મંગળવાર, 12 ઑક્ટોબર, 2021

Old age and life with diaper

*અમૂક ઉંમર પછી સૌથી લાંબુ અંતર.....આપણી પથારી થી આપણા વોશરૂમ સુધી નું હોય છે.....,*

*ત્યારે ફક્ત આંખો જ નહીં ..., ચાદર પણ ભીની થાય છે......, ઓશિકા, ગાદલાં, કપડાં બધું જ પલળે છે....!,*

*બાળપણ મા ડાયપર માં થી માંડ નીકળેલા આપણે.. ફરી પાછા ડાયપર માં પ્રવેશી એ છીએ.. ફરી પાછું આપણી પાસે કોઈ આવે ને ડાયપર બદલી દે, એની રાહ જોવાની....,ડાયપર ની સાઈઝ સિવાય કશું જ બદલાતું નથી...* 

*એ તબક્કે કબાટ માં પડેલા પ્રોપર્ટી ના ડોક્યુમેન્ટ્સ અને ચેકબુક.... ઈચ્છે તો પણ આપણી મદદ નહિ કરી શકે.....!,*

*વોશરૂમ માં નખાવેલા મોંઘાદાટ કમોડ અને બાથરૂમ ફીટીંગ્સ, ચાલી ને આપણા સુધી આવી પણ નહીં  શકે... મહેનત કરીને મેળવેલી બધી જ લક્ઝરી લાચાર થઈ ને આપણ ને જોયા કરશે અને આપણ ને વોશરૂમ સુધી જવા ની લક્ઝરી પણ નહિ મળે...*

*ત્યારે જિંદગી આપણા વશ માં નહીં  હોય ....અને આપણે પોતે પથારી વશ હોઈશું....!*

*જીવતર ના બોર્ડ ની પરીક્ષા નું સાચું રીઝલ્ટ ત્યારે ખબર પડશે....*

*ધીમા અવાજે એક જ વાર બોલાવીએ અને ઘર ના કોઈપણ ખૂણે થી ઘરની જ કોઈ વ્યક્તિ જો બેડપેન (BedPan) લઈને હાજર થઈ જાય.. તો સમજવું કે.....આપણું ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય જગ્યાએ હતું...*

*જુવાની ના દિવસો માં જે સંબંધ હાથ માં ચા અને ચહેરા પર સ્મિત લઈને આપણી તરફ દોડતો..., એ જ સંબંધ જો હાથ માં બેડપેન અને ચહેરા પર વ્હાલ લઈને આપણી તરફ દોડતો હોય તો બેંક ના સ્ટેટમેન્ટ વગર પણ આપણે સમજી જવું જોઈએ કે આપણે સમૃદ્ધ છીએ.....*

🙏🌺🙏

ટિપ્પણીઓ નથી: