સોમવાર, 2 ઑગસ્ટ, 2021

Friends, priceless assets.

Happy Friendship Day...

જરૂર પડે તો ખલીલ માથું દઈ દેવાનું,
પણ મિત્રતામાં પાછીપાની નહીં કરવાની.
~ ખલીલ ધનતેજવી

એમાં તમે છો હું છું અને થોડા મિત્ર છે,
એથી જીવન કથાના પ્રસંગો સચિત્ર છે.
– બરકત વીરાણી ‘બેફામ’

ખરેખર ભાગ્યશાળી છું કે મારા એવા મિત્રો છે,
મુહબ્બતના, નિખાલસતાના જે જીવંત ચિત્રો છે.
~ આસિમ રાંદેરી

ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે,
એવી હાલત થાય છે બસ, મિત્રો જ મને સંભાળે છે…
– ‘સૈફ’ પાલનપુરી

કેમ દુઃખમાં જ યાદ આવે છે ?
મિત્ર, તુ પણ કોઇ ખુદા તો નથી ? !
~ ભરત વિંઝુડા

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
– વિવેક મનહર ટેલર

જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદ્દનસીબે મિત્રોનાં ખભ્ભા મળે છે.
~ સુધીર દત્તા

*ધારો તો એક પળમાં ઉભા થાય દુશ્મનો*
*બસ, મિત્ર શોધવામાં બહુ વાર લાગે છે.* 
~ *ડૉ. ફિરદૌસ દેખૈયા*

આજીવન પ્રેમ તો ટકે ક્યાંથી ?
મિત્રતા હોત તો જીવનભર હોત
~ ભાવિન ગોપાણી

આપે  છે  દિલાસા અને  રડવા નથી દેતા,
દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા;
– રઈશ મનીઆર

નભ જેમ અંધકારમાં રહીએ રમેશ , પણ
સૂરજની જેવા મિત્ર મળે ને પ્રકાશ થાય
~ રમેશ પારેખ

અને અંતે ખુમારી આંસુની અકબંધ રહી ગઈ દોસ્ત,
થયેલું એક ક્ષણ એવું કે તું એ લૂછવા આવે.
– જિગર ફરાદીવાલા

નવા દુશ્મનોનું નથી ખાસ જોખમ,
હવે દોસ્તો મારા, કમ થઈ રહ્યા છે.
– અબ્બાસ વાસી ‘મરીઝ’

જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન
તમોને દોસ્ત દુશ્મનની ખબર ક્યાં છે, કદર ક્યાં છે?
– અમૃત “ઘાયલ”

સમય વિતાવો નહીં દુશ્મનોની ચર્ચામાં,
કે દોસ્તોનું મિલન આ ફરી મળે ન મળે.
~ મરીઝ

એક આવે, જાય બીજો, શું મજા એમાં 'અમીર'
આપણે ત્યાં દોસ્તનો દરબાર હોવો જોઈએ
~ દેવદાસ શાહ 'અમીર

મેં સફાળા બારણું ખોલ્યું હતું
દોસ્ત જ્યારે યાદ તું આવી ગયો
~ 'અગન' રાજ્યગુરુ

જે નથી જાણતા શું છે મોકો
દોસ્ત એવાય છે ઘણા લોકો
– હર્ષ બ્રહ્મભટ્ટ

એ નિશાની છે ખલીલ એક મિત્રની,
એટલે એ ડાઘ મેં ધોયો નથી !
~ ખલીલ ધનતેજવી

🙏🏼🙏🏼🙏🏼

ટિપ્પણીઓ નથી: