પાછો આવ્યો. આ વખતે એનો ચહેરો વિલાયેલો હતો: ”સર! આનાં કરતાં તો ધર્મશાળા પણ સારી હોય. માત્ર એક જ રૂમ અને .. બસ, એક રૂમ જ!”

હું જોઇ શકતો હતો કે પ્રતાપના ચહેરા ઉપર ફરિયાદ ન હતી, માત્ર આઘાત જ હતો. દુ:ખ તો મને પણ હતું. પ્રતાપ ભલે મારથી પાંચ-છ વરસ જુનિયર હતો. પણ આખરે એક ડોકટર હતો. સમાજના બૌધ્ધિક સ્તરમાંથી આવતો હતો. બોર્ડની પરીક્ષામાં પંચાણું ટકા માર્કસ લઇને તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો એ ટાટા, બિરલા કે અંબાણી બનવા જેટલું સહેલું કામ નથી ગણાતું. અને આવો તેજસ્વી, યુવાન ડોકટર જ્યારે એક નાનકડાં શહેરની ગ્રામિણ કહી શકાય એવી ગરીબ પ્રજાની સેવા કરવા માટે સામાન્ય પગારની નોકરી સ્વીકારતો હોય ત્યારે એને ખાવા-પીવા, રહેવાની ઉત્તમ સગવડ મળવી જ જોઇએ.

”પ્રતાપ, શાંત થા, દોસ્ત! તું એકલો જ છે. મને આટલી બધી સગવડ આપવામાં આવી છે, પણ હું યે એકલો જ છું. ભોગવી શકું છું એ બધું? આપણે અહીં કામ કરવા માટે આવ્યા છીએ, આનંદ કરવા માટે નહીં.” મેં એને હિંમત આપી. એના ગળે મારી વાત ઊતરી ગઇ.

એ દિવસે એણે સવારની ચા પણ મારી સાથે જ પીધી. પછી એણે ફરજ બાબત પૂછપરછ કરી.

”મારે કામ શું કરવાનું છે?”

”તું અહીં મોબાઇલ મેડીકલ ઓફિસર તરીકે નિમણુંક પામ્યો છે. આ હોસ્પિટલ આજુબાજુના બસો ગામડાંઓ વચ્ચે એક માત્ર આરોગ્ય – સુવિધા છે. પણ કેટલાંક ગામડાં એટલા દુર છે કે દરદીઓ અહીં સુધી આવી પણ ન શકે. એમને સમયસર બસ પણ નથી મળતી. ખાસ એ લોકો માટે આપણે મોબાઇલ મેડીકલ વેનની સગવડ ઉભી કરી છે. રોજ સવારે તારે નીકળી પડવાનું. તારી સાથે એક ડ્રાઇવર હશે અને એક કમ્પાઉન્ડર. રોજ પાંચ ગામડાં ફરવાના રહેશે. દરેક ગામડે તારા માટે સરપંચ તરફથી એક રૂમ ફાળવવામાં આવી હશે. ત્યાં બેસીને તારે દરદીઓ તપાસવાના રહેશે. પછી બીજું ગામ, ત્રીજું ગામ અને પછી ચોથું, પાંચમું!”

”રસ્તામાં કયાંય ચા-પાણી?”

”નહીં મળે. પીવાનું પાણી સાથે લઇ જવાનું રહેશે. ગામડામાં જે પાણી હશે એ તમામ પ્રકારના પેરાસાઇટૂસથી દુષિત હશે. તારે અહીં પાછાં ફરતાં દોઢ-બે વાગી જશે. પછી જમવાનું આપણે સાથે રાખીશું. મારા માટે જ્યાંથી ટીફીન આવે છે, ત્યાંથી તારા માટે પણ વ્યવસ્થા કરાવી દઇશ.”

નીચે મોબાઇલ વેનનું હોર્ન વાગતું સંભળાયું. પ્રતાપ ગયો. એ વખતે ઘડિયાળમાં સવારના સાડા આઠ વાગ્યા હતા. હું પણ મારા કામ પર ચડયો. વોર્ડનું અને ઓ.પી.ડી.નું કામ પતાવ્યું ત્યાં એક વાગી ગયો. બે ઓપરેશનોએ બે વગાડી દીધા. ઉપર આવીને જોયું તો ટિફિનમાં ભોજન ઠંડી પડી ચૂકયું હતું. મારી ભૂખ ગરમ થઇ રહી હતી, પણ મને યાદ હતું કે મારે પ્રતાપની રાહ જોવાની હતી. અઢી, ત્રણ, સાડા ત્રણ…!

છેક ચાર વાગ્યે પ્રતાપ આવ્યો. પણ કેવો થઇને આવ્યો હતો? ડોકટર તરીકે ગયો હતો અને દરદી જેવો બનીને પાછો આવ્યો હતો. સીધો જ સોફામાં ફસડાઇ પડયો. થોડીવાર માંડ પાણી પીવા પૂરતો પુનર્જિવિત થયો. પછી હાથ-મોં ધોઇને જમવા બેઠો.

”આ શું છે?” એણે રોટલીનો ટૂકડો તોડવાની કોશિશ કરી.

”લોકો એને રોટલી કહે છે.”

”રોટલી?! આવી?”

”હા, આપણી મમ્મીઓએ નથી બનાવી, માટે આવી જ હોય. અને ફૂલાવરનું શાક ખાતી વખતે આંખ બંધ રાખજે.”

”કેમ?”

”અંદર ઇયળો છે. ખૂલ્લી આંખે તું ખાઇ નહીં શકે.” મેં ચેતવણી આપી. એ ઉભો થઇ ગયો. ત્રણ-ચાર બિસ્કીટૂસ ખાઇને એના રૂમમાં જઇને સૂઈ ગયો. એ સાંજે એણે ટિફિન ખોલવાની હિંમત ન કરી. ‘દૂધ એક સંપૂર્ણ આહાર છે’ એ વિધાનમાં પૂરી શ્રધ્ધા દર્શાવીને એણે દૂધે વાળું પતાવ્યું.

બીજા દિવસની સવારે ચા-નાસ્તા વખતે એ ફરી પાછો તાજો-માજો લાગતો હતો: ”કાલે પહેલો દિવસ હતો ને, એટલે જરા વસમું પડી ગયું. બાકી આજે થાક નહીં લાગે.”

એ દિવસે એ ચાર વાગ્યે આવ્યો. આજે મેં એની રાહ જોયા વગર જમી લીધું હતું. પણ મેં જોયું કે આજે તો એની હાલત ગઇ કાલ કરતાં પણ વધુ ખરાબ હતી. એ તદ્દન લાશ જેવો બનીને પાછો આવ્યો હતો.

”શું થયું?”

”અરે, વાત જ ન પૂછશો, સાહેબ! મારામાં તો બોલવાના પણ હોશ-કોશ બચ્યા નથી.” એ સોફામાં ફર્નિચરનો એક ભાગ હોય એમ પડયો રહ્યો. પછી અચાનક ટિફિન ખોલીને તૂટી પડયો. રબ્બરની રોટલી, પથ્થરનું શાક અને તલવારની ધાર જેવી તીખી દાળ ઝાપટી ગયો.

પછી આજના દિવસની દર્દનાક દાસ્તાન શરૂ કરી: ”ગાડીને ધક્કા મારી મારીને દમ નીકળી ગયો. પાંચને બદલે ત્રણ જ ગામ પૂરા કરી શકયો. દસ મિનિટ માટે મોબાઇલવેન ચાલે અને વીસ મિનિટ સુધી મારે નીચે ઉતરીને ધક્કા મારવા પડે. કમ્પાઉન્ડરની પણ એ જ હાલત. ફરક માત્ર એટલો કે એ ટેવાઇ ચૂકેલો અને હું જિંદગીમાં પહેલી વાર..! ઓહ, બાપ રે મરી ગયો!”

અચાનક એણે ચાલુ વાતે ચીસ પાડી.

”કેમ, શું થયું?” હું ઉભો થઇ ગયો. એ પેટ દબાવીને પથારીમાં ઉછળી રહ્યો હતો.

”એસિડીટી વધી ગઇ હોય એવું લાગે છે. જમવાનું બહુ તીખું હતું. મરી ગયો રે..!”

”ચિંતા ન કર. હું દવા આપું છું.” મેં હાયપર એસિડીટીની ગોળી કાઢીને એના હાથમાં મૂકી.

”તમને પણ..?”

”હા, જેમ કમ્પાઉન્ડર ગાડીને ધક્કા મારી મારીને ટેવાઇ ગયો છે એમ હું એસિડીટીથી ટેવાઇ ગયો છું. રોજ જમ્યા પછી મુખવાસમાં રેનિટિન ખાઉં છું. તું પણ ધીમે ધીમે ટેવાઇ જઇશ.”

ત્રીજા દિવસે એને મરડો થઇ ગયો. બે દિવસ રૂમમાં પડી રહ્યો. પ્રતાપ હવે મહારાણાને બદલે હાડપીંજર જેવો દેખાવા માંડયો. પંદર દિવસ પછી એને મેલેરિયા થઇ ગયો. વજન ખાસ્સું ઊતરી ગયું.

એક દિવસ સાંજે એ ગમગીન હતો. ”મને સમજ નથી પડતી કે હું શું કરૂં?”

”નોકરી ન ફાવતી હોય તો છોડી દે!” મેં એને સલાહ આપી: ”પોસ્ટ-ગ્રેજ્યુએશન કર.”

”માર્કસ ઓછાં પડે છે. સારી બ્રાન્ચમાં પ્રવેશ મળે એમ નથી.” એનો અવાજ ભાંગેલો હતો.

”તો પછી પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી દે.”

”એ માટે પણ એકાદ-બે લાખ રૂપિયા જોઇએ. અને મારા ઘરની આર્થિક સ્થિતિ..” અધૂરા વાકયમાં પૂરો અર્થ સ્પષ્ટ હતો.

”સરકારી નોકરી..”

”લાંચ આપવી પડે એમ છે.” એનો જવાબ ભારે થયે જતો હતો અને મારી પાસે સલાહોનો ભંડાર ખાલી થઇ રહ્યો હતો. એ ચૂપ થઇ ગયો. પણ મને લાગતું હતું કે એ જરૂર કોઇ નિર્ણય ઉપર આવી રહ્યો હતો.

એક મહિનાની નોકરી પૂરી કરીને એણે સામાન બાંધ્યો. રૂમને તાળું મારીને મારી પાસે આવ્યો: ”લો, ચાવી.”

”કેમ? જાય છે?”

”હા.”

”કયાં જઇશ? શું કરીશ?” મારી પૂછપરછમાં સહાનુભૂતિ હતી.

”મારા લગ્નનું નક્કી થઇ ગયું છે. છોકરી અમેરિકાની છે. આવતા અઠવાડિયે લગ્ન છે. પછી ગમે ત્યારે હું ઊડી જઇશ.”

”છોકરી સારી છે?”

”ઠીક છે. પણ એનું ગ્રીન-કાર્ડ બહુ સારૂં છે.” આ ઉત્તરાર્ધમાં ઘણું બધું સમાઇ જતું હતું.

”સારૂં, પ્રતાપ! વિશ યુ ઓલ ધી બેસ્ટ! પત્ર લખીશ ને?”

”હા, પણ તમે જવાબ લખશો?”

હું હસ્યો: ”તને ખબર તો છે કે હું પત્રોના જવાબ નથી લખી શકતો. પણ મને પત્રો વાંચવા ગમે છે.”

એ પછી છ મહિને અમેરિકાથી એનો પત્ર આવ્યો. એની વાત હતી, એની પત્ની રેખા વિશે વાતો હતી, પ્રતાપે ઇ.સી.એફ. એમ.જી.ની પરીક્ષા પાસ કરી લીધી હતી. હવે એ રેસીડેન્સી કરી રહ્યો હતો. સુખી હતો અને ખુશ પણ..!

આજે એ ઘટનાને પણ વીસ વરસ થવા આવ્યા. છેલ્લે એનો ફોન આવ્યો: ”સર! ખૂબ સારૂં કમાયો છું. હમણાં જ મારી માલિકીનું એક નાનકડું હેલિકોપ્ટર ખરીઘું છે. તમે અમેરિકા ફરવા આવો તો સહેલ કરાવું.”

”ના, ભાઇ, ના! વચ્ચે કયાંક હેલીકોપ્ટર બંધ પડે અને તું મને ધક્કો મારવાનું કહે તો..?” એ ખડખડાટ હસી પડયો.

હું ન હસી શકયો. આપણા દેશની ગરીબ પ્રજાની સેવા કરવા માટે તૈયાર થયેલો એક ડોકટર અત્યારે અમેરિકાના સુખ અને વૈભવ દ્વારા ખરીદાઇ ચૂકયો હતો અને એની રીતે એ સાચો હતો. પણ…! પેલા ગામડાઓમાં હરતી, ફરતી અને મરતી પ્રજા આજે પણ તબીબી સુવિધાથી વંચિત છે અને પેલી હોસ્પિટલમાં આજે પણ મોબાઇલ મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી જ છે.