*મિત્રતામાં મંદીનો સમય*
*હાલમાં Harvard Business Review માં એક લેખ વાંચ્યો. એમાં લખ્યું છે કે :*
૧. દુનિયામાં “Friendship Recession” એટલે કે મિત્રતામાં ઘટાડો ઝડપથી વધી રહ્યો છે.
૨. 1990 થી અત્યાર સુધી અમેરિકામાં “મારો કોઈ નજીકનો મિત્ર નથી” એવું કહેતા લોકો ચાર ગણાં વધી 12% થઈ ગયા છે.
૩. જ્યારે “10 કે તેથી વધુ નજીકના મિત્રો” ધરાવતા લોકો ત્રીજા હિસ્સા જેટલા ઘટી ગયા છે.
૪. ભારતના શહેરી વિસ્તારોમાં પણ એવી જ સ્થિતિ છે – ઓળખાણ વધી રહી છે,પરંતુ સાચી મિત્રતા ઓછી થઈ રહી છે.
૫. અગાઉ અજાણ્યા લોકો સાથે કેફે, ક્લબ કે કાર્યક્રમોમાં વાતચીત થતી. હવે લોકો ભીડ વચ્ચે પણ એકલા જ રહે છે.
૬. અમેરિકામાં છેલ્લા બે વર્ષમાં એકલા ભોજન કરનારા લોકોની સંખ્યા 29% વધી છે.
૭. Stanford University એ તો મિત્રતા શીખવવાનો કોર્સ પણ શરૂ કર્યો છે.
૮. આ માત્ર સામાજિક નહીં, પણ સાંસ્કૃતિક સમસ્યા છે.
૯. મિત્રતા માટે સમય કાઢવો હવે વૈભવ નહીં, જરૂરિયાત છે.
૧૦. એકલતા આદત બની રહી છે. જો મિત્રતાને મહત્વ નહીં આપીએ તો નવા મિત્રો તો મળશે નહીં, પણ જૂના સંબંધો પણ ખોવાઈ જશે.
*શોધ કહે છે કે:*
૧. એકલતાથી હૃદયરોગ, ડિમેન્શિયા અને વહેલી મરણદર વધી જાય છે
૨. તે દરરોજ 15 સિગારેટ પીવા જેટલું હાનિકારક છે
૩. મિત્રતા માનસિક, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય માટે જરૂરી છે
૪. Harvard ની 80 વર્ષની સ્ટડી મુજબ સાચું સુખ અને આરોગ્યનું મુખ્ય કારણ નજીકના સંબંધો છે
૫. પૈસા કમાઈ શકાય, માન-સન્માન બદલાઈ શકે, પણ સાચો મિત્ર એ જ છે જે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે ઊભો રહે.
૬. મિત્રતા એ એવી સંપત્તિ છે જે ક્યારેય ખૂટી નથી પડતી. એટલે ફક્ત ઓળખાણમાં ન અટકો, મિત્રોને મહત્વ આપો, કારણ કે સારા મિત્રો જ જીવનની સાચી સંપત્તિ છે.
૭. મિત્રતા નિભાવો, સમય કાઢો, ક્ષમા કરો, યાદો બનાવો.
૮. સાચા મિત્રો સાથે જીવન વધારે સુંદર બની જાય છે.
✍️🙏🤝
From Blogger iPhone client
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો