શનિવાર, 14 મે, 2022

Comparison between generations

*કેવો સુંદર જવાબ!*👌✅👌✅😳🤔

*બે પેઢી વચ્ચેની સરખામણી*



એક યુવાને 
તેના પિતાને પૂછ્યું: 
"તમે લોકો પહેલા કેવી રીતે રહેતા હતા?
ટેક્નોલોજી ન હતી
કાર કે પ્લેન નહીં
ઇન્ટરનેટ નહીં
કોમ્પ્યુટર નહીં
મોલ નહીં
કલર ટીવી નહીં
મલ્ટિપ્લેક્સ સિનેમા નહીં
મોબાઈલ ફોન નહીં
સારી હોટેલો, રેસ્ટોરન્ટ નહીં
સારા કપડા નહીં
હીલ સ્ટેશન પર ફરવા જવાનું નહીં

*તેના પિતાએ જવાબ આપ્યો:*
*જેમકે તમારી પેઢી આજે કેવી રીતે જીવે છે?* અમને આશ્ચર્ય થાય છે...👇

કોઈ પ્રાર્થના નથી
કરુણા નથી
કોઈ સન્માન નથી
કોઈ માન નથી
મોટો પરિવાર નથી
શરમ નથી
નમ્રતા નથી
સમયનું આયોજન નથી
રમતગમત નથી
વાંચન નથી
ખેતીકામ નથી
ગુરુ પ્રત્યે આદર નથી

"અમે, 
1950 -1980 ની વચ્ચે
 જન્મેલા આશીર્વાદિત લોકો છીએ.
અમે જીવંત નવલકથા છીએ.
👉 
રમતી વખતે અને 
સાયકલ ચલાવતી વખતે
 અમે ક્યારેય
 હેલ્મેટ પહેરી ન હતી.
👉 
શાળા પછી અમે 
સાંજ સુધી રમતા. 
અમે ક્યારેય ટીવી જોયું નથી.
👉 
અમે સાચા મિત્રો સાથે રમ્યા, 
ઈન્ટરનેટ મિત્રો સાથે નહિ.
👉 
જો અમને ક્યારેય 
તરસ લાગે તો અમે 
નળનું પાણી પીધું, 
બોટલનું પાણી નહીં.
👉 
અમે ચાર મિત્રો સાથે એક જ ગ્લાસ શરબત શેર કરતા હોવા છતાં અમે ક્યારેય બીમાર થયા નથી.
👉 
અમારું વજન ક્યારેય વધ્યું નથી કારણકે અમે રોજ રોટલો દહીં અથાણું ખાતા હતા.
👉 
ખુલ્લા પગે ફરવા છતાં અમારા પગને કંઈ થયું નથી. કાંટા અમારાથી દૂર રહેતા.
👉 
અમારા માતા અને પિતાએ અમને સ્વસ્થ રાખવા માટે ક્યારેય કોઈ સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરવા દીધો નથી. મગફળી,ગોળ, બાજરાનો - ઘઉં નો પોંક, મકાઈના ડોડા અને ક્યારેક શેરડી નો સાંઠો મળે એટલે ભૈયો ભૈયો.
👉 
અમે અમારા પોતાના રમકડા બનાવતા અને તેની સાથે રમતા, ધુળમાં, રેતીમાં દેશી રમતો રમતા. વાગેતો કાળી માટી લગાવી દેતાં... દુઃખ ગાયબ.
👉 
અમારા માતા-પિતા શ્રીમંત ન હતા. 
તેઓએ અમને પ્રેમ અને સંસ્કાર આપ્યા
દુન્યવી ભૌતિક સાધન સામગ્રી નહીં.
👉 
અમારી પાસે ક્યારેય
 સેલફોન, ડીવીડી, 
પ્લે સ્ટેશન, એક્સબોક્સ,
 વિડીયો ગેમ્સ, 
પર્સનલ કોમ્પ્યુટર, 
ઈન્ટરનેટ ચેટ નહોતા - 
પણ 
અમારે સાચા મિત્રો હતા તે અમારા માટે નેટવર્ક નું કામ કરતા..
👉 
અમે અમારા મિત્રોના ઘરની બિનઆમંત્રિત મુલાકાત લીધી અને તેમની સાથે ભોજનનો આનંદ માણ્યો.
👉 
તમારી દુનિયાથી વિપરીત, 
અમારે નજીકમાં રહેતા સંબંધીઓ હતા જેથી કુટુંબનો સમય અને સંબંધો એક સાથે માણવામાં આવ્યા. મામા ,માસી ,ફઈ નો પ્રેમ જોવા તમારે એક પેઢી આગળ જન્મ લેવાની જરૂર હતી.
👉 
અમે ભલે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં હતા પણ તમને એ ફોટામાં રંગીન યાદો જોવા મળશે. અમે હવે અમે તમારા માટે કલર ઝેરોક્ષ છીએ.
👉 
અમે એક અનોખી અને સૌથી વધુ સમજદાર પેઢી છીએ, 
*કારણ કે અમે એવી છેલ્લી પેઢી છીએ જેમણે તેમના માતા-પિતાનું નત મસ્તકે સાંભળ્યું છે.*
ઉપરાંત, 
*એવી પ્રથમ  પેઢી છીએ જેઓએ તેમના બાળકો પાસેથી પણ સાંભળવુ પડ્યું છે.* *હજી પણ બાળકો ઘઘલાવે છે પણ અમે સાંભળી લઈએ છીએ*

અને અમે એવા લોકો છીએ જેઓ હજુ પણ વધુ સ્માર્ટ છીએ અને તમને તે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં મદદ કરી રહ્યા છીએ જે અમે તમારી ઉંમરના હતા ત્યારે ક્યારેય અસ્તિત્વમાં જ ન હતું... જોયું જ ન હતું.
તેથી તમારા માટે એ વધુ સારું છે કે અમે આ પૃથ્વી અને તમારા જીવનમાંથી અદૃશ્ય થઈએ તે પહેલાં.
તમે...
અમારાથી આનંદ લો.
 અમારી પાસેથી શીખો. અમે હરતી ફરતી યુનિવર્સિટી છીએ.

આમ જોવા જઈએ તો..
*અમે એક અનલીમિટેડ ડીશ છીએ*

તમે ધરાઈ જશો. જો પચાવી શકો તો અમને માણો 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ટિપ્પણીઓ નથી: