રવિવાર, 24 સપ્ટેમ્બર, 2017

Some facts to ponder

Some facts to ponder

● At 20 years "foreign country" and "hometown" is the same. (No matter where you are, you can always adapt)

● At 30 years, "night time" and "daytime" is the same. (A few days of no sleep, does not matter)

● At 40 years, "highly educated" and  "lowly educated" is the same. (Lowly educated persons, may even earn more money)

● At 50 years, "beauty" and "ugly" is the same. (No matter how pretty you are, at this age, wrinkles, dark spots, etc. start to appear.)

● At 60 years, "high official" and "low official" are the same. (After retirement, their status are the same)

● At 70 years, "big house" and "small house" is the same. (Joints degeneration,  cannot walk, only require a little space .)

● At 80 years, "have money" and "no money" is the same. (Even when you spend money, you won't be able to spend much)

● At 90 years old, being "man" and "woman" is the same.

● At 100 years, "Sleeping" and "waking up" is the same. (After you wake up, you still don't know what to do)

Take life easy, there are no mysteries to be solved.
In the long run, we'll all be the dead.

શુક્રવાર, 22 સપ્ટેમ્બર, 2017

10 short stories

10  short stories with deep meanings..

_Profound and heart rendering!_

1) She was very excited
     today, after all the
     school was re-opening
     after a long summer
     break. Now, once
     again, she could start
     selling stationery at
     the traffic signal to
     feed her family.

2) She, a renowned artist
     and a strict mother,
     often scolded her 6-
     year-old son for he
     could never draw a
     line straight. As he
     breathed slowly into   
     the ventilator, she
     begged him to make
     one more crooked line
     on the ECG.

3) "Everyone goes with
      the flow… but the one 
     who goes against it
     becomes someone
     remarkable.” Before I
     could explain this to
     the traffic police, the
     man issued me a fine.

4) Their love was
     different. She was
     happy every time he
     kicked her in the
     stomach. Every time
     he kicked she loved
     him more. She waited
     for the time she would
     hold her baby for the
     first time.

5) All my toys are yours..!
     Read her brother’s   
     death note.

6) They took his father,
     and only returned a
     flag.

7) At 25, I became a
     mother of one; at 27 I
     became a mother of
     two; and today, at 55, I
     have become a
     mother of three!  My
     son got married today,
     and brought home his
     wife!

8) “Born to rich parents,
      this boy is so lucky,”
      exclaimed the
      neighbors!
      Somewhere in
      heaven, three unborn
      sisters cried.

9) “You ruined my career,
      I was supposed to be
      an Executive Director,”
      she thought to
      herself.  The little
      angel held her finger
      tightly and she forgot
      everything; A mother
      was born.

10) Once a 5-year-old boy
       was standing
       barefoot in the
       shallow water of the
       ocean. He was
       repeating the same
       sentence to the
       waves – “Even if you
       touch my feet a
       thousand times, I
       won’t forgive you for
       taking my parents   
       away.

_Breath taking! Aren't they?_

શુક્રવાર, 15 સપ્ટેમ્બર, 2017

Married life

હું સવાર ના છાપું વાંચી રહયો હતો...ત્યાં..રસોડામાંથી મધુર અવાજ પત્નીનો સાંભળ્યો...
એ ય ! સાંભળો છો...ચ્હા-નાસ્તો તૈયાર છે.

મારા દરેક કામ પડતા મૂકી તેનો સુરીલો અવાજ સાંભળવાનો લ્હાવો હું ચુકતો નથી ...
આ...એજ અવાજ...છે,જયારે લગ્ન થયા હતા..
અને આજે ૬૧ વર્ષ ની ઉંમરે પણ આ જ શબ્દ ની મધુરતા....

આ એજ ધર્મપત્ની છે...જેની સાથે ૩૨ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા ત્યારે ..તેની સાથે દલીલ કરતા કરતા હું થાકી જતો.પણ એ હથિયાર કદી નીચેના મુકતી...

જબરજસ્ત જીવનમાં ઉંમર પ્રમાણે પરિવર્તન છેલ્લા દશ વર્ષથી હું જોઈ રહ્યો છું....તેનું અાધ્યાત્મિક લેવલ ઉપર જતું હતું..
ઘડપણ..આવે એટલે ઝગડા કરવાની શક્તિ અદ્રશ્ય થતી જાય. સમજ શક્તિ ખીલતી જાય,પહેલાં ..નાની..નાની વાતો ઉપર દલીલ અને ઝગડાનું સ્વરૂપ લેતા હતા, આજે.. દલીલો..ને હસવામાં કાઢી નાખીએ છીએ..
કારણ ...સમય અને પરિસ્થિતિની થપ્પડ એ ભલ ભલાને ઢીલા કરી નાખે છે...

એક કારણ ઉમરનું પણ છે...સતત એક બીજા ને બીક લાગે છે... કયું પંખી કયારે ઉડી જશે તે ખબર નથી..
બચેલા દિવસો આનંદ અને મસ્તીથી વિતાવી લઈએ .

પતિ...પત્નીના સંબંધોમાં નિખાલસતા આવતી જાય.. જીતવા કરતા હારવામાં  મજા આવતી જાય...દલીલ કરવા કરતાં..મૌન રહેવામાં મજા આવતી જાય... જેમ...જેમ એક બીજાના શરીર પ્રત્યેનું આકર્ષણ ઓછું થતું જાય અને પ્રભુ પ્રત્યેનું આકર્ષણ વધતું જાય...
સમજી જાવ..કે.ઘડપણ બારણે આવી ગયુ છે....

જે લોકો ઘડપણમાં ફક્ત રૂપિયાનું જ આયોજન કરે છે....તે લોકો હંમેશા દુઃખી હોય છે અને બીજા ને કરે છે...
તેઓ ઘડપણમાં મંદિર કે કથાવાર્તામાં જવાનુ આયોજન નથી કરતા ..પણ બેંકમાં પાસ બુક ભરવાનું આયોજન પહેલેથી કરી રાખે છે...તેમની જીંદગી બેન્ક અને ઘર વચ્ચે જ ખલાસ થઈ જાય છે...
રૂપિયા એકલા માનસિક શાંતિનું કારણ નથી....ઘણી વાર રૂપિયા પણ અશાંતિ નું કારણ બનતું હોય છે..

ઘડપણમાં લેવા કરતા છોડવાની ભાવના ,કટાક્ષ કરવા  કરતા પ્રેમની ભાષા... સંતાન હોય કે સમાજ ..પૂછે એટલા નો જ જવાબ.. આપતા થશો ત્યારે ઘડપણ ની શોભા વધી જશે..

તમારી નિખાલસતા ,આનંદી સ્વભાવ અને જરૂર લાગે ત્યારે તટસ્થ અભિપ્રાય..એ તમારી ઘડપણની પહેચાન છે...

મેં છાપામા ધ્યાન કેન્દ્રિત કર્યું..ત્યાં જ દીકરીનો ફોન આવ્યો.....સેવા પુરી થઈ ગઇ હતી....પત્નીએ પોતે બનાવેલ  સિદ્ધાંતો મુજબ હસી -ખુશીની જ વાતો.. કરવાની કોઈની પંચાત સાંભળવાની નહીં ..કે પોતે કરવાની નહી..તબિયતની પુછા કરી...પછી..ફોન મને આપ્યો.

મે સ્વભાવ મુજબ સહેલી શિખામણ આપી..કીધુ બેટા ઘણા દિવસથી તું નથી આવી ..તારો ઘરે કયારે આવવાનો પ્રોગ્રામ છે...?

દીકરી કહે ...તમારા જમાઈને પૂછીને કહીશ...સારું બેટા....જય શ્રી ક્રિષ્ના... કહી મે ફોન મૂકી દીધો....

પત્ની કહે... તમે પણ શું ? એને આવવું હશે ત્યારે  આવશે... હવે પૂછવાનું બંધ કરી દો... એ લોકો એમને ત્યાં આનંદ અને મસ્તીમાં જીવે છે તો,આપણે તે લોકોને યાદ કરી આપણો વર્તમાન શું કામ બગાડવો  ?...
લાગણી માટે યાચક ના થવાય..સમજ્યા...

પત્ની હસતા હસતા બોલી..મારા જેવું રાખો..
"આવો તો પણ સારું.. ના આવો તો પણ સારું...
તમારું સ્મરણ તે તમારા થી પ્યારું.."...

પંખી ને પાંખો આવે એટલે ઉડે ...ઉડવા દો ...કોઈ દિવસ માળો યાદ આવશે....  આવશે ત્યારે....પણ ત્યારે માળો ખાલી હશે...પત્નીની આંખમાં પાણી હતાં...પણ જીંદગી જીવવાની જડ્ડી બુટ્ટી તેણે શોધી લીધી હતી...

તરત જ મન મક્કમ કરી બોલી લો ચા પીવો..અને નાહી લો... આજે શ્રાવણ મહિનાનો સોમવાર  છે... મંદિરે જવાનું છે...

પાંચ મિનિટ બેસ ..ને મેં હસતા...હસતા કીધું ,માલિકી હક્કની અસર છે આ બધી...પત્ની કહે કંઈ સમજાયું નહીં...
મેં કીધું..તું પહેલા મને કહે... દીકરીના લગ્ન થાય એટલે માલિકી હક્ક કોનો..માં બાપ નો કે જમાઈનો ?

પત્ની હસતા-હસતા બોલી...આમ વિક્રમ...વેતાલ જેવા સવાલ ના કરો..જે હોય તે સીધે સીધું કહો..
આનો મતલબ...પોતાની રીતે નિર્ણય લેવા પૂરતો પણ  કોઈ સક્ષમ નથી.... બધું પત્નીને પૂછીને...

એક મા-બાપ જ  દુનિયામાં એવા છે..કે તે કદી પોતાના સંતાન ની ખોડ..ખાપણ..ને નજર અંદાજ કરી અવિરત પ્રેમ કરે છે...અરે,તમોને સવાર-સવારમાં થઈ શુ ગયું છે..? પત્ની બોલી..

પત્ની તેં તારી લાગણીઓને દબાવી દીધી છે...અને હું વ્યક્ત કરું છું...ફરક એટલો જ છે...બાકી બન્નેની વેદના એક સરખી જ છે..

જો ...અપેક્ષા દુઃખોની જનેતા છે....છોડ ને ..આ બધું...સવાર..સવારમાં મારા તરફથી ફરિયાદ હોય તો કહો...પત્ની બોલી

તારી વાત તો  સાચી છે..એકલા..છીએ  એટલે જ શાંતિ છે....રોજ.. રોજ.. દીકરા વહુના મૂડ પ્રમાણે ચાલવું એના કરતાં એકલા રેહવું સારું...આપણી જરૂરિયાત પણ કેટલી.... રોજ કિલો શાક સમારી ને આપો ,તો પણ વહુ તો એમ જ કે ..કે ઘરડા માણસથી કામ શું થાય ?

ગઈ કાલે દીકરીનો પણ ફોન હતો..તેને પણ રજાની મુશ્કેલી છે...જમાઇ રાજ પણ આવું જ  કેહતા હતા...

પત્ની કહે ..બધાય  પ્રવૃતિશીલ છે અને આપણે બન્ને જ નવરા... છીયે...
દીકરાને વહુ લઈ ગઈ...અને દીકરી ને જમાઇ રાજ...
આપણે તો હતા ત્યાં ને ત્યાં..

ચલ આજે.. મૂડ નથી પિકચર જોવા જઈએ...
કયું પિકચર જોવું છે...પત્ની બોલી.

ચલ હવે ટેકો કર.. તો ઉભો થઇ શકીશ.... આ પગ પણ..
પત્ની ભેટી પડી...એટલું જ બોલી" "મેં હું ના"
હું ફરીથી જાણે ૨૫ વર્ષનો નવ જુવાન થઈ ગયો... તેવી તાકાત તેના શબ્દોએ મને આપી દીધી..

इक मन था मेरे पास वो, अब खोने लगा है... पाकर तुझे, 
तुम हो जहाँ, साजन!मेरी दुनिया है वहीं पे। दिन रात मेरे प्यार भरे सपने, कहीं कोई न छीन ले...               अखियों के झरोखों से.....

બધા વડીલમિત્રોને સમર્પિત...અનિલ...

ગુરુવાર, 14 સપ્ટેમ્બર, 2017

Positive life

Did you know that at Harvard, one of the most prestigious universities in the world, the most popular and successful course teaches you how to learn to be happier?

The Positive Psychology class taught by Ben Shahar attracts 1400 students per semester and 20% of Harvard graduates take this elective course.

According to Ben Shahar, the class - which focuses on happiness, self-esteem and motivation - gives students the tools to succeed and face life with more joy._This 35-year-old teacher, considered by some to be "the happiness guru", highlights in his class 14 key tips for improving the quality of our personal status and contributing to a positive life:

🚩Tip 1. *Thank God for everything you have*:  Write down 10 things you have in your life that give you happiness. Focus on the good things!
🚩Tip 2. *Practice physical activity* Experts say exercising helps improve mood. 30 minutes of exercise is the best antidote against sadness and stress.
🚩Tip 3. *Breakfast:* Some people miss breakfast for lack of time or not to get fat. Studies show that breakfast gives you energy, helps you think and perform your activities successfully.
🚩Tip 4. *Be Assertive*: Ask what you want and say what you think. Being assertive helps improve your self-esteem. Being left and remaining silent creates sadness and hopelessness.
🚩Tip 5. *Spend your money on experiences*..a study found that 75% of people felt happier when they invested their money in travel, courses and classes; While only the rest said they felt happier when buying things.
🚩Tip 6. *Face your challenges*: Studies show that the more you postpone something, the more anxiety and tension you generate. Write short weekly lists of tasks and complete them.
🚩Tip 7. *Put everywhere nice memories, phrases and photos of your loved ones*: Fill your fridge, your computer, your desk, your room, YOUR LIFE of beautiful memories.
🚩Tip 8. *Always greet and be nice to other people*: More than 100 inquiries state that just smiling changes the mood.
🚩Tip 9. *Wear comfortable shoes*: If your feet hurt you, you become moody, says Dr. Keinth Wapner, President of the American Orthopedics Association.
🚩Tip 10. *Take care of your posture*: Walk straight with your shoulders slightly backwards and the front view helps to maintain a good mood.
🚩Tip 11. *Listen to music* (Praise God): It is proven that listening to music awakens you to sing, this will make your life happy.
🚩Tip 12. *What you eat has an impact on your mood*:- Do not skip meals, eat lightly every 3 to 4 hours and keep glucose levels stable.- Avoid excess white flour and sugar.- Eat everything! Healthy- Vary your food.
🚩Tip 13. *Take care of yourself and feel attractive*:70% of people say they feel happier when they think they look good.
🚩Tip 14. *Fervently believe in God*: With him nothing is impossible!

Happiness is like a remote control, we lose it every time, we go crazy looking for it and many times without knowing it, we are sitting on top of it ... 👍👍🙏

શનિવાર, 2 સપ્ટેમ્બર, 2017

Life before and now

પહેલા પહેલી તારીખ કયારે આવે તેનો ઈંતઝાર રહેતો હતો,

પચાસ વારના નાનકડા ઘરમાં ,

*પૈસા ઓછા હતા..ઘર નાનુ હતું..*
*સગવડો ન્હોતી પણ સુખ હતું.*

(1) આમ તો મહિનો છેલ્લે દિવસ હોય તેને આખર તારીખ કહેવાય એટલે 30 અથવા 31. આ દિવસે શાળા બે પિરીયડ વહેલી છુટતી હતી.. એટલે મહિનાના છેલ્લાં દિવસે ઘરે જઈ વધુ રમવા મળશે તેનો આનંદ હતો.

(2)  ઘરે કોઈ સાયકલ લઈ આવે તો તેને સ્પર્શ કરી જોતો, મને થતુ કે મારી પાસે કયારે સાયકલ આવશે.. મારા પપ્પાએ જયારે મને પહેલી વખત તેમની  સાયકલ આપી અને ડંડાની વચ્ચેથી અડધા પેડલ મારી સાયકલ ચલાવતા શીખ્યો ત્યારે લાગ્યુ અરે વ્હા મઝા આવી ગઈ,
આ ક્ષણનો તો કેટલીય જીંદગીઓથી ઈંતઝાર કરતો હતો.

(3) ઘરે કોઈ મહેમાન આવે તો ઘરમાં બધાને સારૂ લાગતુ હતું, વાતો કરીશુ... જમવામાં મમ્મી કઈ સારૂ બનાવશે.. મોડા સુધી જગતા.. મહેમાન જાય ત્યારે તેમને છેક બસ સ્ટેન્ડ સુધી મુકવા જતા હતા, મહેમાન ગયા પછીનું ઘર ખાવા દોડતુ હતું (આજે અરે મારી ટીવી સિરીયલ વખતે કયાં કોઈ આવ્યુ તેવુ થાય.. ઘરની બહાર સુધી પણ મુકવા જવાની વાત તો દુરની રહી)

(4) વેકેશન પણ સુખ હતુ.. મામાના ઘરે.. કાકાને ત્યાં દિવસોના દિવસો રહેતા હતા, ઉનાળુ વેકેશનમાં પરસેવે રેબઝેબ થઈ જતા છતાં લાગતુ કે આપણે સ્વીઝરલેન્ડમાં આવી ગયા.

(5) સ્કુલ બેગ એટલે કપડાની થેલી રહેતી, તેને દફતર કહેતા, કયારે ઘરમાં શાકની થેલીના ના મળે તો મમ્મી અમારા ચોપડા બહાર કાઢી શાક લઈ આવતી અને ફરી પાછુ અમારુ દફતર થઈ જતું, સ્કુલમાં કોઈ મીત્ર પતરાની અથવા એલ્યુમીનમની બેગ લઈ આવે તો લાગતુ બહું માલદાર પાર્ટી છે.

(6) વરસાદ પડે તો ન્હાવાનો આનંદ તો રહેતો, પણ ખોચામણી રમવા મળશે તેનો રોમાંચ કઈક જુદો જ હતો, નાકામી માચીસ ઉપરના ફોટા, લખોટી જો મળી જાય તો હમણાંની કોઈ વીડીયો ગેઈમ મળી હોય તેવી મઝા પડતી.

(7) ફિલ્મ જોવી એટલી  એવરેસ્ટ ચઢવા જેવુ કામ હતું, કારણ તેની ટીકીટ લેવા માટે એકાદ કલાક લાઈનમાં ઉભા રહેવુ પડતુ,
ત્યારે થીયેટર ઉપર એક પડછંદ પઠાણ ઉભો રહેતો તેને લાલો કહેતા, તેનું કામ ટીકીટ લેવા આવનારન લાઈનમાં ઉભા રાખવાનું હતું, લાઈન તોડનારને તે લાકડી લાકડીએ ફટકારતો,
માર ખાઈને પણ લોકો લાઈનમાં ઉભા રહેતા..
લાઈનમાં ઉભા હોઈએ ત્યારે તમામ ઈષ્ટદેવોને યાદ કરી કહેવાનું કે ભગવાન મારો નંબર ટીકીટ બારી સુધી આવે ત્યાં સુધી ટીકીટ બારી ચાલુ રાખજે..
અને ટીકીટ મળે ત્યારે અમેરીકાના વીઝા જેટલો આનંદ થતો હતો.

(8) લગ્નમાં જમવા જવાનું હોય તો તેની કેટલાંય દિવસો પહેલા તૈયારી ચાલતી હતી, ત્યારે લગ્નમાં પંગત બેસતી એટલે મહેમાનોને પાટલા ઉપર બેસાડી જમાડતા, જો પહેલી પંગતમાં જમવા માટે વીઆઈપી હોવાનો અહેસાસ થતો હતો.

(9) નવા કપડા તો દિવાળી જ મળે, તેમાં પણ કપડાં સસ્તા મળતા એટલે જવાનું,  દુકાનદાર પોતાની દુકાનમાંથી ઉભા રહી તમારૂ માપ નક્કી કરતો, અને કપડાંનો ઘા કરતો, દુકાનપુરી થાય એટલે સીધી ફુટપાથ શરૂ થયા, ઘણી વખત મમ્મી ફુટપાથ ઉપર જ પહેરેલા કપડાં ઉપર નવા કપડાં પહેરાવી જોઈ લેતી, માપની બહુ ચીંતા કરવાની નહીં, નવા કાપડનો અહેસાસ શેર લોહી વધારી દેતો હતો.

(10)  આખી સોસાયટીમાં પહેલા એક જ સજ્જન ના ઘરે ફ્રિજ હતું, ઉનાળામાં કયારેક બરફની ટ્રે મળી જતી, બરફની ટ્રે હાથમાં હોય ત્યારે આનંદમાં એવુ લાગતુ કે હમણાં જ મારૂ શરીર ઠંડુ પડી જશે.એકના ઘરે ફોન હતો..કોઈ સગા ફોન કરે અને પડોશી બોલાવે ત્યારે બીક પણ લાગતી કારણ ફોન તો માઠા સમાચાર માટે જ આવે તેવુ મોટા ભાગે થતું કારણ સારા સમાચાર તો પોસ્ટકાર્ડમાં આવી જતા..

આજે સમજાય છે કે
સુખ સગવડોમાં ન્હોતુ,
નાની નાની વાતો સુખી કરતી હતી,
કારણ ત્યારે આખર તારીખ આવતી હતી,

આજે તારીખ તો આવે છે, પણ તે આખરી હોતી નથી..
રોજ પહેલી તારીખ જ હોય છે.

*આજે  મોટુ ઘર છે, ટીવી છે, બેન્ક બેલેન્સ છે છતાં..*

*આપણે શોધીએ છે સુખને !!*🤔🙏
.
.
.
.

#કોણે લખ્યું ખબર નથી પણ
જેણે લખ્યું બહું સરસ લખ્યું છે.