ગુરુવાર, 8 માર્ચ, 2018

Remember these 8things when you are sad

તમે અંદરથી તુટી જાવ ત્યારે આ 8 વાતો યાદ રાખજો.

લાઈફમાં ઉતાર ચડાવ તો આવ્યાજ કરે છે છતાં ક્યારેક આપણને લાગે છે કે હવે બહું ધક્કા ખાઈ લીધા અને આપણે નીરાશ થઈ જઈએ છીએ.

તુટી જવાનો મતલબ એ નથી કે તમારે હાર માની લેવાની છે, પણ તેનો મતલબ એ છે કે તમારે એક પગ પાછળ હટી જવાનું છે અને તે ફીલીન્ગને આગળ આવવા દેવાની છે.
આપણે બધાજ ક્યારેક ને ક્યારેક અંદરથી તૂટી ગયા હોઈએ તેવું ફીલ કરીએ છીએ કારણકે લાઈફમાં એવા સખત બનાવો પણ આપણી સાથે બને છે. પણ આ બનાવો આપણને વધુ મજબૂત બનાવે છે અને આવનારી જીંદગીને વધુ સારી રીતે ડીલ કરતા શીખવે છે. માટે કપરા સમયને એક ગીફ્ટ સમજો જેથી તમે નવા જીવનની શરૂઆત કરી શકો.

1.  યાદ રાખજો કે તીરાળો પ્રકાશ અંદર લાવે છે.

જો તમે તુટશોજ નહીં તો તમારા સોલમાં ક્યારેય પ્રકાશ માટે જગ્યા નહીં થાય. જીવનની સારી વાતો ને જોવા માટે આપણે ખરાબ અનુભવો કરવા પડે છે અને તોજ આપણું સોલ વધુ સારું બને છે. જો આપણને હંમેશા સારા અમુભવો થયા હોય તો આપણે લાઈફમાં આગળ વધીજ ન શકીએ. તમે જીવન પાસેથી ખાડા વગરની જીંગદી ન ધારી શકો. જ એવું થાય તો તમને એવા અનુભવો નહીં થાય જેથી તમે વધુ સારી રીતે ઉભરીને આગળ આવો. આપણે જ્યારે તિટીએ ત્યારે આપણે ખુલીએ છીએ.

2.  તમારી ફીલીન્ગ્સની સામે લડો નહીં પણ તેને માનથી અપનાવો.

નેગેટિવ ઈમોશન ખરાબ છે તેવું ન માનો. જો તેવા ઈમોશન્સ ન આવે તો તમે માણસ છોજ નહીં તેમ કહેવાય. અમુક અનુભવોના રીએક્શન ખુબ સ્ટ્રોન્ગ હોય છે જેમાં આપણે રડીએ છીએ, ચીસો પાડીએ, અને જે આવે તેની સાથે વહી જઈએ છીએ. બીજા લોકો શું કહેશે તે વિચારીને તમારી ફીલીન્ગ દબાવી ન રાખવી જોઈએ. દબાવવાથી તમે તુટી જશો અને તમારા પર દનિયાનો ભાર હોય તેવું લાગશે. માટે આ ઈમોશન્સ સાથે હિમ્મત રાખીને ખુલે મનથી આગળ વધો.

3.  શા માટે હંમેશા યાદ રાખશો.

તકલીફો આવે ત્યારે આપણે એ પણ ભુલી જઈએ છીએ કે આપણી જીવન પાસેથી શું અપેક્ષા છે. આપણે બધા પ્રેમ કરવા માટે આ દુનિયા માં આવ્યા છીએ અને પ્રેમના વાઈબ્રેશન ફેલાવીએ છીએ. તકલીફના સમયે તમે શા માટે આ દુનિયામાં આવ્યા છો તે બૂલી જાવ છો પણ જ્યારે તમે તુટી જાવ ત્યરે તમે તમારા મિશનના ઉંડાણમાં જાવ છો. જો તમને તકલીફ ન પડી હોત તો બીજા હજારો લોકો જેમને રોજ કોઈને કોઈ તકલીફ પડે છે તેને તમે સમજી ન શક્યા હોત. માટે શા માટે એ પ્રેશ્ન ન ભુલશો અને તમારા મિશન ને વધુ સમજી તેને મેળવવાની કોશિશ કરજો.

4.  તમારા તુટવા સીવાય બીજું ઘણું છે દુનિયામાં.

તમે તુટી ગયા છો એટલે બીજા બધા પણ એવું ફીલ કરે તે જરૂરી નથી. તમારે એક દિવસ કે એક અનુભવ ખરાબથયો હોય એટલે આસપાસ બધેજ અંધારું થઈ જાય તેવું નથી. માટે થોડું વિશાળ વિચારો કે તમને હજી પણ તાજી હવા મળે છે, ાસપાસ સરસ વાદળ છે, તમારા મોઢા પર સરસ ઠંડી હવાનો સપર્શ થાય છે, કોઈ અજાણ્યું તમારી સામે હસે છે. આ બધી સુંદર વસ્તુઓને જોવો કે તમે હજી પણ કેટલી વસ્તુઓનો આનંદ લઈ શકો છો. આ બધી સારી વાતો ને જોશો તો તમારી આસપાસ બદુંજ કાળું છે તેવું તમને નહીં લાગે.

5.  તમારા ફ્રેન્ડ્ઝ અને પરીવાર તમારી સાથે છે તે યાદ રાખજો.

જીવનમાં જ્યારે તકલીફો આવે ત્યારે આપણા મિત્રો અને પરીવાર આપણી સાથે ઉભા રહે છે. તેમની મદદ લેતા અચકાશો નહીં કારણકે આપણને બધાને ગાઈડન્સની જરૂર હોય છે. તમને એમ લાગે છે કે તેમને તકલીફ થશે તો એ બધી વાતો યાદ કરો જ્યારે તમે તેમના માટે ઉભા રહ્યા હતા. જે લોકોને તમારી કદર છે તે સામે ચાલીને તમારી મદદ માટે દંમેશા તૈયાર હશે.

6.  તમને ખુશી આપે તેવી વસ્તુઓ પર ફોકસ કરો.

જ્યારે દુખ આવે ત્યારે આપણે દુખને એટલું મોટું સ્થાન આપી દઈએ છીએ કે આપણે ખુશી આપતી વસ્તુઓને આપણે ભૂલી જઈએ છીએ. બાહર જઈને તડકાની મજા લો, ફુલના છોડ વાવો, સાઈકલ ચલાવો, મિત્રોને મળો કે પછી એવું કંઈ કરો જે તમને આનંદ આપે. તમે તુટી ગયા છો તેનો મતલબ એ નથી કે તમે હંમેશા એક રૂમમાં ઉદાસ બેસી, તેને યાદ કરીને રડતા રહો.

7.  તમારી ફીલીન્ગ્ઝને વધુ પડતી ન ઓળખો.

તમારી ફીલીન્ગ તેની મરજીથી આવે ને જાય છે તેના પર તમારો કોઈ હક નથી. તમે માત્ર તેના આવતા અને જતા જોઈ શકો છો. તે બોલાવ્યા વગર અજ આવી જાય છે. તમે તમારા મિત્રોને ઘરે બોલાવી શકો છો પણ ફીલીન્ગ્ઝને તમારા બ્રેઈન માં આવવા માટે નથી કહી શક્તા. ફીલીન્ગ્ઝ ટેમ્પરરી હોય છે માટે તેને તમને કંટ્રોલ ન કરવા દો.

8.  લાઈફમાં ઘણા ઉતાર ચડાવ આવે છે અને તે કાયમી નથી હોતા તે યાદ રાખજો.

તમારા ઈમોશન્સની જેમ ્ધરી પરીસ્થિતીઓ પણ થોડા સમય માટેજ રહે છે. આપણે તેને એટલું સીરીયસલી લઈએ છીએ કે આપણે તેમાં આખી જીંદગી નથી કાઢવાની તે ભૂલી જઈએ છીએ. તમાર તકલીફોને એન્જોય કરતા શીખો કારણકે તમે પાછળ વળીને જોશો તો તમે ખરાબ સમયનો પણ આભાર માનશો કારણકે સારી પળોની જેમ તેણે પણ તમને ઘણી સીખ આપી છે.

ટિપ્પણીઓ નથી: