દર્દી ના સગા: હાઈ ડોક (આજકાલ પેજ 3 લોકો અમને ડોક ના હુલામણા નામે બોલાવે છે )
હું: હેલો
સગા: કેમ છે મારા પોપ્સ ને
હું : સારું છે થોડી દવાઓ માં ફેરફાર કરું છું
સગા: ઓહ એવું....ડોક આ બધી દવાઓ લાંબો સમય લેવાથી કોઈ નુકસાન આઈ મીન ડેમેજ નહિ થાય ને ?
હું: ના ના એવું કંઈ ન થાય
સગા: આ પેલું લેન્ટ્સ ઇન્સ્યુલિન ચાલુ છે એ તો ગુગલ કે કેન્સર કરે લાંબા ગાળે
હું: ના શરૂઆત માં એવા દાવા થયેલા એક જર્નલ માં પણ પછી સાબિત થયી ચૂક્યું કે એવું નથી
સગા: એવું ?
હું: એવું નથી
સગા: આઈ મીન તમે એવું કયો છો કે એવું નથી ?
હું: હા
સગા: દવાઓ બદલાવો છો ?
હું: હા થોડો ફેરફાર છે
સગા: યુ મીન ચેન્જ ?
હું: યસ
સગા: જૂની દવાઓ નું શુ કરવાનું ?
હું: એ જે મેડિકલ માંથી લીધી હોય ત્યાં પાછી આપી બદલાવી લેવાની તેના સામે નવી
સગા: ઓહ ઓકે તે એ બદલી આપે ?
હું: લગભગ બદલી આપે
સગા: ઓહ પણ આમાં એવું છે ને અમે 40% ઓછા લે ને એવી જનરીક દવા વાળા સ્ટોર માંથી લીધેલી અને એમણે ત્યારે જ કહેલું પાછી નહિ રાખું તો ડોક આ 20 દિવસ ની દવા પડી છે એ પુરી આઈ મીન કમ્પ્લીટ થાય પછી નવી શરૂ કરીએ તો ચાલે ?
હું: હા ચાલશે, એમ કરો
સગા: ધેટ્સ ગ્રેટ પણ ડોક તો પછી દવા બદલવાની શુ જરૂર આઈ મીન વાઈ ?
હું : એમના બ્લડ સ્યુગર ના રીડિંગ પ્રમાણે ફેરફાર જરૂરી છે
સગા : ઓહ એવું ? તો પછી જૂની દવા થી કોઈ તકલીફ નહિ થાય ને ?
હું: એમાં થોડો ડોઝ માં ફેરફાર સમજાવી આપશે બહાર સ્ટાફ એટલે નહિ વાંધો આવે
સગા: ઓહ .......તો પછી નવી દવા હમણાં ના લઈએ ને ?
હું: ના જૂની પુરી થાય પછી લેશો તો પણ ચાલશે
સગા: ઓકે ધેટ્સ ઓસમ.....
હું: !!!!!!!😣
સગા: પણ ડોક તમે સાંજે વહેલા કેમ જતા રહો છો આઈ મીન યુ ડોન્ટ એન્ટરટેન પેશન્ટસ આફટર સેવન રાઈટ ?
હું : હા વહેલો આવું છું સાંજે એટલે વહેલો નીકળું
સગા : ઓહ એવું પણ યુ શુડ થિંક ઓફ વર્કિંગ કલાસ યુ નો
હું: બધા ને અનુકૂળ હોય એવા સમયે દરેક વખતે તો હું ક્લિનિક પર હાજર ન રહી શકું ને ?
સગા: યુ શુડ મેક સમ એરેન્જમેન્ટ
હું: 😢
સગા: ઓકે ડોક બીજું કંઈ હશે તો કોલ કરશું અને તમારો વોટ્સઅપ નમ્બર આપજો ઇફ યુ ડોન્ટ માઈન્ડ સો ધેટ આઈ કેન અપડેટ યુ એબાઉટ સ્યુગર લેવલ
હુ: એ તમે કોઈ પણ ને ફાઇલ લઈ મોકલજો ને બહાર અસિસ્ટન્ટ ડોકટર છે એ મને પૂછી તરત ફેરફાર જણાવશે
સગા: ઓહ એમાં પેલો પર્સનલ ટચ ન આવે યુ નો વોટ આઈ મીન
હું: 🙄
સગા: ઓકે ડોક ક્યાંય વેકેશન માં ફરવા જાવ તો અમારે ક્યાં જવાનું તકલીફ થાય તો ?
હું: અહી બીજા એમડી ડોકટર હશે જ
સગા: સસરા જી ને તમારી શિવાય કોઈ ની દવા જ નથી ફાવતી એજ વાંધો છે ને મૅ તો ઘણું કહ્યું આને ત્યાં વેઇટિંગ હોય છે બેસવું પડે ટાઈમ વેસ્ટ થાય બીજે બતાવીએ બટ હી ઓલવેયઝ સ્ટીક ટુ યુ.....
હું: 😣
રાત્રે ઘરે આવું તો શ્રીમતી જી પૂછે કેમ આજે થાકેલા છો? કઈ બોલતા નથી ?
હું: 😞