બુધવાર, 12 ફેબ્રુઆરી, 2020

Small writings of Gujarati literature

ગુજરાતી સાહિત્યની રચનાઓ . . . વાંચવી ગમશે . . .
બે કે ત્રણ લીટી ઘણું કહી જાય છે . . .

૧. સ્વપ્ન એટલે . . .
તારા વગર , , ,
તને મળવું . . . !!

૨. " એક નફરત છે " , , ,
જે લોકો
" એક પળમાં સમજી " જાય છે , , ,
અને
" એક પ્રેમ છે " , , ,
જેને " સમજવામાં વર્ષો "
નીકળી જાય છે . . . !!

૩. ક્યાંક તડકો દેખાય તો કહેજોને . . .
રૂ જેવી હલકી અને ભીંજાઇ ગયેલી
ગેરસમજોને સૂકવવી છે . . . !!

૪. સંબંધોની ક્યારેય પરીક્ષા ન લેશો , , ,
સામેવાળા નાપાસ થશે તો તમે જ દુઃખી થશો . . . !!

૫. શિયાળો એટલે
સતત કોઇની "હુંફ " ઇચ્છતી
એક પાગલ ઋતુ . . . !!

૬. મળીએ ત્યારે , , ,
આંખમાં હરખ . . .
અને
અલગ પડતી વેળાએ  
આંખમાં થોડી ઝાકળ . . . !!

૭. અમુક રાતે
તમને ઊંઘ નથી આવતી , , ,
અને
અમુક રાતે
તમે સુવા નથી માંગતા . . . !!


૮. વેદના અને આનંદ વચ્ચે
આ ફેર છે , , ,

ક્યાંક અઢળક પણ ઓછું પડે , , ,
અને
ક્યાંક એક સ્મિત અઢળક થઈ પડે . . . !!

૯. સાંભળ્યું છે કે પ્લે સ્ટોરમાં બધું જ મળે છે , , ,

ચાલો, વિખરાયેલા સંબંધો સર્ચ કરીએ . . . !!

૧૦. પ્રેમ અને મોતની પસંદગી તો જુઓ , , ,

એકને હૃદય જોઈએ , , ,
તો
બીજાને ધબકારા . . . !!

૧૧. મેડીક્લેઈમ તો આખા શરીરનો હતો , , ,
પણ
ખાલી દિલ તુટ્યું હતું , , ,
એટલે
ક્લેઈમ પાસ ન થયો . . . !!

૧૨. ગરમ ચા જેવા મગજને ઠંડું કરવાનો ઉપાય . . .?

પ્રેમની પહોળી રકાબીમાં એને રેડી દેવો . . . !!

🌷🌷🌷🌷🌷🌷

ટિપ્પણીઓ નથી: