✍️ *હ્રદય સ્પર્શી ટુંકી વાર્તા*
🧹 *“ના, હું તો આ સાવરણીના રૂપિયા વીસ જ આપીશ.”*
ઘેર ઘેર ફરીને સાવરણી વેચતી એક બહેન પાસે ભાવ બાબત અરુણાબહેન રકઝક કરતાં હતાં.
“પણ બહેન, આવા ધોમ તડકામાં અમે ઘેર ઘેર ફરીને અમારા રોટલા કાઢીએ છીએ. અમને એક સાવરણીની પાછળ માંડ ચાર પાંચ રૂપિયા પણ મળતા નથી. તેમાં તમે પચીસ ને બદલે રૂપિયા વીસ આપો તો કેમ ચાલે?”
સાવરણી વેચવાવાળી બહેન પોતાની વેદના ઠાલવતી હતી.
એ બહેન પોતાની વાત કરતી હતી, એ વખતે જ અરુણાબહેનના મોબાઈલની રિંગ વાગી.
અરુણાબહેને મોબાઈલ ઓન કર્યો અને બોલ્યાં:
“થોભ બહેન, મારા દીકરાનો ફોન છે, વાત કરી લઉં. તને પોસાય તો આપજે નહિતર કાંઈ નહીં.”
કહી અરુણાબહેને તેના પુત્રને “હલ્લો બેટા, કેમ છે તું?” એવું પૂછ્યું.
સામેથી અરુણાબહેનના પુત્ર કેયુરનો અવાજ આવ્યો,
“શેની રકઝક કરો છો... *મા*?”
કેયુર ઑસ્ટ્રેલિયા ગયો હોવા છતાં ભારતીય રિવાજ ભૂલ્યો નહોતો. તેથી ‘મમ્મી’ શબ્દને બદલે ‘મા’ જેવો સ્નેહ નીતરતો શબ્દ વાપર્યો હતો.
“જોને સાવરણી વેચવાવાળી એક બહેન આવી છે. એ રૂપિયા પચીસ કહે છે. જ્યારે હું એ સાવરણીના રૂપિયા વીસ કહું છું પણ માનતી નથી..” અરુણાબહેને પ્રસંગનું વર્ણન કર્યું સાથે સાથે સાવરણી વેચવાવાળી બહેન કાળઝાળ ગરમી અને તડકાની વચ્ચે સાવરણી ઘેર ઘેર ફરીને વેચે છે. એ બધી વાત પણ કેયૂરને ફોનમાં કહ્યું.
**********
પ્રવીણભાઈ એસ.ટી. માં કંડક્ટર હતા. પગારની તારીખે થોડા રૂપિયા પોતાની પાસે રાખે અને બાકીના રૂપિયા પત્ની અરુણાબહેનને આપી દેતા.
આ પગારમાં તેઓ કરકસર કરી ઘર ચલાવતાં.
લગ્નજીવનમાં તેઓને બે પુત્રી અને એક પુત્રની ભેટ મળી.
બંને ઠીકઠીક ભણેલાં. પણ પોતાના સંતાનો પુત્ર હોય કે પુત્રી- જરૂર ઉચ્ચ દરજ્જાનું ભણાવવું જોઈએ તેવું માનતા હતા.
તેથી યેન કેન પ્રકારે ત્રણેયને કોલેજના ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચાડ્યાં..
દીર્ઘદ્રષ્ટા અરુણાબહેન કરજ કર્યા વિના બે છેડા ગમે તેમ પૂરાં કરતાં રહ્યાં પણ બચતના નામે પોતાના સંતાનોની વિદ્યા જ પુરાંતમાં હતી.
કાળનું ચક્ર ફરતું રહ્યું.
બંને પુત્રીઓને સરસ ઘરે પરણાવી.
કેયૂર પણ સમજુ હતો.
કૉલેજના ઉચ્ચ શિક્ષણનો બોજો માતાપિતા પર ન પડે તે માટે તે ટ્યુશન પણ ઘરે કરાવતો હતો.
કેયૂરે માતા પાસેથી કરકસરના પાઠ બરાબર શીખી લીધા હતા.
સાવ સાદાઈથી સૌ જીવતાં હતાં તેમ કરતાં કેયૂરે થોડી બચત ઊભી કરી લીધી હતી.
એવામાં તેને ઑસ્ટ્રેલિયામાં સારી ઑફર મળી અને થોડી ભેગી કરેલી બચત દ્વારા એ ઑસ્ટ્રેલિયા ઊપડી ગયો.
ઑસ્ટ્રેલિયામાં પણ તેણે કરકસરથી રહેવાનું ચાલુ રાખ્યું હતું.
આથી, બચતમાંથી દર મહિને નિયમિત રીતે કેયૂર પિતાના ખાતામાં પાંચ આંકડાની રકમ મોકલતો રહ્યો.
ક્યારેક છ આંકડાની પણ રકમ હોંશથી મોકલી શકતો.
***
સાવરણી વેચવાવાળી બહેન અને માતા અરૂણાબહેનની રકઝકની વાત કેયુરે જાણ્યા પછી, તે વાતના અનુસંધાને કેયૂરે ફોનમાં કહ્યું:
*“મારી મા, શા માટે આવી કાળઝાળ ગરમીમાં બટકું રોટલો મેળવતાં બહેનને સતાવી રહી છો? તેની પાસેથી પાંચ રૂપિયા ઓછા કરાવીને બચાવેલા 5 રૂપિયામાં તારો બંગલો બની જાશે? માડી, તેં પણ ગરીબાઈ જોઈ છે, તો આજે પ્રભુકૃપાએ આપણે પાંચ રૂપિયાની શી કિંમત છે?*
તમે બે દાયકા કેવા વિતાવ્યા છે?
*આવા કોઇના અંતરના આશીર્વાદથી* જ તો
લક્ષ્મીદેવીના ચાર હાથ આપણા પરીવારનાં માથે છે.
તમારે તો *આવા પેટિયું કાઢતા લોકોને* મદદરૂપ થવું જોઈએ.
જો સાંભળી લે, એ બહેનને પચીસ ને બદલે ત્રીસ રૂપિયા આપજે અને બપોરે ભરપેટ જમાડજે.”
એવું સાંભળતાં અરુણાબહેન રડી પડ્યાં.
*“હા બેટા એ બહેનને ત્રીસ રૂપિયા આપીશ અને સારી વાનગી જમાડીશ પણ ખરી.”*
“કેમ રડો છો, બહેન?”
સાવરણી વેચવાવાળી બહેને પ્રશ્ન કર્યો.
“બહેન, સૌ પહેલાં તો તું ઘરમાં આવ.
તને રૂપિયા પચીસ નહીં સાવરણીના રૂપિયા ત્રીસ આપવાનું અને તને જમાડીને જ મોકલવાની વાત મારા દીકરાએ કરી છે.”
અને અરુણાબહેને કેયૂર સાથે થયેલી વાત માંડીને કરી ત્યારે સાવરણી વેચવાવાળીબહેન પણ રડી પડી અને સાચા અંતરના આશીર્વાદ આપતા બોલી:
પ્રભુ તમારા પરીવારને હંમેશા સુખ, શાંતિ અને બરકત આપે, મારી પ્રભુને દીલથી પ્રાર્થના છે કે ક્યારેય પણ ક્લેશ, માંદગી તમારા પરીવારની નજીક પણ નો આવે.
*“બહેન તમારા દીકરા જેવા દીકરા ભગવાન સૌને આપે અને તમારો દીકરો સો વરહનો થાય. ”*💞 👇🏼
*_આપણે સહુ_*
*કોના નસીબનું* અને
*કોના આશીર્વાદ* થી સુખ ભોગવી રહ્યા છીયે.. તે તો ભગવાન જ જાણે. 🙏🙏🙏