ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....
દિવાનું પોતાનું કોઇ ઘર નથી હોતું..
જયાં મુકો ત્યાં અજવાળું કરે છે..!
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી
એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...
હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઉંચુ છે.
ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઇ જવાય
નાટકમાં સૌથી અઘરું પાત્ર મુર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે...
કેમ કરીને રહી શકાય ફુટપટીમાં,
ઈચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે..
દુનિયામાં જો કોઈ સમયસર
આવતું હોય તો તે ખુદ સમય છે,
પછી તે સારો હોય કે ખરાબ
'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા
છતાં પણ બીજાને ભેટી નથી શકતો.
જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનું ભેગુ કરવામાં જ નિધન થઈ જાય છે..
એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી
એકલા
પાછા ફરવું એ ખુબ જ અઘરું છે !!
વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે.
ખુશ રહેવાનો મતલબ એ નથી કે તકલીફ નથી,
એનો મતલબ એ છે કે તમે તકલીફથી આગળ વધવાનો નિર્ણય કરી લીધો છે !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો