DEDICATED TO ALL DOCTOR FRIENDS :-
આ ડોકટરો લુંટે છે
એનાટોમીમાં શબ્દોના પ્રાસ
બેસાડીને પોતે જ ડેડ-બોડી જેવો થઇ જાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
ફીઝીયોલોજી અને બાયોકેમિસ્ટ્રીમાં અંગ્રેજીનાં ફાંફા સાથે માંડ પહેલું વર્ષ પૂરું થાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
ફાર્મેકોલોજીની દવાઓનાં ગોટાળા વચ્ચે મગજનું કોકટેલ થાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
પેથોલોજીની રોબીન્સ અને
માઈક્રોબાયોલોજીનાં બેકટેરિયા-વાયરસમાં ગોથા ખાઈને ફંગસને માંડ ગોખે છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
ફોરેન્સિકમાં તો પોલીસેય ધાપ ખાય પણ ડોકટર મોતનું કારણ શોધીને જ રહે છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
ત્રીજા વર્ષમાં અપ્રોન અને
સ્ટેથોસ્કોપ લઇને હોસ્પિટલમાં પગ મૂકતા જ ડોકટર બન્યાંનો ભાસ માત્ર
થાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
આંખ તપાસતા ડોકટરની આંખોય ભીની થાય છે અને કાન-નાક-ગળાના ડોકટરનું મૌન જ ઘણું કહી જાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
બોલતાંય શિખ્યા ના હોય
એવા બાળકનો દર્દ એક
પીડીયાટ્રીશિયન ખુબ જાણે છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
છેલ્લું વર્ષ પાસ કરવા માત્રથી કંઈ ડોકટર નથી બનાતું પછી જ તો સાચી કસોટી શરું થાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
શનિ-રવિના એન્ટરન્સના ક્લાસ ગોઠવતો ઇન્ટર્ન શનિ-રવિની મજા પણ
ભૂલી જાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
ઇન્ટર્નશીપ સાથે એડમીશન મળે તો ઠીક બાકી ચોવીસ વર્ષેય એકાદ વર્ષનો ડ્રોપ લઇને રેસીડંટશીપમાં પ્રવેશે
છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
છત્રીસ કલાકની ઈમરજન્સી કરતા ડોકટરને બાથરૂમનું
એ ઝોકુંય મીઠું લાગે છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
ડીઓડેરેન્ટ કંપનીઓનું તો દેવું નીકળી જાય જો ઈમરજન્સીમાં એકાદ વાર નહાવા મળી જાય.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
હોળી-દિવાળી કે ઈદ એ વળી શું હોય? અહી તો સ્વતંત્રતા દિવસ પણ ઓ.ટી.માં જ ઉજવાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
સગાવહાલાય ભાગી જાય પણ એવી અજાણી વ્યક્તિને પોતાનું લોહી ડોનેટ કરીને
ઝીંદગી બચાવતા ડોકટરથી વધું કદાચ કોઈને ઝીંદગીની કિંમત ખબર નહિ હોય.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
ત્રણ વર્ષનાં રેસીડંટશીપના ત્રાસમાંથી છુટેલા ડોકટરને તો કોઈ પણ જગ્યાએ સ્વર્ગ જ લાગે છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
રીટાયર થવાની ઉંમરે લોન લઇને હોસ્પિટલ ખોલે પણ કોઈ ભૂલ થાય તો ડોકટર પણ માણસ છે એ તો લોકો ભૂલી જ જાય છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
થીયેટરમાં ફિલ્મના ૨૦૦-૩૦૦ રૂપિયા હોંશે-હોંશે આપશે પણ ઝીંદગી બચાવનાર એક ડોકટરનું
મહેનતાણું મોંઘુ પડે છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
જાણે તો સૌ છે કે ટોપલામાં ખરાબ કેરીઓ નીકળવાની જ છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છે.
आप कहो સાજા તો મારો 'કૃષ્ણ' જ કરે છે પણ સાજા થવાનો માર્ગ સરળ એક
ડોકટર જ બનાવે છે.
છતાંય લોકો કહે કે આ ડોકટરો લુંટે છ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો