બુધવાર, 11 મે, 2022
Heart touching short matters
*વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે*✨*ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...*✨*1.**બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા**પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી* - હિતેશ તરસરિયા✨*2.**ગરમીએ શેઠજીને દવા લેવડાવી,**નોકર તો રોજ લીમડો વાટીને પીતો.* – પરીક્ષિત જોશી✨*૩.**કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.**”કાળીના એક્કા જેવા.”* – સંજય ગુંદલાવકર✨*4.**મારી પાસે ઘર હતું,**આજે પૈસા છે...* -નિમેષ પંચાલ✨*5*.*બપોરનો તડકો**જીવનમાં લાગેલી લાય કરતાય,**આજ મીઠો લાગ્યો!* – તૃપ્તિ ત્રિવેદી✨*6.**એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો.* *માનતા માની.**જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,**એ ૧૧ કુંવારીકાને જમાડશે.* -દક્ષા દવે✨*7.**વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.**આંખો જ બોલી છે વાંક કોનો!* - દેવદત ઠાકર.✨*8.**પત્ની પિયર ગઈ…**ટીફીનમાં મનપસંદ મળ્યું.* – દિવ્યેશ સોડવડીયા✨*9**લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?* - નિલેશ શ્રીમાળી પાટણ✨*10**આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,**અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...* -હિતેશ તરસરિયા✨*11.**"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી,* *વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે*, *હવે આ કાગળ કંઈ કામના નથી,* *સળગાવી નાખ"**ક્લાર્ક દ્વિધામાં હતો,* *દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું* *'SAVE TREES'* -હિતેશ તરસરિયા✨*12.**વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ*, *યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.**પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:**"મા ના ખોળે !!!"*✨*_ગમ્યું હોય તો તમામ સાહિત્ય રસિકોને ફોરવર્ડ કરો_*🍁🍁🍁
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો