કેટલીક અણગમતી વાતો.... (આ ફોરવર્ડ નથી )
જેને જે નામ આપવું હોય તે...
નક્કર વાસ્તવિકતા કહો,
મન ખાટું કરી દેતી વાત કહો,
"કડવું " / "નગ્ન " સત્ય કહો...
👉🏽 સાહેબ ને જેટલા પોલીસે વાળા સાથે સંબંધો હશે એટલા બહુ ઓછા વ્યક્તિઓ ને હશે, પણ કઈ કામ ન આવ્યું (અમારે તો ઉપર થી સૂચના છે એટલે કરવું પડે, અમારી પાસે સત્તા નથી, હળવી કલમ લગાવીશું, તમને કઈ તકલીફ નહિ પડવા દઈએ પણ એકવાર તો લઇ જ ગયા !)
👉🏽 સાહેબ ને જેટલા પોલિટિકલ સંબંધો હશે એટલા બહુ ઓછા ને હશે, પણ કોઈ સાથે ન આવ્યું. (ઉપર વાત થઇ ગઈ છે, બધું સારું થઇ જશે, આતો કરવું પડે, આગળ જોઈ લઈશું જેવા ઠાલા આશ્વાસનો જરૂર મળ્યા હશે જ !)
👉🏽 સાહેબ ને જેટલા પત્રકારો સાથે ઓળખાણ હશે એટલી બહુ ઓછા ને હશે, પણ તોય ભરપૂર છાપ્યું (કારણકે એ તો એમનો ધંધો છે, સાચું, ખોટું, સંબંધ એવું થોડું જોવાનું હોય !)
જો એમની સાથે પણ આ થઇ શકે તો ગમે તેની સાથે આ જ થાય ! છતાં આપણે ખોટા ભ્રમ મા જ રહીયે છીએ કે જે તે સમયે જોઈ લઈશું આપણને વાંધો નહિ આવે ! આ નર્યો ભ્રમ જ છે. ભૂતકાળ કે ભૂલો માંથી પણ ન શીખીયે તો ...... ગણાઈએ.
👉🏽 એ વાસ્તવિકતા છે કે ઉપર માનું કોઈ ક્યારેય કોઈનેય કામ આવ્યું નથી તો શું કામ લાબેચારી કરવી ?
👉🏽 સમય નિયમો નો જ છે. નિયમો ચાતરી ને બધું થઇ જશે એ જમાનો બદલાઈ રહ્યો છે એ જેટલું જલ્દી સ્વીકારીશું એ સારું છે. દરેક બાબત મા લીગલી સાચા રહેવું એ સમય ની માંગ છે. હા થોડી તકલીફ પડે પણ સ્વીકારવું તો પડશે જ અથવા ભોગવવું પડશે. જેને જે પસંદ કરવું હોય તે કરી શકે છે.
👉🏽 કેમ આ સમયે એક સાથે બધી પ્રાઇવેટ કોવિદ હોસ્પિટલો એ એમ ના કહ્યું કે " અમે આજ થી જ પ્રાઇવેટ કોવિદ સંસ્થાનો બંધ કરીયે છીએ અને સરકાર ફેસિલિટી ઉભી કરે ત્યાં અમારી કાર્યદક્ષતા નો લાભ આપીશું. " જો આટલું જ કરીયે તો બધું જ્ઞાન આવી જાય. હા એવી આવક જતી કરવાની હિમ્મત જોઈએ. અને સરકારને પણ સેવાઓ શું કામ મફત આપવી, કરો ફી નક્કી ! જેવી જેની મરજી.
👉🏽 કેમ એવું ન કહી શકીયે કે, સારવાર કરવાની આવડત કે જવાબદારી છે, નહિ કે સફાઈ કરવાની, હિસાબ કરવાની, આગ અને ઇલેકટ્રીસિટી ની વ્યવસ્થા કરવાની.
👉🏽 જો બધું નિયમો, ગાઇડલાઇન અને ઉચ્ચતમ માપદંડો સાથે જોઈતું હોય તો સ્વાભાવિક છે કે તેની કિંમત તો વધે જ ! આટલું સરળ સત્ય આપણે કેમ નથી જાહેર મા કહી શકતા ? દરેક ને વહેતી ગંગા મા હાથ ધોઈ લેવા છે તો પછી ખોટો દેકારો ના કરવો જોઈ અને જે થાય તે જોતા રહેવું જોઈએ.
👉🏽 અને હા ડોક્ટરો ના બિલ ફક્ત હજારો કે લાખો મા હોય છે જયારે બાકી બધા ના વહીવટો, બીલો, કૌભાંડો કરોડો અને હજારો કરોડો ના હોય છે તોય માફ ? કારણકે તે નરી આંખે દેખાતા નથી. કરોડો ના પુલ તૂટી ગયા, કરોડ ના રસ્તા દર વર્ષે ધોવાઈ ગયા, કોરોના ની ખરીદી મા કરોડો ક્યાં વપરાઈ ગયા, છે કોઈ જવાબદાર ? ડોક્ટરો ને PPE કીટ વગર ડ્યૂટી કરવાની, છે કોઈ અધિકારી ની જવાબદારી ? કેમ આ મુદ્દાઓ ને આપણે સમાજ સમક્ષ નથી મુકતા ? ખાડા ના લીધે થતા અકસ્માત અને મોત ની સંખ્યા લાખો મા છે છતાં થયો કયારેય કેસ / ધરપકડ કોઈ એન્જીનીઅર કે અધિકારી કે રાજકારણી ની ?
👉🏽 સમાજ ની જેમ દરેક ક્ષેત્ર મા જુદી જુદી વિચારસરણી વાળા લોકો રહેવાના જેથી આવું ચાલ્યા કરવાનું. જેને નથી પસંદ તે દૂર રહે. દરેક પોતપોતાની ગોઠવણ કરી લે.
👉🏽 અને જે વિચારો રજુ કરે તેને સમાજ "આક્રોશ " ગણી લે, અંગત મત ગણી લે, મુખ્યધારા થી અલગ ગણી લે, ઘણી બધી રીતે "ધ્યાન " કે "દાઢ " મા રાખી લે, સાઈડલાઈન કરી દે, વગેરે વગેરે....
માટે પરિસ્થિતિ યથાવત રહેવાની, આવા વખતે વમળો ઉઠશે અને શાંત થઇ જશે. સૌ પોતપોતાના બિઝનેસ મા પડી જશે....
👉🏽 આપણે જ ઉપરના કોઈ VIP ને મોકલતી વખતે ભલામણ નો ફોન કરીયે છીએ કે જરા ધ્યાન રાખજો ! જો એ ભલામણ વગર તેમને પણ સામાન્ય ની જેમ જ યોગ્ય ન્યાય આપીયે તો તે પણ સમજી જાય. ઇતિહાસ નજરે છે કે આવા કોઈ VIP તમારા મુશ્કેલી ના સમયે કામ નથી આવ્યા ! કા તો સાહેબ ફોન ના ઉપાડે, કા તો મિટિંગ મા હોય, કા તો બહારગામ હોય, કા તો ફોન બંધ હોય વિગેરે વિગેરે હજારો કારણો હોય. પછી કહેશે કે, કહેવું જોઈએ ને સાહેબ !
બધા ઉપરોક્ત વાતો મા સંમત તો હશે પણ મોટા ભાગે બધા મૂક સંમત રહેવાનું પસંદ કરે છે (ઉપરોક્ત કારણો સર ) જેને સમાજ "વ્યવહારિક " કહે છે !
એક આક્રોશ થી ભભુકતા, સામાન્ય, નિઃસહાય વ્યક્તિ ની વ્યથા....