બુધવાર, 10 માર્ચ, 2021

Mental condition of parents and relatives

છેલ્લા 20 વર્ષની પ્રેકટીસ માં એક વાત નિરંતર મારા ધ્યાનમાં આવી છે. જયારે પણ કોઇ બાળકના માતા પિતા સમક્ષ હું બાળકની ગંભીર/અસાધ્ય બીમારી નું નિદાન મુકું છું, ત્યારે 3 પ્રશ્નો અચૂક સાંભળું છું. 1. તમને નિદાન વિશે ચોક્કસ ખાતરી છે ને? - હું સમજુ છું કે એમાં એમને ડોક્ટરની ક્ષમતા પર અવિશ્વાસ નથી પણ એમનું મન, કોઈપણ માતાપિતા ની જેમ પોતાના લાડકા સંતાનની પીડા જોવા તૈયાર નથી. નિદાન સ્વીકારવાની માનસિક તૈયારી નથી કારણ કે આવું નિદાન થશે એવો જરાયે અંદેશો નહોતો. કદાચ કંઈક બદલાય એવી આશાના સૂરનો આ પ્રશ્ન છે.2. એ મટી તો જશે ને? - હવે જ્યારે સ્વીકાર આવી જ ગયો છે તો હવે solution માટે નજર પહોંચે છે. કોઇ પણ રીતે જો પરિસ્થિતિ સુધારી શકાય તો એ માટે બધું કરી છૂટવાની તૈયારી દર્શાવે છે.3. આ અમારી કોઈ ભૂલથી તો નથી થયું ને? - અને મને કદાચ આ એક જ પ્રશ્ન છે કે જે દુઃખી કરી જાય છે. એક માતાપિતા તરીકે બાળકની પીડા જોવી અને એમાં કંઈ ન કરી શકવાની સ્થિતિ સૌથી વધુ દયનિય છે. જ્યારે મન કોઈ બીજાને દોષ ન દઈ શકે, તો પોતાની જાતને જ દોષ દેવા લાગે છે. જે બાળકને બધા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આપવાની ઈચ્છા રાખી હોય , એની માટે પૂરતું નહીં કરી શકવાની અપરાધભાવના ઉભી થાય છે. અને ત્યાં એમને આત્મવિશ્વાસ આપીને, લાંબી લડત માટે તૈયાર કરવા, અપરાધભાવ ન થાય એ માટે પૂરતા પ્રયત્ન કરવા એ એક ડોકટર તરીકે જ નહીં પણ એક માનવ તરીકે પણ અમારી ફરજ માં આવે છે. At the same time, સમાજે, સંબંધીઓએ પણ આવી બીમારીમાં માતા પિતાને કે એમના ઉછેરને દોષ દેવાની જગ્યાએ એમને સાંત્વન આપવાનો, એમનું મનોબળ મજબૂત થાય એવા પ્રયાસો કરવા જોઈએ.અસ્તુ🙏*ડૉ.સ્નેહલ શિરોહી વાલા દ્વારા ફેસબુક પોસ્ટ*

ટિપ્પણીઓ નથી: