શુક્રવાર, 16 એપ્રિલ, 2021

Corona times Gujarati

હમણા થોડા દીવસો થી એક વોટસઅપ યુનિવર્સિટી માં નેગેટિવ માહોલ બનાવી દીધો છે.
એક ગાડરીયો પ્રવાહ નીકળી ગયો છે.
 દેશ માં વેલ્ટીનીટર નથી, ભયાનક પરિસ્થિતી છે. હોસ્પિટલ મા બેડ નથી .
સ્મશાન મા જગ્યા નથી જેવા નેગેટિવ મેસેજ એટલા બધા ફરતા થઈ ગયા છે ને માણસ ને કોરોના થી એટલો ડરાવી દીધો છે કે દર્દ કરતા આ પરિસ્થિતી સામે લડવા લાગ્યો છે.
એમાં મીડીયા સોશિયલ મીડિયા પણ એટલો જ નેગેટિવ પ્રચાર કરી રહી છે.
 હાલ ગરમી ની સીઝન છે મીક્સ વાતાવરણ છે એટલે તાવ,ટાઈફોડ,ન્યૂમોનિયા જેવા અમુક ઉનાળુ રોગ થતા હોય છે સાથે કોરોના ની મહામારી છે એટલે સ્વાભિવીક છે કે હોસ્પિટલ મા જગ્યા નહી હોય પણ સાવ જ નથી. એવી વાહીયાત નેગેટિવ હાડમારી પણ નથી .
10 લાખ થી વધારે વસ્તી ધરાવતા સુરત, અમદાવાદ જેવા શહેરો મા રોજના 10 મરણ થતા હૉય તૉ ડેડબોડી ને અગ્નિ સંસ્કાર નો સમય 2 થી 3 કલાક હોય તો નોર્મલી 10 મરણ માટે 20 થી 30 કલાક એ જગ્યા બ્લોક થાય.
બીમારી ગંભીર છે પણ ભય કે હોહા હોહી કરી ને નથી જવાની .
લોકો મા ડર હશે તો ઉલટાની એમના મગજ મા નેગેટીવ એનર્જી આવશે.
 સરકાર રોજ વેક્સિન બેડ વેલ્ટીનેટર ની સંખ્યા વધારવાના પ્રયાસ કરતી હોય છે.
ડોક્ટર પોલીસ કે બીજા અન્ય વોરયર્સ એમનુ કામ કરે જ છે.
આપણે કાય નય તો બસ તકેદારી અને પોઝીટીવ એનર્જી  કરી શકીએ.
દવાખાને વધુ પડતા દરદી હોય તૉ થોડી અગવડતા થતી હશે પણ એમની સારવાર માં દવા આપતા હોય ઓક્સિજન ની જરૂર હોય તો એ આપતા હોય પણ એનો મતલબ એ પણ નથી કે નર્સ એક બેડ પર સામે ને સામે ઉભી જ રહે. અને પુછ્યાં કરે કે બરાબર છે ને  કાકા,દાદા,માસી,
 આપણે નેતાઓ ની રેલીઓ ના વાંક, પોલીસતંત્ર ના દંડ નો વાંક કાઢવા, ને કોરોના જેવી ગંભીર બીમારી ના જોક્સ બનાવી ફોરવર્ડ કરવા સીવાય કોય કામ જ નથી.
 અરે માસ્ક નો દંડ એટલે આવ્યૉ કે તે પહેર્યુ નથી એમ કેમ ના વિચારયુ.
રેલી સ્ટેડિયમ મા તુ ગયો એટલે ટોળા થયા એમ કેમ ના વિચાર્યુ.
ફ્રી વેક્સિન લેવા માં પણ ઘરે ઘરે જાહેરાત કરવા, હાથ જોડવા  પડે છે. લઈ લો ને બાપા વેક્સિન. એમ કેમ ના વિચાર્યુ.
હુ સવારે ઉઠી પ્રાણાયામ, ગરમ પાણી ,હેલ્દી ખોરાક, રોગ પ્રતિકારક શકિત વધારવાની અને કામ સીવાય બહાર ના જવ તો કોરના એમ ને એમ હારી જશે. એમ કેમ ના વિચાર્યુ,?
બસ ખાલી મડદાઓ ની વેઈટીગ નુ સ્ટેટસ મુકી દિધું.
એક વીડિયો મા 10 થી 15 એમ્બ્યુલન્સ નો વીડીયો મૂકી હાહાકાર ના હોય એમ તો પાછો ગીત બનાવે જોડે.
અરે એજ વીડીયો પોઝીટીવ બની શકે કે સરકાર દ્રારા દરદીઓ ને સારવાર સારી મળે એટલે આ 10 થી 15 એમ્બ્યુલન્સ ના ડ્રાઈવર 24 કલાક મહેનત કરે છે એમ લખ.
એક એમ્બ્યુલન્સ નો ફોટો ને નેગેટીવ ગીત સાથે મુકી ને પતી ગયુ.
 ક્યારેય એમ કેમ ના વિચાર્યુ મને શરદી, તાવ ઉધરસ છે તો બહાર નથી જવુ. કોઈ બીજાને ચેપ લાગશે એવુ કેમ ના વિચાર્યુ.?
 અમુક તો એવા જોયા કે કોરાના થયો છે તો ખબર કાઢવા નથી કોઈ આવ્યુ એવું ખોટું લગાડી બેઠો છે બોલો.

પાછો એમના પરિવાર મા કોરોના સંક્રમણ હોવા છતા એ ઓફિસ માં કે ગામ મા આંટા મારે છે મને થાય તો બીજા ને પણ કોરોના થાય. અને ગલ્લે પાન ની પીચકારી મારી રોડ પર બોલે એપેલો હોસ્પિટલ માં જગ્યાઓ નથી. હો બાપા.! આ કોરૉના એ તો મારી નાખ્યા બધા ને આ સરકાર ફેલ છે. કોરૉના માં તું તો ઘરે મર. ઓફિસ અને ગામ મા ફેલાવવા નીકળેલ છો. ને  પાછો ગામ માં સલાહકાર બની નીકળી પડ્યો છો.
મુળ વાત પર આવીએ તો જીવન મરણ ઈશ્વર ના હાથ માં છે. આપણે ખાલી તકેદારી અને સ્વાસ્થ્ય ના નિયમો પાળવાના છે. સેલ્ફ ડિસ્પિલીન સાથે.
ભગવાન ભોળા નાથ નું નામ લો. અને પોઝીટીવ એનર્જી ઉત્પન્ન કરો અને કરાવો. દરદી ને કોરોના જેવો રોગ સામાન્ય લાગે એમનું મનોબળ વધે એવા મેસેજ નો માહોલ બનાવીએ .
    🚩  જય ભારત 🚩

ટિપ્પણીઓ નથી: