બુધવાર, 18 ઑગસ્ટ, 2010

Fwd: મુખવાસ...

Really true
Thanks
Regards

---------- Forwarded message ----------
From: DR.MAULIK SHAH <maulikdr@gmail.com>
Date: 2010/8/18
Subject: મુખવાસ...


'મુખવાસ'

1. ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ !
 
2. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
 
3. 'નથી' તેની ચિંતા છોડશો તો 'છે' તેનો આનંદ માણી શકશો.
 
4. જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
 
5. મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
 
6. દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
 
7. જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
 
8. પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
 
9. લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.

 
10.માતાનું હૈયું એ શિશુની શાળા છે.
 
11. એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
 
12. સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
 
13. સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
 
14. પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
 
15. વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
 
16. માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
 
17. સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
 
18. વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
 
19. મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
 
20. જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
 
21. માણસને મોતથી વધુ એનાં 'ડર' ની બીક લાગે છે !

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
visit my blog:http://matrutvanikediae.blogspot.com/
http://navjaatshishu.blogspot.com/




--
"We do not guarantee cure, but what we guarantee is an honest and transparent effort".
"Life is short even to take advantage of positive points of people around us. Where is the time to see negative points?"

Dr.H.K.Takvani, MD Pediatrics, FIAP (Fellow Indian Academy of Pediatrics)
President National Neonatology Forum, Gujarat State Chapter 2009-2010
National Executive Board Member. IAP 2002, 2004, 2007, 2008
President Indian Academy of Pediatrics, Gujarat State Branch, 2001
President Indian Medical Association Jamnagar City Branch 2008-09
 
Children Hospital and Neonatal Care Centre
Valkeshwari Nagari
Indira Marg
JAMNAGAR-361008, Gujarat, India
Tel: +91 288 2557100, 2676450, 9714433283

drtakvani@gmail.com
drtakvani@rediffmail.com
www.takvanidr.multiply.com


ટિપ્પણીઓ નથી: