સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
------------------------------------------------------
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,માણસ નથીબદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે
------------------------------------------------------
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
--------------------------------------------------------જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.----------------------------------------------------
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
----------------------------------------------------------
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.--------------------------------------------------------------------------------------------------------------------------------------------
પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને
સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
----------------------------------------------
તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !!
-----------------------------------------------
દીકરો એટલે સુખડનો ટુકડો ,દીકરી એટલે કસ્તુરી . બન્નેને બરાબર સાચવી શકો તો એ બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!
-----------------------------------------------
પ્રશ્ન :: ડાહ્યા માણસની વ્યાખ્યા શું ?
જેના કાન લાંબા , આંખ મોટી અને જીભ ટૂંકી હોય એ માણસ સૌથી ડાહ્યો
------------------------------------------------પુરુષને મહાત કરી શકે એવી બે વિશેષતા સ્ત્રી ધરાવે છે
એક , એ રડી શકે છે અને બે , એ ધારે ત્યારે રડી શકે છે !!!!!
--------------------------------------------------------------
આખી જીંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજુંજ કરી જાય એનું નામ નસીબ
શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2010
Re: સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા
Thanks
Good one
2010/9/9 patel piyush <piyush_patel_18@yahoo.co.in>
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો