શુક્રવાર, 25 મે, 2018

Life after fifty

પચાશ વટાવી ગયેલા માટે -:
આજનો યુગ ખુબજ જડપ થી બદલાઈ રહ્યો છે.
નિત નવા સંસોધનો , નવી ટેકનિકો , નવા નવા સાધનો , નવી ભાષા , ઈન્ટરનેટ નુ વધતુ પ્રભુત્વ ...
સ્નાયુબળ ને  બુધ્ધીયે સંપુર્ણપણે સજ્જડ રીતે હરાવી દીધુ છે.
આવા સંજોગો માં ખાનપાન , પહેરવેશ , વાતચિત , વર્તણુક , ભાષા , આધુનિક યંત્રો અને ટેકનિકો ,દિવસરાત સતત બદલતી રહે છે .
યુવા પેઢી તેની ઉંમરના જોશ ને લીધે સતત અપડેટ થઈ સમય સાથે તાલ મિલાવવા માં મહદ્ અંશે સફળ થતી હોય છે .
આવા સમયે પચાશ વટી ચુકેલા। પ્રૌઢો યે હાર માનવા ની જરુર નથી ...
આપણી પાસે અનુભવના ભાથા સાથે। હજુ પણ શરીર સક્ષમ જ હોય , ત્યારે ..

“ આપણે હવે ક્યા જરુર છે ?
આપણે હવે મોટા થઈ ગયા ...!
આપણ ને ના શોભે..!!!
આપણ ને ના આવડે .. છોકરા’વ ને પુછુ ...
ઈ ઝંઝટ માં શુ કામ પડવુ ?”
આવુ મોટા ભાગના લોકો પાસે હુ શાંભળુ છુ .
શા માટે ભાઈયો ?
જો આજે જ આ પરિવર્તન ના રસ્તે હાર માની ને બેસી રહેશો તો .....
આવતા દશ વર્ષ માં જ પાછલા સો વર્ષ જેટલુ પરિવર્તન આવવાનુ છે ત્યારે આપણે દશ વર્ષ માં જ એટલા પછાત અને outdated થઈ જશુ કે આવતી પેઢી આપણ ને પરગ્રહવાસી ( allian) ની નજરે જોશે .
“તમને નો ખબર પડે ...!
તમને એ ના ફાવે ...!!
તમારુ કામ નથી ..!!!
તમને ના સારુ લાગે ...!!
તમો વચ્ચે ના બોલો ...!!!

આવા સબ્દો ના મારા સામે અસહાય બની
“ચકળવકળ “ ડોળા થી બાઘા બની ને જ રહેશો ....
તો આ જડપી જમાના અને આગલી પેઢી સાથે કદમ પે કદમ ચાલવા શુ કરવુ જોય ?
આ રહી થોડી મારા તરફ થી (૫૨ વર્ષે ) ટીપ્સ ...
૧:-  હમેંશા  યુવાનો થી પણ સ્વચ્છ , સુઘડ અને ફેશનેબલ રહો ...
૨:- વિચારો માં જોરદાર સકારત્મકતા જાળવી રાખો .
૩:- મનમાં લેશ માત્ર ખ્યાલ રહેવા ના દો કે હુ યુવાન નથી !
પોતાને યુવાન જ માનો .
૪:- યુવાનો સાથે સતત સંપર્ક જાળવો અને નવી નવી સોધો , ટેકનિકો સાથે અપડેટ રહો ..
જેમકે યુવાનો ની જેમજ , ઈન્ટરનેટ
, મોબાઈલ , કોમ્યુટર , ગવર્મેંટ ના નવા નવા નિયમો , નવા વાહનો , નવી ફેશન , નવતર મસ્તી .. વગેરે યુવાનો ના સંપર્ક થી જ મળે ..
આ માટે તમારા બાળકો ના વાલી નહી , ખાસ મિત્ર બનો .
મનને પુછો ... એને આવડે ને મને કેમ નહી ?
૫:  સતત અપડેટ રહો ...
પાણી પણ વહેતુ હોય ત્યા સુધી જ નિર્મળ રહે ,
બંધાયાર થતા જ ગંધાવા લાગે ..
માટે સતત અપડેટ રહેવાનો સૌથી મોટો ઉપાય છે .. સોશ્યલ મિડીયા , ટીવી અને ન્યુઝ પેપર , તંદુરસ્ત વિચારો વાળા સાથે ગોષ્ઠી..
૬:- ફેશન અને ઘડપણ ને એકબીજાના વિરોધી ના માનો .
૭:- બાળકો પાસેથી સતત નવા ખાનપાન , ફેશન , વિશે જાણો .
૮:- દેવ દર્શન  સવાર પુરતા જ રાખો .
દેશ અને ધર્મ પ્રત્યે પુરી શ્રધ્ધા રાખો .
૯:- કથા , પ્રવચન , ભજનો , ડાયરા , માંડવા , હરદ્વાર ની હડીયાપટ્ટી ,  વગેરે સાવ માપના રાખો .
દુનિયા ને બતાવવા ધાર્મિક ના બનો . એમાં લાભ કરતાં નુકશાન વધુ છે.
૧૦: - શીશુ અવસ્થા થી માંડી ને ૫૦ વર્ષે પણ જે પોતાના દેશ કે ધર્મ , સમાજ ( જાતી નહી , સમુહ) ને કામ ના આવ્યો હોય તે પછી લંગોટી પહેરી ભક્ત હોવાનો દેખાવ કરે તેની પાછળ થી તમામ મશ્કરી જ કરે !!!
૧૧:- જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી વિધ્યાર્થી બની શીખો ..
છેલ્લે સુધી કાર્ય કરતા રહો ...
હાથ કે હથીયાર હેઠા મુકો તો તુરંત નકારત્મકતા તમને ઘેરી  લેશે ..
તમો પચાશ ઉપર પહોંચ્યા છો એજ તમારા પરની પ્રભુ ક્રુપા છે ...
પાછલી જિંદગી એ તો બોનસ છે ...
શોખ અને વટ  થી માણો .. ઢસરડા કરીને નહી ...

ટિપ્પણીઓ નથી: